HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

16 ઑક્ટોબર, 2015

આજનો વિચાર

If you can dream it, you can achieve it.   - Zig Ziglar
 
Selected candidates for recruitment of Sikshan Sahayak 
(Govt. Higher Secondary) can provide district preference 
till 18/10/2015 23:59 hrs.   


સરકારી ઉચ્ચત્તર માધ્યમિક(Higher Secondary) શાળા
શિક્ષણ સહાયક ભરતી (ગુજરાતી માધ્યમ)

  • રાજ્યની સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની પસંદગી પ્રક્રિયા અંતર્ગત નામ. હાઇકોર્ટમાં દાખલ થેયલ એસ.સી.એ.નં.૧૭૬૬૬/૨૦૧૪ અને એસ.સી.એ.નં.૧૮૯૧૭/૨૦૧૪ના તા.૦૨/૦૩/૨૦૧૫ ચુકાદા અનુસાર તા.૨૭/૦૩/૨૦૧૫ ના રોજ જાહેર કરવામાં આવેલ મેરીટ માર્ક યાદી પૈકી તા.૧૨/૧૦/૨૦૧૫ના રોજ જાહેર કરવામાં આવેલ પસંદગી યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારોએ તા.૧૫/૧૦/૨૦૧૫ થી ૧૮/૧૦/૨૦૧૫ના રોજ ૨૩.૫૯ કલાક સુધી જિલ્લા પસંદગીના વિકલ્પ આપવાના રહેશે.District selection is available now.
  
You can select district from 15/10/2015 to 18/10/2015

Select District : Click here

List of Government Secondary/ Higher Secondary Schools


જીવન શું છે ? – ફાધર વાલેસ

જીવન એક ખેતર છે. તે જૂઠું નહીં બોલે. તમે એને જેટલું આપો તેનાથી સોગણું કરીને તે પાછું આપેપણ તમે કશું નહીં આપો તો એની પાસેથી તમને કશું નહીં મળે. જીવન ખોટું લગાડતું નથી અને ખુશામત પણ કરતું નથી. ચોખ્ખો હિસાબ છેજેવું આપો તેવું મળે. જીવનને તમે શું શું આપ્યું છે સાચું કહો. જીવન પ્રત્યે તમને અવિશ્વાસ છે,કંજુસાઈ છેનફરત છે. ઓછામાં ઓછું આપો અને ન છૂટકે આપો પછી જીવનમાં સારા પાકની આશા કેમ રખાય ?
                તમે ફરિયાદ કરો છો કે તમારું ભાગ્ય ઊઘડ્યું નહિજીવન ફળ્યું નહિતમે છેતરાયા છો,ભરમાયા છોપણ તમારી ફરિયાદ સાચી નથી. ધરતી છેતરતી નથી. જીવન છેતરતું નથી. જીવન જૂઠું બોલતું નથી. જીવન તમને ફક્ત યાદ દેવરાવે છે કે તમે કશું આપ્યું જ નથી. ક્યાં પ્રેમ કર્યો છેક્યાં સાહસ કર્યું છેક્યાં ભોગ આપ્યો છેક્યાં શ્રદ્ધા રાખી છે ?તમે ઝંપલાવ્યું નથીઅજમાવ્યું નથીજીવન હોડમાં મૂક્યું નથી. પછી બદલામાં શું મળેતમે તમારી નિરાશા બતાવો એમાં તમે તમારા જીવનનો ગૂનો કબૂલ કરો છો અને જાહેર કરો છો. કારણ કે તમે જીવનમાં ખરેખર સાચી મૂડી રોકી હોત તો એનું મબલક વ્યાજ તો તમને મળી ચૂક્યું હોત. જીવન જૂઠું બોલતું નથી.

જીવન જીવવાની જડીબુટ્ટી 

* દરરોજ ૧૦ થી ૩૦ મિનિટ ચાલવા જાઓ અને હાચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય તો ઉત્તમ!
* દરરોજ ઓછામાં ઓછી ૧૦-૩૦  મિનિટ માટે એકાંતમાં બેસો.
* દરરોજ ૭ કલાક ઊંધો.
* જોશઉત્સાહ અને કરૂણા આ ત્રણ મહત્વના ગુણો છે જીવનમાં.
* નવી રમતો શિખો/રમો..
* ગયા વર્ષે કરતાં આ વર્ષે વધારે પુસ્તકો વાંચો .
* ધ્યાનયોગ અને પ્રાર્થના માટે સમય ફાળવો. 
* ૭૦થી વધારે ઉંમરના અને ૭થી ઓછી ઉંમરના લોકો સાથે સમય ગાળો. દરરોજ શક્ય ન હોય તો અઠવાડિએ.
* જાગતાં સપનાં જુઓ.
* પ્લાન્ટ (ફેકટરી )માં બનતી વસ્તુઓ કરતાંપ્લાન્ટ(છોડ)માં ઊગેલી વસ્તુઓને ખોરાકમાં મહત્વનું સ્થાન આપો.
* પુષ્કળ પાણી પીઓ .
* દરરોજ ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવો.
* ભૂતકાળ ભૂલી જાઓ. ખાસ કરીને પતિ/પત્નીનીભૂલો. વર્તમાનકાળનો આનંદ લો.
* રાજાની જેમ સવારનો નાસ્તો કરોરાજકુમારની જેમ બપોરનું ભોજન લો અને ભિખારી જેટલું રાત્રે જમો!
* દરેક દલીલની સામે જીતી શકવાના નથી,મતભેદ સ્વિકારી લો.
* સરખામણી કરવાનું છોડો. ખાસ કરીને પતિ/પત્નીની સરખામણી.
* તમારા સુખનું કારણ ફક્ત  તમે છો.
* દરેકને (Unconditional) માફી બક્ષો. ક્ષમા વીરસ્ય ભૂષણમ્ .
* બીજા લોકો તમારા માટે શું વિચારશે એવા વિચાર છોડો.
* ભગવાન સૌનું ભલું કરશે.
* ગમે તેટલી સારી કે ખરાબ પરિસ્થિતિ હશે, બદલાશે જરૂર.
* માંદા પડશો ત્યારે તમારો બૉસ નહીં પણ તમારા મિત્રો તમારી સંભાળ રાખશેમાટે મિત્રોના સંપર્કમાં રહો.
* નકામીનઠારી અને જેમાંથી આનંદ ન મળે તેવી વસ્તુઓથી દૂર રહો.
* ઈર્ષા સમયનો બગાડ છે. તમને જોઈતું બધું તમારી પાસે છે.
* ઉત્તમ હજી આવવાનું બાકી છે.
* ગમે તેવો ખરાબ મૂડ હોયઊઠોતૈયાર થાઓ અને બહાર આંટો મારી આવો.
* દરરોજ સવારે ઊઠીને ભગવાનનો આભાર માનો.
આ જડીબુટ્ટીઓનું સેવન કરો અને સગા વ્હાલાઓને પણ જણાવો.


Get Update Easy