આજનો વિચાર
- વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તુ નથી.
નવા વર્ષમાં ૨૪૦ દિવસનો શૈક્ષણિક કાર્ય કરવાનું રહેશે
બોર્ડની પરીક્ષા આઠ માર્ચથી શરૂ કરવામાં આવશે : ૮૦ રજાઓ નક્કી કરવામાં આવી : પ્રથમ સત્રમાં ૧૨૧ દિવસ, બીજા સત્રમાં ૧૨૧ દિવસનું શૈક્ષણિક કામ થશેરાજયભરની શાળાઓમાં આવતીકાલથી નવા શૈક્ષનીક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. આ નવા શૈક્ષણિક વર્ષમાં ૨૪૦ દિવસનો શૈક્ષણિક કાર્ય કરવાનું નક્કી કરાયું છે. જ્યારે ૮૦ રજાઓ નક્કી કરાઈ છે. પ્રથમ સત્રમાં ૧૨૧ દિવસ અને બીજા સત્રમાં ૧૨૧ દિવસનું શૈક્ષણિક કાર્ય કરવામાં આવશે. જેમાં બંને સત્રમાં એક-એક દિવસની સ્થાનિક રજાને બાદ કરતાં ૨૪૦ દિવસ શૈક્ષણિક કાર્ય થશે. રાજયમાં પ્રથમ સત્રનો પ્રારંભ આવતીકાલથી થશે અને ૮ નવેમ્બર સુધી ચાલશે.જ્યારે બોર્ડની પરીક્ષાઓ ૮ માર્ચથી શરૂ કરવાનું આયોજન હાથ ધરાયું હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ શૈક્ષણિક વર્ષ ૨૦૧૫-૧૬નાં પ્રથમ સત્રમાં ૧૨૧ દિવસના શૈક્ષણિક કાર્યમાં એક દિવસની સ્થાનિક રજાને બાદ કરતા ૧૨૦ દિવસની શૈક્ષણિક કામગીરી કરવામાં આવશે. ત્યાર બાદ ૯-૧૧-૨૦૧૫થી ૨૧ દિવસનું દિવાળી વેકેશન શરૂ થશે. અને ૧-૫-૨૦૧૬ સુધી ૩૫ દિવસનું ઉનાળું વેકેશન રહેશે. બંને સત્રમાં ૧૧-૧૧ જાહેર રજાઓ મળી કુલ ૨૨ જાહેર રજા રહેશે. બોર્ડ દ્વારા માર્ચ-૨૦૧૫માં લેવામાં આવેલી પરીક્ષાઓમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પૈકી પુરક પરીક્ષાને લાયક વિદ્યાર્થીઓની પુરક પરીક્ષા ૮ જુલાઈથી ૧૧ જુલાઈ દરમયાન લેવામાં આવશે. જ્યારે સ્કુલોની પ્રથમ કસોટીનો ૫-૧૦-૨૦૧૫થી પ્રારંભ થશે અને ૧૪-૧૦-૨૦૧૫ના રોજ ૧૦ દિવસની પ્રથમ કસોટી પૂર્ણ થશે. બોર્ડ દ્વારા દરવર્ષે ઓક્ટોબર માસમાં સાયન્સ સેમેસ્ટર-૧ અને સેમેસ્ટર-૩ની પરીક્ષા લેવામાં આવે છે. પરંતુ આગામી શૈક્ષણિક વર્ષમાં નવેમ્બર માસમાં આ પરીક્ષા યોજાશે. સેમેસ્ટર-૧ અને સેમેસ્ટર-૩ની પરીક્ષાઓ ૨-૧૧-૨૦૧૫થી ૭-૧૧-૨૦૧૫ દરમ્યાન યોજાશે. સ્કુલોની પ્રિલીમ પરીક્ષા ૧-૨-૨૦૧૬થી ૧૦-૨-૨૦૧૬ દરમ્યાન યોજાશે. જ્યારે પ્રખરતા શોધ કસોટી ૧૧-૨-૨૦૧૬થી ૧૩-૨-૨૦૧૬ દરમયાન યોજાશે. બોર્ડની પરીક્ષામાં ફરજીયાત વિષયોની પરીક્ષા લેવાની જવાબદારી સ્કુલોને સોંપવામાં આવી છે. જેથી ફરજીયાત વિષયોની પરીક્ષા ૧૭-૨-૨૦૧૬થી ૨૦-૨-૨૦૧૬ દરમયાન સ્કુલોમાં યોજાશે. અને ત્યાર બાદ સ્કુલોએ બોર્ડએ માર્ક મોકલી આપવાના રહેશે. શિક્ષણ બોર્ડની માર્ચ-૨૦૧૬ની પરીક્ષાઓ ૮ માર્ચથી શરૂ કરવાનું આયોજન છે. અને ૨૨ માર્ચના રોજ પરિક્ષાઓ પૂર્ણ કરી દેવામાં આવશે. પંદર દિવસમાં બોર્ડની ધોરણ-૧૦, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને સાયન્સ ચોથા સેમેસ્ટરની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ બોર્ડ દ્વારા ૨૮ માર્ચથી સાયન્સ બીજા સેમેસ્ટરની પરીક્ષાઓ લેવાની કામગીરી શરૂ કરી દેશે. ૨ એપ્રિલ.૨૦૧૬ના રોજ સાયન્સ બીજા સેમેસ્ટરની પરીક્ષા પૂર્ણ થયા બાદ ૪ એપ્રિલ,૨૦૧૬થી રાજયની સ્કુલોમાં શાળાકીય ર્વાષિક પરીક્ષાઓનો પ્રારંભ થશે.
