આઈન્સ્ટાઈનને ટેક્નિકલ કોલેજમાં પ્રવેશ મળ્યો નહતો (કભી કભી)આ લ્બર્ટ આઈન્સ્ટાઈન.
તેઓ ગઈ સદીના વિશ્વ વિખ્યાત વૈજ્ઞાનિક હતા. થિયરી ઓફ રિલેટિવિટી અર્થાત્ સાપેક્ષવાદનો સિદ્ધાંત શોધનાર આ મહાન વિજ્ઞાનીની થિયરી પર જ અન્ય વિજ્ઞાનીઓએ અણુબોમ્બ બનાવ્યો.અલબત્ત, આઈન્સ્ટાઈન ખુદ અત્યંત શાંતિપ્રિય માનવી હતા. તેમને ખુદને ખબર નહોતી કે, તેમણે શોધેલી થિયરીનો ઉપયોગ માનવસંહાર કરવા અણુબોમ્બ બનાવવા માટે થશે.
આલ્બર્ટ આઈન્સ્ટાઈન યહૂદી પરિવારમાં તા. ૧૪ માર્ચ, ૧૮૭૯ના રોજ જર્મનીમાં જન્મ્યા હતા. વિશ્વમાં આઈન્સ્ટાઈન જેવો કોઈ તીવ્ર બુદ્ધિશાળી વૈજ્ઞાનિક શોધવો મુશ્કેલ છે ત્યારે જાણવા જેવી વાત એ છે કે, તેઓ ત્રણથી ચાર વર્ષના થયા ત્યાં સુધી બોલી શક્તા નહોતા. તેઓ સાત વર્ષના થયા ત્યાં સુધી તેમને વાંચતાં આવડતું નહોતું. તેઓ નીચું મોં રાખીને એક આળસુની જેમ સ્કૂલમાં જતા હતા. સ્કૂલમાં ભણતા હતા ત્યારે તેમને તેમના ઘરનું સરનામું પણ યાદ રહેતું નહોતું.
આ જ આઈન્સ્ટાઈન એક દિવસ વિશ્વના સૌથી વિખ્યાત ભૌતિકશાસ્ત્રી તરીકે નામના પામ્યા. ૧૮૯૮માં તેઓ મિલેવા મેરિક નામની યુવતીના પ્રેમમાં પડયા. તેઓ લિસર્લ નામની દીકરીના પિતા બન્યા. ૧૯૦૨માં તેમણે સ્વિસ પેટન્ટ ઓફિસમાં કામ શરૂ કર્યું. ૧૯૦૫માં તેમની થિયરી ઓફ રિલેટિવિટી પ્રગટ થઈ. ૧૯૧૪માં જર્મનીની યુનિવર્સિટી ઓફ બર્લિનમાં પ્રોફેસર બન્યા. પત્ની મિલેવા સાથેના લગ્નજીવનનો અંત આવ્યો. ૧૯૧૫માં તેમની થિયરી ઓફ રિલેટિવિટી પૂર્ણ કરી.
૧૯૧૭માં આઈન્સ્ટાઈન અચાનક મૂર્છિત થઈ પડી ગયા. તેઓ મૃત્યુની નજીક હતા. એ વખતે તેમની કઝીન એલ્સાએ તેમની દેખરેખ રાખી અને તેમને સ્વસ્થ કર્યા. ૧૯૧૯માં તેઓે એલ્સા સાથે પરણ્યા. ૧૯૨૨માં આઈન્સ્ટાઈનને ફિઝિક્સમાં તેમના સંશોધન માટે નોબેલ પ્રાઈઝ મળ્યું. એ સમયે જર્મનીમાં નાઝીઓ દ્વારા યહૂદીઓને ભારે સતામણી થતી હતી. એ કારણે ૧૯૩૩માં તેઓ પત્ની એલ્સા સાથે અમેરિકા હિઝરત કરી ગયા. અમેરિકામાં ન્યૂજર્સીના પ્રિન્સ્ટન વિસ્તારમાં તેઓ રહેવા લાગ્યા. ૧૯૩૬માં એલ્સાનું મૃત્યુ થયું. ૧૯૩૯માં તેમણે એ વખતના અમેરિકના પ્રેસિડેન્ટ ફેંકલીન ડી.રુઝવેલ્ટને પત્ર લખી ચેતવણી આપી કે જર્મની અણુબોમ્બ બનાવી રહ્યું છે, તેઓ અમેરિકામાં રહેતા હતા, પરંતુ તેમનું સ્વિસ નાગરિકત્વ જાળવી રાખ્યું.
