HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

17 જૂન, 2015

21મી જૂન - વિશ્વ યોગ દિન



IDY Logo in English  
UN International Day of Yoga
Official name International Day of Yoga - IDY
Also called Yoga Day, World Yoga Day
Observed by Worldwide
Type United Nations
Celebrations Yoga, Meditation, meetings, discussions, cultural performances
Date 21 June
Next time 21 June 2015
Frequency Annual

  • ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત 21મી જૂન -વિડિયો -ડાઉનલોડ
  • યોગ આસનોની ચિત્ર સાથેની સમાજ - pdf ફાઇલ -ડાઉનલોડ 

યોગ » યોગાસન

સૂર્ય નમસ્કારથી રહો એકદમ ફિટ

 
અહી બતાવેલ એક્સરસાઈઝના 12 સ્ટેપ્સ સવારે કરો અને આખો દિવસ એનર્જીની સાથે કામ કરો. આ 12 સ્ટેપ્સ સૂર્યની 12 સ્થિતિઓ પર આધારિત છે. તેમા સૌથી પહેલા ઉગતા સૂરજને નમસ્કાર કરો. આ વોર્મિંગ અપ એક્સરસાઈઝ છે. તેને કર્યા બાદ તમે બીજા સ્ટેપ્સ એક પછી એક કરો. તેને કરવાથી મસલ્સમાં ખેંચ અને રીઢમાં લચીલુપન આવે છે. આ કમરને શેપ આપવા અને પાતળુ કરવામાં પણ મદદ કરે છે. 
1. તમારા પગ અને પંજાને ભેગા કરીને સીધા ઉભા રહો. હથેળીઓને એ રીતે મેળવો જેવી કે તમે હાથ જોડીને પ્રાર્થના કરી રહ્યા હોય. સંતુલન બનાવી મુકો અને આરામથી શ્વાસ લો.
2. હવે શ્વાસ ખેંચીને હથેળીઓ જોડીલે રાખીને હાથ ઉપરની તરફ લઈ જાવ, કમર અને જાંઘમાં ખેંચ અનુભવ કરતા અને હાથને જોડતા જેટલુ શક્ય હોય તેટલા પાછળની તરફ ખેંચો. પગને સીધા મુકો અને ગરદન પણ એકદમ સીધી રાખો.
3. શ્વાસ છોડીને સામેની બાજુ નમો, તમારી હથેળીઓને પંજાની જેમ જમીન પર ટેકવો. તમારો ચેહરો ઘૂંટણની સામે મુકો અને ઘૂંટણ સીધા રાખો. તમારી હથેળીઓ દ્વારા જમીન પર દબાણ નાખવાનો પ્રયત્ન કરો. પછી આરામની મુદ્રામાં પરત આવો.
4. શ્વાસ ખેંચતા જમીન પર બેસેલ વધુ એક પગને વાળતા તમારા હાથની કોણી પાસે લાવો. સામેની તરફ સીધા જુઓ અને એક પગ પાછળની બાજુ ખેંચો, પીઠને પાછળની તરફ ખેંચો. તેના પગના જમીન સાથે અડાવો. પછી આરામની મુદ્રામાં આવો.
5. શ્વાસને રોકતા પગને પાછળની તરફ ખેંચો અને બંને પગને એક સાથે જોડીને મેળવો. હાથને સીધો મુકતા હથેળીઓને દબાવથી શરીરને ઉપર ઉઠાવો. સાથે જ પગના પંજાથી પણ શરીઅને ઉઠાવવામાં સપોટ આપો. શરીરને એક લાઈનમાં સીધો મુકો. નીચેની તરફ માથુ નમાવીને અને તમારા હાથને વચ્ચે જુઓ.
6. શ્વાસ છોડો, તમારી કોણીને વાળીને માથાને જમીન સાથે અડાવો, હથેળીઓ અને પંજા પર શરીરનો ભાર નાખતા શરીઅને સાચવો. પહેલા ઘૂંટણ પછી છાતીને જમીન સાથે અડાવો. પછી માથાને પણ જમીન સાથે અડાડો. પંજાને જમીન પર ટકાવતા નિતંબને થોડા ઉઠાવવાનો પ્રયત્ન કરો.
7. શ્વાસ ખેંચતા હથેળીઓના પ્રેશરથી કમર સુધી શરીરને ઉપર ઉઠાવો, પંજા, ઘૂંટણ અને પેટ જમીનથી અડાવો. પીઠ પર ખેંચ અનુભવ થશે અને પંજાની મદદથી શરીરને પાછળની તરફ ખેંચો.
8. શ્વાસ છોડતા નિંતબને ઉઠાવો. હથેળીઓ સામેની બાજુ જમીન પર અડેલી હોય અને પગને પંજાની મદદથી જાંઘને ઉઠાવતા ખેંચો. ઘૂંટણ સીધા મુકો, ગરદન અંદરની તરફ નમાવીને અને ચેહરાને પોતાના ઘૂંટણની સામે મુકો. આ સ્થિતિ એકદમ 'વી' શેપમાં હોવી જોઈએ.
9. શ્વાસ ખેંચીને જમીન પર બેસો. હાથને સીધા મુકતા હથેળીને જમીન પર મુકો. એક પ્ગને પાછળની તરફ ખેંચો અને એક પગને વાળીને તમારી સામે કોણીથી અડાવીને બંને હથેળીઓની વચ્ચે રાખો. સામેની બાજુ મુકો. પાછળના પગના ઘૂંટણ જમીનને અડેલો હોવો જોઈએ.
10. સીધા ઉભા થઈ જાવ. શ્વાસ છોડીને તમારી બંને હથેળીઓને જમીન પર ટકાવીને નમો. હવે તમારો એક પગ હથેળીઓની વચ્ચે રાખ્કો અને એક પગ આગળવાળા પગથી થોડો દૂર પાછળ મુકો.
11. શ્વાસ ખેંચતા બંને પંજા, પગને મેળવો અને સામેની બાજુ થોડા નમીને હાથને સામેની બાજુ ખેંચતા ખોલો. એ રીતે જે રીતે તમે હાથ વડે કોઈ સામાનને પુશ કરી રહ્યા હોય. નીચેની તરફ જુઓ. માથુ કોણીથી અડાવીને મુકો.
12. સીધા ઉભા રહી જાવ અને શ્વાસ છોડો. હાથને ઢીલા છોડી દો. આરામથી શ્વાસ લો.