રજા યાદી - 2015 - 2016
ક્રમ | તારીખ | વાર | રજા ની વિગત | દિવસ | જાહેર\સ્થાનિક | |
1 | 16/07/2015 | શનિવાર | રમઝન ઈદ | 1 | જાહેર | |
2 | 15/08/2015 | શનિવાર | સ્વાતંત્ર્ય દિન | 1 | જાહેર | |
3 | 18/08/2015 | મંગળવાર | પતેતી (પા.નૂ વર્ષ | 1 | જાહેર | |
4 | 29/08/2015 | શનિવાર | રક્ષાબંધન | 1 | જાહેર | |
5 | 04/09/2015 | શુક્રવાર | શીતળા સાતમ | 1 | સ્થાનિક | |
6 | 05/09/2015 | શનિવાર | જન્માષ્ટમી | 1 | જાહેર | |
7 | 17/09/2015 | ગુરુવાર | સંવત્સરી (ગણેશ) | 1 | જાહેર | |
8 | 25/09/2015 | શુક્રવાર | બકરી ઈદ | 1 | જાહેર | |
9 | 02/10/2015 | શુક્રવાર | ગાંધીજયંતી | 1 | જાહેર | |
10 | 22/10/2015 | ગુરુવાર | વિજ્યા દશમી | 1 | જાહેર | |
11 | 24/10/2015 | શનિવાર | મહોરમ | 1 | જાહેર | |
12 | 31/10/2015 | શનિવાર | સરદાર પટેલ જ્યંતી | 1 | જાહેર | |
13 | દિવાળી વેકેશન તા.09/11/15 થી 29/11/15 | 21 | જાહેર | |||
14 | 24/12/2015 | ગુરુવાર | ઈદે-એ-મિલાદ | 1 | જાહેર | |
15 | 25/12/2015 | શુક્રવાર | નાતાલ | 1 | જાહેર | |
16 | 14/01/2016 | ગુરુવાર | મકર સંક્રાંતી | 1 | જાહેર | |
17 | 15/01/2016 | શુક્રવાર | વાસી ઉતરાયણ | 1 | સ્થાનિક | |
18 | 26/01/2016 | મંગળવાર | પ્રજાસત્તાક દિન | 1 | જાહેર | |
19 | 07/03/2016 | સોમવાર | મહા શિવરાત્રી | 1 | જાહેર | |
20 | 24/03/2016 | ગુરુવાર | ધુલેટી | 1 | જાહેર | |
21 | 25/03/2016 | શુક્રવાર | ગ્રુડ ફ્રાઈડે | 1 | જાહેર | |
22 | 09/04/2016 | શનિવાર | ચેટીચાંદ | 1 | જાહેર | |
23 | 14/04/2016 | ગુરુવાર | ડો. બાબા સા. જ્યંતી | 1 | જાહેર | |
24 | 15/04/2016 | શુક્રવાર | રામનવમી | 1 | જાહેર | |
25 | 19/04/2016 | મંગળવાર | મહાવીર જ્યંતી | 1 | જાહેર | |
26 | ઉનાળુ વેકેશન તા ૦2/5/16 થી 05 /6/16 | 35 | જાહેર | |||
કુલ રજા | 80 | જાહેર |