કહેવાય છે કે આ વિશ્વવિખ્યાત માનવી એબસન્ટમાઈન્ડેડ પણ હતા. તેમના જીવનની કેટલીક વાતો અજીબોગરીબ છે. તેઓ ચાર વર્ષની વય સુધી બોલતા જ નહોતા અને એ કારણે તેમના માતા-પિતાને ચિંતા થતી હતી પરંતુ એક સાંજે બધાં જમવા બેઠા હતા ત્યારે આલ્બર્ટ પહેલી જ વારે પોતાની જીભ ઉઘાડતાં કહ્યું: ''સૂપ બહુ જ ગરમ છે.''
આ પહેલાં તેઓ એક શબ્દ બોલ્યા નહોતા. પુત્રને પહેલી જ વાર બોલતો જોઈ માતા-પિતાને રાહત થઈ હતી. અલબત્ત એ વખતે તેમના માતા-પિતાએ પુત્રને પૂછયું: ''બેટા, અત્યાર સુધી તું કેમ બોલતો નહોતો?''
નાનકડા આલ્બર્ટે જવાબ આપ્યો હતો : ''કારણ કે અત્યાર સુધી બધું વ્યવસ્થિત હતું.''
આલ્બર્ટ આઈન્સ્ટાઈન વિશેની અનેક રસપ્રદ વાતો છે. ૧૯૬૫માં તેઓ પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં ગયા. કોઈએ તેમને પૂછયું: ''તમને અભ્યાસ માટે કોઈ ચીજવસ્તુની જરૂર છે?''
આલ્બર્ટ આઈન્સ્ટાઈને કહ્યું: ''એક ટેબલ, થોડાંક પેડ, એક પેન્સિલ અને બહુ મોટી કચરાપેટી, જેથી હું મારી ઘણી બધી ભૂલો તેમાં નાંખી શકું.''
એક વાર એક પંદર વર્ષની વિદ્યાર્થિનીએ ગણિતમાં મદદરૂપ થવા તેમને વિનંતી કરતો પત્ર લખ્યો. આઈન્સ્ટાઈને તે વિદ્યાર્થિનીને એક આખું પાનું ડાયાગ્રામથી ભરીને મોકલ્યું અને જણાવ્યું કે, ''ગણિતમાં તને જે મુશ્કેલીઓ પડે છે તેની ચિંતા કરીશ નહીં. ગણિતમાં તારા કરતાં મને વધુ મુશ્કેલીઓ પડે છે.''
ન્યુયોર્કના મેનહટન વિસ્તારમાં આવેલા એક ચર્ચમાં એ વખતના વિદ્વાન આઠ મોટા વિજ્ઞાનીઓની પ્રતિમાઓ મૂકવાનો નિર્ણય થયો. તેમાં આઈન્સટાઈનની પ્રતિમા પણ મૂકવામાં આવી હતી. આ અંગે આઈન્સ્ટાઈનને પૂછવામાંઆવ્યું કે, ''તમે હવે અમર થઈ જશો. આ અંગે તમારી શું પ્રતિક્રિયા છે?''
આઈન્સ્ટાઈને કહ્યું: ''હવે આજથી હું જીવું ત્યાં સુધી હું કોઈ કૌભાંડ ના કરું તેની મારે કાળજી રાખવી પડશે.''
એકવાર સોરબોર્ન ખાતે પ્રવચન આપતાં આઈન્સ્ટાઈને કહ્યું કે, '' જો મારી રિલેટિવિટીની થિયરી સાચી ઠરશે તો જર્મની મને જર્મન જાહેર કરશે, અને ફ્રાન્સ મને 'વિશ્વ નાગરિક' કહેશે, પરંતુ મારી આ થિયરી ખોટી સાબિત થશે તો ફ્રાન્સ કહેશે કે હું જર્મન છું અને જર્મની કહેશે કે હું યહૂદી છું.''
