CCC 50 year mukti Notification from government Aa Notification
chhe,paripatra nathi.have paripatra thashe.GR Thya pachhi e lagu pade
વર્ગ બંધ થવાની સ્થિતિમાં અનેક શિક્ષકોને ફાજલ થવાનો ભય
ગુજરાત
માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવામાં આવેલી ધો-૧૦ની પરીક્ષાનંુ
પરિણામ નીચુ આવવાની ભિતિ સેવાઈ રહી છે.પરિણામ નીચુ આવવાના પગલે વર્ગ બંધ
થવાના ફફડાટને લીધે અનેક શિક્ષકોને ફાજલ થવાનો ડર સતાવી રહ્યો છે.
આ અંગે સાંપડતી માહિતી અનુસાર, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં ધો-૧૦ની પરીક્ષા લેવામાં આવી હતી.આ પરીક્ષામાં ગણિત,અંગ્રેજી
અને વિજ્ઞાાન વિષયના પ્રશ્નપત્રો પ્રમાણમાં કઠિન નિકળ્યા હતા.પ્રશ્નપત્રો
કઠિન નિકળવાના પગલે ધો-૧૦નુ પરિણામ નીચુ આવવાની ભીતિ સેવાઈ રહી
છે.ઉલ્લેખનીય છેકે, ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થઈ છે.ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી અંતર્ગત પપેર તપાસનાર કેટલાક શિક્ષકોના જણાવ્યા અનુસાર, ધો-૧૦ની પરીક્ષામાં ગણિત, વિજ્ઞાાન
અને અંગ્રેજી વિષયનુ પેપર પ્રમાણમાં કઠિન નિકળ્યુ હતું.જેની સીધી અસર
પરિણામ પર થઈ છે.જેને લીધે ધો-૧૦નુ પરિણામ નીચુ આવવાની ભીતિ સેવાઈ રહી
છે.જો પરિણામ નીચુ આવે તો વર્ગ બંધ થવાની સ્થિતિ ઉદ્દભવશે.વર્ગ બંધ થવાને
લીધે અનેક શિક્ષકાને પોતે ફાજલ થવાનો ભય સતાવી રહ્યો છે.આ સ્થિતિમાં શિક્ષણ
વિભાગે ફાજલ શિક્ષકોને રક્ષણ આપવાની દિશામાં હકારાત્મક રીતે વિચારવુ
અનિવાર્ય છે.અન્યથા શિક્ષકોની નોકરીમાં વર્ષો કાઢી નાખનારા શિક્ષકો ફાજલ
થશે તો તેની સ્થિતિ અને મનોદશા અંત્યત વિકટ બનશે.જો ફાજલ શિક્ષકોને રક્ષણ
આપવાની દિશામાં સરકારને તેનુ વલણ બદલી અનિવાર્ય હોવાનુ શિક્ષણકારોને લાગી
રહ્યુ છે.