નિબંધ લેખન - 15મી ઓગસ્ટ અથવા સ્વતંત્રતા દિવસ
ભારત એક વિશાળ દેશ છે. તેમા અનેક
ધર્માનુયાયી વિવિધ જાતિયો વિવિધ ભાષા બોલનારા લોકો રહે છે. વેશભૂષા ખાન-પાન
બોલચાલની દ્રષ્ટિએ વિવિધતા લક્ષિત થાય છે. પણ આ અનેકતાની પાછળ એકતાની
ભાવના ચોક્કસ રહેલી છે. આ અહીની સામાજીક સંસ્કૃતિની વિશેષતા રહી છે.
એકતાની આ અનુભૂતિને આપણે સામાજીક રાજનૈતિક
જીવનના નિર્માણમાં મદદ કરી છે. આપણા દેશમાં ધર્મ અને મજહબને માનવાની પુર્ણ
સ્વતંત્રતા છે. પણ તેનો અયોગ્ય લાભ ન ઉઠાવવો જોઈએ. ધર્મ અને મજહબ ત્યા સુધી
છે જ્યા સુધી દેશ સુરક્ષિત છે.
જો દેશની સ્વતંત્રતા જ સંકટમાં પડી જશે તો
આપણે અને આપણો ધર્મ ક્યાયના નહી રહે. આપણે એ વાતોને પ્રોત્સાહિત કરવાની છે
જેમા એકતાની ભાવના મજબૂત થાય છે. ભાવનાત્મકતા એકતાની સૌથી મોટી જરૂરિયાત
છે.
એ હ્રદય નહી પત્થર છે. જેમા સ્વદેશનો પ્રેમ નથી
વાસ્તવમાં માતા અને માતૃભૂમિના મોહથી
મનુષ્ય મૃત્યુ સુધી મુક્ત નથી થતો. આ બંનેના એટલા ઉપકાર હોય છે કે માનવ
તેમાંથી આજીવન ઋણમુક્ત નથી થઈ શકતો. માતૃભૂમીના સન્માનની રક્ષા માટે તે
પોતાનુ બલિદાન આપવામાં પરમ આનંદ અનુભવે છે. દેશહિત માટે પોતાનુ સર્વસ્ત્ર
બલિદાન કરવામાં જે સુખ શાંતિ મળે છે તેનુ મૂલ્ય કોઈ સાચો દેશ ભક્ત જ સમજી
શકે છે.
દેશ સેવા અને પરોપકાર જ તેનો ધર્મ હોય છે.
દેશવાસીઓના સુખ દુખમાં જ તેનુ સુખ દુખ રહેલુ હોય છે. તેની અંતરાત્મા
સ્વાથરહિત હોય છે દેશની સર્વાગીણ ઉન્નતિ માટે સ્વદેશ પ્રેમ પરમ જરૂરી છે.
જે દેશના નિવાસી પોતાના દેશના કલ્યાણમાં પોતાનુ કલ્યાણ પોતાના દેશના
અભ્યુદયમાં પોતાનો ઉદય સમજવો જોઈએ.
ગર્વની આ અનુભૂતિ તણાવ અને નિરાશાની સૌથી
હતાશ ભરેલ આ ક્ષણમાં એક અરબ લોકોના આત્મબળને ઉંચુ ઉઠાવી શકે છે. સ્વતંત્ર
ભારતની પ્રગતિપર ગર્વ કરવા લાયક.. જય હિંદ.
ભારતના આગળ ધપતા ડગ...પ્રગતિના પથ પર અગ્રેસર ભારત
ભારત નિરંતર પ્રગતિના પથ પર વિકસિત થતુ જઈ
રહ્યુ છે. આઝાદ ભારતે પોતાની એક લાંબી યાત્રા પૂરી કરી લીધી છે. હવે તેની
યોજનાઓનો ઉકેલ શરૂ થઈ ગયો છે. પોતાની સફળતાઓને આપણે મોટાભાગે ઓછી જ આંકીએ
છીએ. ગર્વની અનુભૂતિમાં એ તાકત છે જે દેશના લોકોમાં આશાઓની કિરણનો નવો
સંચાર કરીને તેમને સામાન્યથી અસામાન્ય ઉંચાઈઓ સુધી પહોંચાડીએ દે છે.
દેશ ભક્તિનું ગીત - ઝંડા ઊંચા રહે હમારા
સદા શક્તિ સરસાને વાલા, પ્રેમ સુધા બરસાને વાલા.
વીરો કો હર્ષાને વાલા, માતૃભૂમિ કા તનમન સારા. ઝંડા
ઈસ ઝંડે કે નીચે નિર્ભય, લેં સ્વરાજ્ય યહ અવિચલ નિશ્વય,
બોલો ભારત માતાકી જય ! સ્વતંત્રતા હી ધ્યેય હમારા. ઝંડા.
આઓ પ્યારે વીરોં આવો, દેશધર્મ પર બલિ બલિ જાઓ,
એક સાથ સબ મિલકર ગાઓ : પ્યારા ભારત દેશ હમારા. ઝંડા.
શાન ન ઈસ કી જાને પાયે, ચાહે જાન ભલે હી જાય,
વિશ્વ વિજય કર કે દિખલાયે, તબ હોવે પ્રણ પૂર્ણ હમારા. ઝંડા...