એક મેળાવડા દરમિયાન તેમની હોસ્ટેસે આઈન્સ્ટાઈનને તેમની થિયરી ઓફ રિલેટિવિટી સમજાવવા કહ્યું. એ પછી આઈન્સ્ટાઈને કહ્યું: ''મેડમ! એક વાર કોઈ એક દેશમાં હું મારા એક અંધ મિત્ર સાથે ગરમીમાં ચાલવા નીકળ્યો હતો. મેં મારા મિત્રને કહ્યું: મારે દૂધનું પીણું પણ પીવું છે.''
મારા મિત્રએ કહ્યું: ''પીણું એ તો હું સમજ્યો, પણ દૂધ શું છે?''
મેં કહ્યું: ''સફેદ પ્રવાહી.''
એણે પૂછયું: ''પ્રવાહી હું જાણું છું પરંતુ સફેદ શું છે?''
મેં કહ્યું: '' બગલાની પાંખોનો જે રંગ હોય છે તે.''
મિત્રએ કહ્યું: ''પાંખો હું જાણું છું પણ બગલો શું છે?''
મેં કહ્યું: ''જે પક્ષીને ખંધી ડોક હોય છે તે.''
મિત્રએ પૂછયું: ''ડોક હું જાણું છું પણ ખંધું એટલે શું?''
આટલું સાંભળ્યા બાદ મેં મારી ધીરજ ગૂમાવી. મેં એનો હાથ પકડી મચકોડી નાંખ્યો, તે પછી સીધો કર્યો એટલું કર્યા પછી મેં કહ્યું: ''આનું નામ ખંધો.''
તે પછી મારો પ્રજ્ઞાચક્ષુ મિત્ર બોલ્યોઃ ''ઓહ! હવે મને સમજાયું કે દૂધ એટલે શું?''
આલ્બર્ટ આઈન્સ્ટાઈન પ્રિન્સ્ટનમાં પ્રોફેસર હતા તે દરમિયાન પરીક્ષા બાદ એક વિદ્યાર્થી તેમની પાસે આવ્યો અને કહેવા લાગ્યો, '' પ્રોફેસર! આ વખતની વાર્ષિક પરીક્ષાના પ્રશ્નો ગયા વર્ષની પરીક્ષાની જેમ જ સાવ સરળ હતા.''
આઈન્સ્ટાઈને કહ્યું: ''હા, સાચી વાત છે, પણ આ વર્ષે બધા જ જવાબો મુશ્કેલ હશે.''
એક વાર કોઈએ આઈન્સ્ટાઈનના પત્નીને પૂછયું: ''શું તમને તમારા પતિની થિયરી ઓફ રિલેટિવિટીમાં સમજ પડે છે?''
પત્નીએ કહ્યું: ''ના. પરંતુ હું મારા પતિને બરાબર જાણું છું. તમે તેમની પર વિશ્વાસ મૂકી શકો છો.''
૧૯૩૧માં ચાર્લી ચેપ્લીન અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન હોલીવુડમાં ચેપ્લીનની નવી ફિલ્મ 'સિટી લાઈટસ'ના પ્રાઈવેટ સ્ક્રીનિંગમાં હાજરી આપવા સાથે ગયા અને સાથે ચાલતા હતા. તેમને જે જે લોકો જોતા હતા તેઓ ચિચિયારીઓ પાડીને તેમનું અભિવાદન કરતા હતા. આ દૃશ્ય જોયા પછી આઈન્સ્ટાઈને પૂછયું:''આ બધા લોકો આપણને જોઈને આટલી બધી તાળીઓ કેમ પાડે છે?''
ચાર્લી ચેપ્લીને આલ્બર્ટ આઈન્સ્ટાઈનને કહ્યું: ''લોકો તમને જોઈને તાળીઓ એટલા માટે પાડે છે કે કોઈ તમને (તમારી થિયરીને) સમજી શક્તું નથી અને મને જોઈને તાળીઓ એટલા માટે પાડે છે કે એ બધાં મને સમજી શકે છે.''
