HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

20 ઑક્ટોબર, 2015


Qualities of Successful Person

1. Burning Desire
2. Commitment
3. Responsibility
4. Hard work
5. Character
6. Positive believing/Thinking
7. The Power of persistence
8. Pride of performance
 શિક્ષકોની સરકારી કામગીરી દૂર કરવા માટે રજુઆત થઈ
નવી શિક્ષણનિતી હેઠળ ભલામણ કરાઈ : વિદ્યાર્થીઓના આત્‍મવિશ્વાસમાં વધારો કરવા, સ્‍વનિર્ભર બનાવવા સહિતના પ્રશ્‍ને વિવિધ સુચનો કરવામાં આવ્‍યા
   અમદાવાદ, તા.૧૯,કેન્‍દ્ર સરકાર દ્વારા નવી શિક્ષણ નિતી તૈયાર કરવાની દિશામાં પ્રયત્‍નો હાથ ધરવામાં આવ્‍યા છે.  ત્‍યારે દેશભરમાં અત્‍યારે શિક્ષણ જગત, શિક્ષણવિદોમાં નવી શિક્ષણનિતીને લઈને મનોમંથન ચાલી રહ્યું છે. રાજય સરકાર દ્વારા માધ્‍યમિક, ઉચ્‍ચત્તર માધ્‍યમિક અને ઉચ્‍ચ શિક્ષણ સાથે સંકળાયેલા આચાર્યો, તજજ્ઞો, મહામંડળો વગેરે પાસેથી અભિપ્રાયો મંગાવવામાં આવ્‍યા હતા તે સાથે જ વિદ્યાર્થીઓને આત્‍મવિશ્વાસુ, સ્‍વનિર્ભર બનાવવા શું કરવું જોઈએ એ અંગે વિવિધ સુચનો રાજય શિક્ષણ વિભાગને પ્રાપ્ત થયા છે. જેમાં ખાસ કરીને શાળાઓમાં ઈન્‍સ્‍પેકશન અને શિક્ષકોને સમયાંતરે સોંપવામાં આવતી સરકારી જવાબદારી જેવા મુદ્દે શિક્ષણવિદો, બોર્ડના સભ્‍યો, મહામંડળના પ્રતિનીધીઓની નારાજગી જોવા મળી રહી છે.  પ્રાપ્‍ત થતી  માહિતી મુજબ નવી શિક્ષણનિતીને મુદ્દે સ્‍થાનિક અને રાજયસ્‍તરે વિવિધ બેઠકો સાથે અભિપ્રાયો મંગાવવાની કામગીરી છેલ્લા એક મહીનાથી ચાલી રહી છે. શિક્ષણનિતીનો સમીક્ષાને મુદ્દે મળેલ વિવિધ બેઠકોમાં અભ્‍યાસક્રમ, પરીક્ષા પદ્ધતી સહિતનાં મુદ્દાઓ કેન્‍દ્રમાં રહ્યા છે. શિક્ષણમંત્રી હાજરીમાં આ બેઠકમાં બોર્ડના સભ્‍યો, ચેરમેનો, સચિવ શૈક્ષણિક મહાસંધના પ્રમુખ-મંત્રી, પ્રાથમિક શૈક્ષણિક સંધના પ્રતિનીધીઓ સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી. બેઠકમાં શિક્ષણ જગતમાં સર્જાયેલા પ્રશ્‍નો અને શિક્ષણનિતીમાં બદલાવની જરૂરીયાત સહીના મુદ્દે રજુઆત થઈ હતી. જેમાં ધોરણ-૯ સુધી વિદ્યાર્થીઓને નાપાસ કરવાની દિશામાં થયેલ હિલચાલને વખોડી કાઢવામાં આવી હતી. જ્‍યારે શાળાઓમાં હાલનાં તબક્કે ઈન્‍સ્‍પેક્‍શનની તાતી જરૂરિયાત હોવાનું પણ ભાર પૂર્વક જણાવાયું હતું. છેલ્લા ૧૦ વર્ષથી શાળાઓમાં ઈન્‍સ્‍પેકશન બંધ થઈ ગયું હતું. જેનાં કારણે શાળાઓની ગતિવિધીઓ જાણી શકાતી નથી. આવી સ્‍થિતિમાં શિક્ષણનું સ્‍તર સુધારવા સરકારી અધિકારીઓ, શિક્ષણવિદો, નિવળત્ત આચાર્યો-શિક્ષકો થકી શાળાઓનું નિયમીત ઈન્‍સ્‍પેકશન થવું જરૂરી હોવાનો મત રજુ કરવામાં આવ્‍યો હતો. વળી શિક્ષકોને સમયાંતરે સોપવામાં આવતી ચૂંટણીલક્ષી સહિતની કામગીરીઓથી શિક્ષણ પર માઠી અસર થતી હોવાની રજુઆત કરાઈ હતી. આ ઉપરાંત હાલનાં તબક્કે શિક્ષણ પ્રણાલીમાં વાલીઓની કોઈ જવાબદારી નથી. આ સ્‍થિતિમાં વાલીઓને શાળાનો રિપોર્ટ આપવાની સાથે બાળક દ્વારા ધરમાં થતી પ્રવળત્તિનો રિપોર્ટ પણ મંગાવવામાં આવે તેવું સુચન બોર્ડના સભ્‍યો દ્વારા કરવામાં આવ્‍યું હતું. 
ટેક્નોલૉજીનો ઉપયોગ
 
આપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ ?
તમારા બાળકો તમારા નથી

એ તો જીવનના, પ્રકૃતિના, સૃષ્ટિના સંતાનો છે. ખલીલ જિબ્રાન.
ખલીલ જિબ્રાન વરસો અગાઉ આ સુંદર વાત કરી ગયો, પણ આપણે રેસમાં દોડીએ છીએ અને રેસમાં દોડતી વખતે લક્ષ્ય દેખાય, દોડવાના તોર તરીકા તરફ દુર્લક્ષ્યજ સેવાય. આવા સુંદર વિચારો વાંચીએ ન વાંચીએ ત્યાં તો તમારા ચિરાગે રોશનની શાળાથી ફોન આવે છે:

તમારા બાબાને સમજાવો કે તોફાન ન કરેબિલકુલ લખતો નથીકંઈક કહેવા જઈએ તો સામે દલીલો કરે છે…’ હવે ખલીલ જિબ્રાન જાય છે કચરાપેટીમાં અને શરુ થાય છે તમારા દેવના દીધેલને સીધો કરવાના અખતરા-પેંતરા. હોસ્ટેલમાં મુકી દેવાની ધમકી જેટલી વાર બોર્નવીટા પીવરાવો છો એના કરતા વધારે વાર તો તમે આપી જ ચુક્યા છો, અને એક દિવસ ટેંણિયુ સંભળાવી દે છે:

મુકી દે હોસ્ટેલમાં તારી કચકચથી તો છુટકારો મળશે…!વરસો વરસથી બાળ ઉછેરના પુસ્તકો ધાર્મિક પુસ્તકોની જેમ લખાય છે, વંચાય છે. ઉપરથી બાળ ઉછેરના પુસ્તકો વાંચ્યા પછી બાળકોનું તો આવી જ બન્યુ છે.

એક બાળક રડતું હતું એટલે બીજાએ કારણ પુછ્યું તો કહે, ‘આજે મારી મમ્મી બાળ ઉછેરનું નવું પુસ્તક લાવી છેઅને મને વિશ્વાસ છે કે અખતરા મારી ઉપર જ થવાના છે.

મિત્રો, તમને નથી લાગતું કે બાળ ઉછેરના પુસ્તકોનું સાચુ ટાઈટલ તો માતા-પિતા ઉછેરના પુસ્તકોએવું હોવું જોઈએ? જે કરવાનું છે તે સભાનપણે આપણે કરવાનું છે, આપણી અજાણપણે થઈ ગયેલી ભુલોના પરીણામો એ નહીં! એક તો મા-બાપ બનવા માટે કોઈ ખાસ આવડત/ લાયકાતની જરુર નથી. કલેક્ટર ઓફિસના ક્લાર્ક બનવું હોય તો સ્ટેનો, ટાઈપ, કમ્પ્યુટરઅને બીજું ઘણું બધુ આવડવું જોઈએ, પણ મા-બાપ તો કોઈ પણ એરો ગેરો નથ્થુરામ બની શકે છે! વાત વિચારવા જેવી તો ખરી જ કે આખરે બાળકોને શા માટે ભણાવીએ છીએ? કિંતુ આ પ્રશ્ન પહેલા પણ એક પ્રશ્ન ઉદભવવો જોઈએ: આખરે આપણે બાળકોને પેદા શા માટે કરીએ છીએ?

લગ્ન કર્યાને ઠરીઠામ થયા ન થયા હોઈએ, પ્રોબેશન પિરિઅડ માંડ માંડ પતવા આવ્યો હોય ત્યાં તો શાંતાબેનો અને કાન્તાબેનો કોરસરુપે ગણગણવાનુ શરુ કરી દેશે: હવે ઘોડીયું ક્યારે બાંધો છો મારા લાલ?

