ફિક્સ પગારથી પાંચ વર્ષ પૂરાં કરનારા હજારો કર્મચારીઓને કાયમી કરાશે
બે વર્ષમાં CCC પરીક્ષા પાસ કરવાની શરતેકેબિનેટની બેઠકમાં નિર્ણય : કમ્પ્યુટર સાયન્સ પાસ કરનારાઓને પણ મુક્તિ આપવાની વિચારણા
અમદાવાદ, બુધવાર
ફિક્સ પગારથી સરકારના જૂદા જૂદા વિભાગોમાં નોકરી કરી રહેલા હજારો
કર્મચારીઓની દિવાળી સુધરી જાય એવી જાહેરાત સરકારે કરી છે. પાંચ વર્ષ સુધી
ફિક્સ પગારથી નોકરી પૂર્ણ કરનારા અને CCC પાસ નહી કરી શકનારા કર્મચારીઓને
કાયમી કરી, તે પ્રમાણેના લાભો અને હક્કો આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરાયો
છે. જો કે આવા કર્મચારીઓએ પણ બે વર્ષની અંદર CCC પરીક્ષા પાસ કરવી પડશે.
રાજ્યની કેબીનેટ મંત્રીઓની બેઠક ગાંધીનગર ખાતે મળી હતી. આ અંગે સરકારના
પ્રવક્તા અને સીનિયર કેબિનેટ મંત્રી નિતિન પટેલે જણાવ્યું કે, ફિક્સ
પગારવાળા સરકારી કર્મચારીઓને પાંચ વર્ષની નોકરી પૂર્ણ કર્યા બાદ કાયમી નવા
અને તેના લાભો લેવા માટે CCC ની પરીક્ષા ફરજીયાત પાસ કરવાની હોય છે. આ
પરીક્ષા પાસ નહી કરનારા કર્મચારીઓને કાયમી કરાતા નથી અને તેના લાભો પણ મળી
શકતા નથી.
સરકારમાં અનેક રજૂઆતો આવી હતી. જેમાં પાંચ વર્ષ પૂર્ણ કરનારા આવા હજારો
કર્મચારીઓને CCC પરીક્ષા પાસ કર્યા વગર કાયમી કરી દેવાની માગણી રજૂઆતો
કરવામાં આવી હતી. કેબીનેટની બેઠકમાં આ અંગે લાંબી ચર્ચા વિચારણા થઇ હતી.
અંતે એવો નિર્ણય લેવાયો છે કે ફિક્સ પગારથી પાંચ વર્ષ નોકરી પૂર્ણ કરનારા
કર્મચારીઓને કાયમી કરવાના ઓર્ડરો તાત્કાલિક કાઢી દેવામાં આવશે. એટલે કે જે
કર્મચારીઓએ પાંચ વર્ષ પૂરા કર્યા હશે તે હવેથી કાયમી કર્મચારી જ બની ગયા
છે.
કાયમી કર્મચારીઓને મળતા પગાર ભથ્થા સહિતના બીજા તમામ લાભો પણ આવા
કર્મચારીઓને તુરંત જ મળી જશે. કેબીનેટે કરેલા નિર્ણયમાં એક એવી શરત રાખી છે
કે આ રીતે કાયમી થનારા તમામ કર્મચારીઓએ બે વર્ષની અંદર CCC પરીક્ષા પાસ
કરવાની રહેશે.
ઉપરાંત એવી ચર્ચા પણ થઇ હતી કે જે કર્મચારીઓ કમ્પ્યુટર સાયન્સનું, MCA
નું ભણેલા હોય તો તેમની CCC પરીક્ષા લેવી કે મુક્તિ આપવી ? તેમજ અનેક
કર્મચારીઓ એવા પણ છે કે જેમને ક્યારેય પણ કમ્પ્યુટરની જરૃર પડતી જ નથી. તો
આવા કર્મચારીઓને પણ CCC માંથી મુક્તિ આપવી કે કેમ તેનો અભ્યાસ આગામી
દિવસોમાં કરાશે. ત્યાર બાદ આ અંગેનો કોઇ નિર્ણય લેવાશે...