યોગ : પેટની ચરબી ઉતારવા ઉપયોગી આસનો

yogasan
 નાજુક કે સુડોળ કમર મેળવવી એ દરેક મહિલાનું એવું સપનું હોય છે જે બહુ ઓછા કિસ્સામાં સફળ થાય છે. કમરનો ઘેરાવ ત્યારે ઓછો લાગે છે જ્યારે પેટની અનાવશ્યક ચરબી દૂર થાય. આના માટે તમારે ભોજન પર તો નિયંત્રણ રાખવું જ જોઇએ, સાથે વ્યાયામ અને જરૂરી યોગાસન પણ કરવા જોઇએ. તમે ઇચ્છો તો આ માટે નીચેના આસનો અજમાવી શકો છો.

1. ભુજંગાસન - આ આસન કરવા માટે પહેલા પેટના બળ પર ઊંઘી જાઓ અને તમારા હાથ આગળની તરફ રાખો. તમારા શરીરના ઉપરના હિસ્સાને હવે ધીમે-ધીમે ઉઠાવો અને ખભાને પાછળની તરફ ઘકેલો. આનાથી તમારી છાતી અને પેટના સ્નાયુઓમાં ખેંચાણ સર્જાશે. આ સ્થિતિમાં લગભગ 10 સેકન્ડ સુધી તમારી જાતને યથાવત રાખો. નિયમિત આ આસન કરવાથી પેટની ચરબી ઘટશે અને સ્નાયુ મજબૂત બનશે.

2. ધનુરાસન - આ આસન કરવા માટે પણ તમારે ઉપર મૂજબ પેટના બળ પર ઊંઘવું પડશે. આ સ્થિતિમાં તમારા હાથ નીચેની તરફ જ રાખો. ધીમે-ધીમે પગ, માથું અને ખભો ઉપરની તરફ ઉઠાવો. સાચી સ્થિતિમાં આવતા તમારા હાથથી પગને કસીને પકડી લો. આ સ્થિતિમાં લગભગ 10 સેકન્ડ સુધી યથાવત રહો. આ આસન કરવાથી તમારા પગ, ખભો અને પેટના સ્નાયુમાં ખેંચાણ સર્જાશે.

3. પશ્ચિમોત્તાનાસન - આ આસન ક્રિયામાં તમારા પગ પર દબાણ પડે છે જેની સીધી અસર પેટની ચરબી પર પડે છે. આ આસન કરવા માટે સીધા ઊંઘી જાઓ. ધીમે-ધીમે તમારા શરીરના ઉપરના હિસ્સાને ઉઠાવો અને બેસી જાઓ. હાથને ઉપર કરો અને આગળની તરફ નમતા તમારા હાથની મદદથી પગને સ્પર્શ કરો. 10 સેકન્ડ સુધી આ સ્થિતિમાં યથાવત રહો. આનાથી તમારું પેટ અંદરની તરફ દબાશે. જો તમારું પેટ વધારે પડતું આગળની તરફ વધી ગયું છે તો આ આસન નિયમિતરૂપે કરવાથી તમને સારો ફાયદો મળશે.
  

Get Update Easy