આ બધી સુંદર કથાઓ આલ્બર્ટ આઈન્સ્ટાઈનના જીવનની છે. સૌથી મોટી જાણવા જેવી વાત એે છે કે, આલ્બર્ટ આઈન્સ્ટાઈન જ્યારે નાના હતા અને જર્મનીની મ્યુનિક ટેક્નિકલ ઈન્સ્ટિટયૂટમાં પ્રવેશ લેવા ગયા ત્યારે ઈન્સ્ટિટયૂટે તેમને એડમિશન આપવાનો ઈન્કાર કરતાં કહ્યું હતું: ''એક વિદ્યાર્થી તરીકે તમે આશાસ્પદ કે તેજસ્વી નથી.''
એ જ આલ્બર્ટ આઈન્સ્ટાઈન ૧૯૦૫માં વિશ્વને થિયરી ઓફ રિલેટિવિટી આપી અને નોબેલ પ્રાઈઝના હકદાર પણ બન્યા.
સ્કૂલો- કોલેજો શરૂ થઈ રહી છે ત્યારે તમારું બાળક શરૂઆતમાં સ્કૂલમાં તેજસ્વી ના જણાય તો તેને હડધૂત કરશો નહીં. કોઈવાર આવાં જ બાળકો વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક પણ બની શકે છે.
- દેવેન્દ્ર પટેલ
શિક્ષક અને મુખ્ય શિક્ષક માટેની પરીક્ષાની તારીખ જાહેર
|
||
•
ટેટ-૨ની પરીક્ષા ૧૯ જુલાઈએ,
ટેટ-૧ની ૨૩ ઓગસ્ટે અને
એચટાટની ૨૦ સપ્ટેમ્બરે યોજાશેરાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવનારી ટેટ-૨,
ટેટ-૧ અને એચટાટની પરીક્ષાની
તારીખો જાહેર કરી દેવાઈ છે. આ માટે આગામી દિવસોમાં ફોર્મ ભરવા સહિતની
પ્રક્રિયાનો પ્રારંભ થશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. પ્રાઈમરીમાં શિક્ષક
બનવા માટે ટેટ-૧ અને અપર પ્રાઈમરીમાં શિક્ષક બનવા માટે ટેટ-૨ની પરીક્ષા
લેવાય છે. ઉપરાંત સીધી ભરતીથી મુખ્ય શિક્ષક બનવા માટે એચટાટની પરીક્ષા
લેવાય છે. ટેટ-૨ની પરીક્ષા ૧૯ જુલાઈ, ર૦૧૫ના રોજ લેવાશે.ત્યાર બાદ
ટેટ-૧ની પરીક્ષા ૨૩ ઓગસ્ટ,
૨૦૧૫ના રોજ અને મુખ્ય શિક્ષક
માટેની એચટાટની પરીક્ષા ૨૦ સપ્ટેમ્બરના રોજ લેવાશે.પરીક્ષા બોર્ડે
પરીક્ષાનો કાર્યક્રમ તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને મોકલી આપ્યો છે. જેને લઈને
ડીઈઓ દ્વારા તમામ સ્કૂલોને પરિપત્ર કરી આ પરીક્ષા યોજવા અંગે તેમની પાસેથી સંમતિપત્ર મંગાવ્યું
છે. પરીક્ષાના દિવસોમાં અન્ય કોઈ એજન્સીને પરીક્ષા
માટે બિલ્ડિંગ
નહીં આપવાની સૂચના પણ અપાઈ છે.
ધોરણ - ૧૦ નું માસવાર આયોજન પી.ડી.એફ. અહી કિલક કરો ધોરણ - ૯ નો માસવાર આયોજન પી.ડી.એફ . અહી કિલક કરો ધોરણ-૧૨ આર્ટસ /કોમર્સ માસવાર આયોજન પી.ડી.એફ. અહી કિલક કરો ધોરણ-૧૧ આર્ટસ /કોમર્સ માસવાર આયોજન પી.ડી.એફ. અહી કિલક કરો વિદ્યા દીપ યોજના નું ફોર્મ પી.ડી.એફ. અહી કિલક કરો .pgondaliya
|