આજનો વિચાર
- શાંતિથી ક્રોધને,નમ્રતાથી માનને, સરળતાથી માયાને તેમજ સંતોષથી લોભને જીતવો જોઈએ.
ડાઉનલોડ માટે અહી ક્લિક કરો |
૭માં વેતનપંચમાં સરેરાશ ર૬% વધારો થવાની શકયતાઃ રિપોર્ટ સપ્ટેમ્બરમાં સોંપાશેઃ રેલ્વેના કર્મચારીઓએ વન રેન્ક, વન પેન્શનની માંગણી કરી
નવી
દિલ્હી તા.૧૭ : કેન્દ્રીય કર્મચારીઓને ૭મા વેતનપંચમાં સરેરાશ ર૬ ટકા
જેટલો વેતન વધારો મળે તેવી શકયતા છે. વેતનપંચ પોતાનો રિપોર્ટ સરકારને આ
મહિનાને બદલે સપ્ટેમ્બરમાં સોંપે તેવી શકયતા છે. દરમિયાન રેલ્વેના
કર્મચારીઓએ વન રેન્ક, વન પેન્શનની માંગણી કરી છે. જો સંરક્ષણ વિભાગ આવો
લાભ આપી શકતો હોય તો રેલ્વેના કર્મચારીઓને કેમ નહી ? રેલ્વે બાદ બીજા
વિભાગો પણ આ પ્રકારની માંગણી કરે તેવી શકયતા છે. રેલ્વેનું ર૦૧પ-૧૬નું
પગાર અને ભથ્થાનું બીલ રૂા.૬ર૪૧૦ કરોડ થવાની શકયતા છે. જયારે બજેટ આંકડા
મુજબ કેન્દ્રીય કર્મચારીઓનું કુલ વેતન બીલ રૂા.૧,૪૯,પર૪ કરોડ થશે. જેમાં
રેલ્વેના કર્મચારીઓની હિસ્સેદારી ૪ર ટકા છે. જો કે ૭મુ વેતનપંચ રેલ્વે
માટે વન રેન્ક, વન પેન્શનની માંગણી સ્વીકારશે નહી તેવુ જણાય છે.