વંદે ગુજરાતની નવી ૧૬ ચેનલોનું લોન્ચિંગ કરાયું
વિશ્વમાં
શ્રેષ્ઠને ગુજરાતમાં લાવવાની તૈયારી : ચેનલોના કાર્યક્રમો, પ્રસારણને
રૂચિકર, પ્રેરણાદાયી તેમજ વૈવિધ્યસભર બનાવવાની મુખ્યપ્રધાન આનંદીબેનની
નેમ
અમદાવાદ,
તા.૧૪ : મુખ્યમંત્ર આનંદીબેન પટેલે ભારતનાં પ્રથમ અને વિશાળ શૈક્ષણિક
ટેલીવિઝન નેટવર્ક વંદે ગુજરાતની નવી ૧૬ ચેનલ્સનુ લોન્ચીંગ કરતાં
સર્વગ્રાહી વિકાસની શ્રેષ્ઠતાઓ પાર પાડવા ગુજરાત સરકારનીઆ ચેનલ્સના
કાર્યક્રમો પ્રસારણને રૂચિક, પ્રેરણાદાયી અને વૈવિધ્યસભર બનાવવાની નેમ
દર્શાવી છે. આ સંદર્ભે તેમણે કહ્યુંકે, ૨૧મી સદીનાજ્ઞાન-વિજ્ઞાનના યુગમાં
દુરદરાજના અંતરિયા વિસ્તારોમાં કળષિ, પશુપાલન,શિક્ષણ, આરોગ્ય, મહિલ કલ્યાણઅને કૌશલ્યવર્ધન જેવી બહુવિ યોજનાઓનો લાભ પહોંચડાવ તથા પ્રસાર કરવામાં ગુજરાતનીઆ પહેલ ઉપકારક નિવડશે.આ અવસરે તેમણે કેન્દ્રની
વર્તમાન સરકાર અને પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ ત્વરિત
કાર્યવાહી-મંજુરીઓ આપીને ડિઝીટલ ઈન્ડિયાની સંકલ્પના સાકાર કરવામાં
ગુજરાતની અભિનવ પહેલને પ્રોત્સાહન પુરૂ પાડયુ છે.તેનો વિશેષ આભાર વ્યક્ત
કર્યો હતો.આનંદીબેન પટેલે જનહિતકારી ક્ષેત્રોના તજજ્ઞો-અગ્રણીઓ સાથેસતત
પરામર્શ-ચિંતન કરીને સૌના સુઝાવ થકી ઝડપી
સાચા અને સારા રચનાત્મક જનકલ્યાકાર્યક્રમોને નવા પરિણામો સર કરાવવા
અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વિશ્વમાં જે શ્રેષ્ઠ છે તે
ગુજરાતને આંગણે લાવવાની આપણી પ્રતિબદ્ધતા છે.તેમણ સ્પષ્ટપણ જણાવ્યુંકે,
શિક્ષણ, તાલીમ, ખેલકુદ, મહિલા કલ્યાણની યોજનાઓથી શ્રેષ્ઠતા-કૌશલ્યતા
મેળવેલા લાભાર્થીઓની પ્રતિભા-સફ
ગાથ સામાન્ય માનવી સુધી દુરવતી સંચારના આ માધ્યમથી ધેર બેઠા પહોંચાડી
શકાય તેવું સંકલન સંબંધિત સરકારી વિભાગોએ જાળવવું પડશે. ગુજરાતના યુવાધનને કારકીર્દી
ધડતરમાં પ્રેરણાદાયી મુખ્ય મંત્રી યુવા સ્વાવલંબન યોજના તહેત અભ્યાસ
સહાય, સ્વરોજગાર કૌશલ્યવર્ધન તાલીમ તથા સરકારી સેવાઓની સ્પર્ધાત્મક
પરીક્ષાઓની જિલ્લે-જિલ્લે તૈયારી માટેની પૂર્વ
તાલીમ સજ્જતાન કાર્યક્રમો પણ આ ચેનલ દ્વારા પરિણામકાર બનશે તેવો વિશ્વાસ
તેમણે દર્શાવ્યો હતો. મુખ્યમંત્રીએ પ્રાથમિકથી ઉચ્ચ કક્ષાનું શિક્ષણ
વિદ્યાર્થીના ગામે-ગામ સુ પહોંચાડીને તેને પ્રશિક્ષિત-તાલીમ સજજ કરવાનો આ ઉપક્રમ ઉમદા અભ્યાસક્રમોની ક્રાંતિકારી પહેલથી મોંધી અને ખાનગી ટયુશન પ્રથાનો વિકલ્પ બને તેવી સજ્જતાની ભારપૂર્વ હિમાયત કરી હતી.
૧૬ શૈક્ષણિક ચેનલ શરૂ કરવાની મોટી સિદ્ધી છે
ગુજરાત દેશભરમાં એકમાત્ર રાજ્ય
અમદાવાદ,
તા.૧૪ : રાજયના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના રાજય મંત્રી ગોંવિદભાઈ
પટેલે જણાવ્યું હતું કે, એક સાથે ૧૬-૧૬ શૈક્ષણિક ટીવી ચેનલો શરૂ કરનારૂ
ગુજરાત રાજય દેશભરમાં એકમાત્ર રાજય છે તેનું આપણને ગૌરવછે. મંત્રીએ
જણાવ્યું હતું કે, હવે વર્ગ
ખંડમાં જ નહીં ધરના બેઠકરૂમમાં ટીવીના માધ્યમ દ્વારા લોકો પોતાના સમયે
પોતાની ભાષામાં જરૂરિયાત મુજબનું શિક્ષણ મેળવી શખશો.તેમણેજણાવ્યું
હતુંકે,આ ચેનલો દ્વારા પ્રસારિત ઉત્કળષ્ટ
શિક્ષણ લોકભોગ્ય બને તે માટેપણ પ્રયાસો કરવામાં આવશે.ખાસ કરીને છેવાડાના
માનવી સુધી શિક્ષણના વ્યાપને વધારવાઆ ચેનલો મહત્વનું માધ્યમ બનશે તેમ પણ
તેમણે જણાવ્યું હતું.
HSC 1st Semester Examination time table 2015 | ||||
HSC 3rd Semester Examination time table 2015 | ||||
બંધ થયેલ શાળાઓના Index no. રદ કરવા બાબતે |