HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

17 ઑગસ્ટ, 2015

અવકાશ વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈ

અમદાવાદનો આકાશવીર

       અમદાવાદના ઉનાળાની ગરમીથી બચવા એક ધનાઢ્ય કુટુંબ સિમલા જતું. આ ઉદ્યોગપતિને તેમની અમદાવાદ ઓફિસના સરનામે આવેલી ટપાલ, ટપાલખાતા સાથે થયેલી સમજૂતી પ્રમાણે, રોજ સિમલા પહોંચતી. આ કુટુંબના એક નાના બાળકને કુતૂહલ થતું કે મારા માટે પણ ટપાલ શા માટે નથી આવતી ! બસ તેણે વિચાર કરી લીધો અને પોતે જ પોતાને કાગળ લખી, એના ઉપર સિમલાનું સરનામું લખીને ટપાલપેટીમાં નાખી આવતો. એને પણ રોજ ટપાલ મળતી થઈ ગઈ.
   એ બાળકને એ વખતે ખબર નહોતી કે, એની કોઈક જુદી જ જાતની સામગ્રી, દૂર… બહુ દૂર … અવકાશમાં પણ પહોંચી જવાની છે,
   તમે જાણો છો- એ અમદાવાદી કોણ હતો?
Vikram Sarabhai
       આ બાળક તે બીજું કોઈ નહિ, પણ ભારતના જાણીતા અવકાશ વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈ. ૧૨મી ઓગસ્ટ, ૧૯૧૯ના રોજ જાણીતા ઉદ્યોગપતિ અંબાલાલ સારાભાઈ અને માતા સરલાદેવીને ત્યાં તેમનો જન્મ થયો. કુટુંબની પોતાની શાળા હતી, એટલે એમણે પ્રાથમિક શિક્ષણ કુટુંબની શાળામાં જ લીધું.
     વિક્રમને નાનપણથી જ ગણિત અને વિજ્ઞાનમાં રસ હતો. વેકેશનમાં પણ એ ગણિત અને વિજ્ઞાનનાં પુસ્તકો વાંચતા. ઈન્ટર સાયન્સ સુધીનો અભ્યાસ અમદાવાદમાં જ પૂરો કરીને  વિક્રમ ઉચ્ચ અભ્યાસ માટે ઈંગ્લેન્ડ ગયા. ૧૯૩૯માં માત્ર ૨૦ વર્ષની વયે એ વિજ્ઞાનના વિષય સાથે ગ્રેજ્યુએટ થયા. વધારે અભ્યાસ કરવા ત્યાં રોકાવાની તેમની ઈચ્છા હતી, પણ બીજું વિશ્વયુદ્ધ  શરૂ થઈ જવાથી તે  ભારત પાછા આવી ગયા.
      ભારત પાછા ફર્યા બાદ ભારતની સર્વશ્રેષ્ઠ વૈજ્ઞાનિક સંસ્થા બેંગલોરની ઈન્ડીઅન ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સમાં મહાન વૈજ્ઞાનિક સર સી. વી. રામનના હાથ નીચે કામ કરવા જોડાયા.
     ૧૯૪૨માં વિક્રમનાં લગ્ન જાણીતી નૃત્યાંગના મૃણાલિની સાથે થયાં. વિક્રમ સારાભાઈ અને મૃણાલિની સારાભાઈનાં બે પ્રતિભાશાળી બાળકો એ ભારતભરમાં જાણીતાં કલાકાર અને સમાજસેવી પદ્મવિભુષણ મલ્લિકા સારાભાઈ અને પદ્મશ્રી કાર્તિકેય સારાભાઈ.
      ૧૯૪૫માં વિશ્વયુદ્ધ  પૂરું થતાં વિક્રમ પાછા પોતાનું ભણતર પૂરું કરવા ઈંગ્લેન્ડ ગયા અને પીએચ. ડી.ની ડિગ્રી મેળવી ભારત પાછા ફર્યા. ભારત પાછા ફર્યા બાદ ૧૯૪૮માં તેમણે અમદાવાદમાં ફિઝીકલ રીસર્ચ લેબોરેટરીની સ્થાપના કરી. અહીં એમણે અવિરત મહેનત કરી ઘણા યુવકોને સારા વૈજ્ઞાનિક બનવાની તાલીમ આપી. થોડાં વર્ષોમાં જ આ સંસ્થાની ગણતરી વિશ્વની મહત્ત્વની સંસ્થાઓમાં થવા લાગી. ૧૯૫૫માં તેમણે આવી જ બીજી સંસ્થા કાશ્મીરના ગુલમર્ગમાં ઊભી કરી અને ત્યાં વિકિરણો અંગે ઉચ્ચ કોટિની શોધખોળનું કામ કર્યું.
     ૧૯૫૭થી દુનિયાના આગળ પડતા દેશોમાં અવકાશની શોધખોળ શરૂ થઈ ગએલી. વિક્રમ સારાભાઈના આગ્રહથી ૧૯૬૨માં ભારતમાં પણ આ ક્ષેત્રમાં કામ શરૂ થયું. જે સંસ્થાની સ્થાપના થઈ, તેની આગેવાની વિક્રમ સારાભાઈને સોંપવામાં આવી. આજે આપણે અતિશય શક્તિશાળી રોકેટ અવકાશમાં છોડી શકીએ છીએ તેની શરૂઆત ડૉ. વિક્રમ સારાભાઈએ કરેલી. દક્ષિણ ભારતમાં થુંબા નામની જગ્યાએથી એમણે રોહિણી નામનું પહેલું રોકેટ આકાશમાં ઊડાડ્યું હતું.
        ૧૯૬૬માં ભારતના મહાન અણુવૈજ્ઞાનિક ડો. હોમી ભાભાનું એક વિમાન અકસ્માતમાં મૃત્યુ થતાં, ડો. વિક્રમ સારાભાઈને અણુવિજ્ઞાનની શોધખોળ  વિભાગની પણ જવાબદારી સોંપવામાં આવી.
     એમના જીવનકાળ દરમ્યાન, ડો. વિક્રમ સારાભાઈને દેશમાં અને પરદેશમાં અનેક માનસન્માન મળ્યાં હતાં. રાતદિવસ વિજ્ઞાનના વિકાસ અને એ દ્વારા દેશસેવામાં એમનું જીવન વ્યતીત થયું. ૩૦મી ડીસેમ્બર, ૧૯૭૧ના થુંબામાં બાવન વર્ષની વયે જ પોતાનું કામ કરતાંકરતાં જ તેમનું મૃત્યુ થયું.
1972-Vikram_Sarabhai (1)
     પ્રત્યેક દાયકામાં ભારતમાં આવા સપૂતોએ જન્મ લઈ ભારતનું નામ દુનિયાભરમાં ગૌરવાકિંત કર્યું છે.

Get Update Easy