પ્રથમ પ્રશ્નેજ આંખ મીંચી દીધી છે એટલે બીજો સવાલ- આપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ?’- ઉત્પન થવાનો સવાલજ નથી. હંજુ કુંવરે માંડ માંડ ગડથોલીયા ખાવાનું બંધ કર્યુ ન કર્યુ હોય ત્યાં તો એને પ્લે ગ્રુપના ગડથોલીયા ખવરાવવાનુ શરુ કરી દઈએ છીએ. હજુ તો માંડ માતૃભાષાનુ ધાવણ હોઠે ચડ્યું ન ચડ્યું ત્યાં તો પરદેશી ભાષાના ઈંજેક્શન મારવાનું શરુ! શાળાઓ એક કામમાં માહેર છે: સપનાઓનો વેપલો કેવી રીતે કરવોતમારી ગુડિયાને જેક એન્ડ જીલ ગોખાવી ગોખાવી ગવડાવે છેકારણ કે તમારી ગુડીયા એમના માટે એક પ્રોડક્ટ છેચાર જણા વચ્ચે જો એનું ટ્વીંકલ ટ્વીંકલ ઝાંખુ પડી જશે તો તમારી આબરુના લીરેલીરા તો ઉડશે જ પણ તરત પ્રશ્ન પુછાશે કે કઈ શાળામાં ભણે છે? તમારું બાળક સ્કુલની જાહેરખબરનું માધ્યમ છે અને એ પણ એમની જાહેરાત કરવાના પૈસા તગડી ફી રૂપે તમે આપો છો મારા ગિરધારીલાલઅરે બાળકની નૈસર્ગિક શક્તિની વાતો કરનારાઓ તમને ખબર છે ખરી કે શક્તિ શું ચીજ છે? શાળાઓ માટે તમારો નન્દકિશોર એક રોલ નંબર છે જેને એક રૂમનંબરમાં બેસાડવામાં આવે છે અને ક્વચિત જેમ કેદીને ટ્રાન્સફર વોરંટ ઉપર એક જેલમાંથી બીજી જેલમાં લઈ જવામાં આવે છે તેમ એક રૂમમાંથી બીજી રૂમમાં લઈ જવાય છે.                                       
કવિ રઇશ મનીઆર કહે છે એમ,

પંખી તો બચ્ચાને ઉડતાં શીખવે અને માણસબચ્ચાને આપે પીંજરુંમૂડલેસ રહેતું તે મૂંજી ગણાતું બાળ, મૂડમાં રહે ટપોરીસે સૉરી! માય સન, સે સૉરી!

જો વાત ખરેખરી કુદરતદત શક્તિઓની જ હોય તો તમે જ કહો હે દામિનીબેન, એવું તો કેવી રીતે બને કે દરેકને આર્ટ એન્ડ ક્રાફ્ટ માં રસ પડવો જ જોઈએ? એવું શક્ય છે કે તમને ચાઈનીઝ બનાવવાની મઝા આવતી હોય તો યામિનીબેનને પણ ચાઈનીઝ બનાવવાની મઝા આવે જ આવે? એક અદભુત નિયમોની દુનિયામાં જીવીએ છીએ કે જયાં આપણા ગમા-અણગમાને આપણા વ્યક્તિત્વનો હિસ્સો માની લઈએ છીએ અને બાળકના ગમા-અણગમાને એના વ્યક્તિત્વ વિકાસમાં આડખીલી રૂપ બાબત! આ છે અબજો મા-બાપોની ગજબ કહાની! અને હમણાં હમણાં નાક લુંછવા માટે ટીશ્યુ પેપરનો ઉપયોગ કરતા શીખેલી મમ્મીઓને તાલીબાની ઝનૂન છે એમના બાળકો માટે. ઓબ્સેશન એટલે શું એ ડિક્ષનરીમાં નહીં કોઈ પણ તાજી બનેલી મમ્મીને જોઈએ એટલે વગર ભાષાએ સમજાઈ જાય.

બધાને બધું આવડવું જ જોઈએ એ માનસિકતાને કયું નામ આપીશું? જે મા-બાપો માને છે કે તેમના ટેણિયાને બધુ જ આવડવું જોઈએ એ બધા બુધ્ધુઓને એક લાઈનમાં ઉભા રાખી તમંચાને ધડાકે દોડાવવા જોઈએ અને એ પણ સ્પષ્ટ સુચના સાથે કે રેસમાં બધા પહેલા નંબરે આવવા જોઈએ! જો જો શું હાલત થાય છેફાંદ રબ્બરના દડાની જેમ ઉછળતી હશે પ્રવિણભાઈ તમારી અને મણીબેન તમે પંદર ડગલા દોડીને સન્યાસ લઈ લેશો સન્યાસઆવ્યા મોટા બધું આવડવા વાળા

આપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ?’ – જો આ ધ્રુવ પ્રશ્ન વિશે દરરોજ સવાર, બપોર અને રાત્રે એક એક ચમચી પણ ચિંતન કરવામાં આવે તો એ તમારા ધ્વારા તમારા બાળકને આપવામાં આવતી સુંદરતમ સોગાદ હશે. ડૉ. રઇશ મનીઆરના સાલસ શબ્દોમાં કહીએ તો, “પ્રશ્ન ઉદ્ભવશે તો ઉત્તર આપોઆપ મળશે”. આ લેખનું ટાઈટલ તેમનું પુસ્તક આપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ?’ની બેઠ્ઠે બેઠ્ઠી સાભાર કોપી છે.
બાળકો શરુઆત કરે છે મા-બાપને ચાહવાથી, થોડાક મોટા થાય છે એટલે એમનું મુલ્યાંકન કરવાનુ શરુ કરે છેઅને ભાગ્યે જ, જો કરી શકે તો, એમને માફ કરે છે…”

Get Update Easy