આજનો વિચાર
વિપરીત પરિસ્થિતિમાં ખડકની જેમ અડગ રહો પરિસ્થિતિ પલટાતાં વાર નહીં લાગે.શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ૧૮મી ઓક્ટોબરે લેવાશે
૨૮મી ઓગસ્ટ સુધી ઓનલાઈન અરજી કરાશે : પરીક્ષા યોજવા સાથે સંબંધિત જાહેરનામુ જારી કરી દેવાયું,રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોની દર વર્ષે શિક્ષણ શિષ્યવૃતિ માટે ખાસ પરીક્ષા લેવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષે આ પરીક્ષા ૧૮ ઓક્ટોમ્બરે લેવાનો કાર્યક્રમનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જે મુજબ તાલુકા કક્ષાએ લેવાતી પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓ આગામી ૨૮ ઓગસ્ટ સુધી શિષ્યવૃતિ પરીક્ષામાં ભાગ લેવા માટે પોતાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાશે. પ્રાપ્ત થતી માહિતી મુજબ રાજય સરકાર દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોની દર વર્ષે શિક્ષણ શિષ્યવૃતિ આપવામાં આવે છે. આ શિષ્યવૃતિ માટે વિદ્યાર્થીઓની પસંદગી માટે રાજય પરીક્ષા બોર્ડ દ્વારા દર વર્ષે ખાસ પરીક્ષા લેવામાં આવે છે. પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ માટે ધોરણ-૫માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને માધ્યમિક શિષ્યવૃત્તિ માટે ધોરણ ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ તેમની છેલ્લી પરીક્ષા ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ સાથે પાસ કરી હોવી જરૂરી છે. આવા વિદ્યાર્થી આ પરીક્ષામાં ભાગ લઈ શકે છે. ત્યારે ચાલુ વર્ષે આ પરીક્ષા ૧૮ ઓક્ટોમ્બરે લેવાનો કાર્યક્રમનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે મુજબ તાલુકા કક્ષાએ લેવાતી પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓ આગામી ૨૮ ઓગસ્ટ સુધી શિષ્યવૃતિ પરીક્ષામાં ભાગ લેવા માટે પોતાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. શાળા દ્વારા ભરાયેલા આવેદનપત્રો તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાસનાધિકારીની કચેરીએ ૩૦ ઓગસ્ટ સુધીમાં જમા કરાવવાના રહેશે. બન્્નો વિભાગની પરીક્ષાનું પ્રશ્નપત્ર હેતુલક્ષી અને બહુ વિકલ્પીય સ્વરૂપનું અને ૧૦૦-૧૦૦ ગુણનું રહેશે. પરીક્ષાનું માધ્યમ મફ્ત ગુજરાતી રહેશે. અન્ય માધ્યમના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. પરંતુ પ્રશ્નપત્ર ગુજરાતીમાં રહેશે.ઓએમઆર સ્વરૂપના પ્રશ્નપત્રમાં આપેલા વિકલ્પોમાં સાચા વિકલ્પ સામે કુંડાળાને બોલપેનથી સંપૂર્ણ ધટ કરવાના રહેશે.
શિક્ષકોના રાજ્ય પરિતોષિક એવોર્ડ જાહેર-2015