1st-MAY GUJARAT Sthapana Din
SULFURIC ACID - THE
KING OF ACIDS
નમસ્કાર !!
● સલ્ફ્યુરીક એસિડ ●
સલ્ફ્યુરીક એસિડને એસિડનો રાજા ગણવામાં આવે છે. કારણ કે લગભગ તમામ ઉદ્યોગોમાં તેનો ઉપયોગ થાય છે અને તેના ઉત્પાદનને આધારે કોઈપણ દેશની ઔદ્યોગિક શક્તિ જાણી શકાય છે.
■ રચના :-
સલ્ફ્યુરીક એસિડને ગંધકના એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે.
તેની રચનામાં બે હાઈડ્રોજન, એક
સલ્ફર અને ચાર ઓક્સિજનના અણુઓ આવેલા હોય છે. તેની ભૌતિક રચના ચતુષ્ફલકીય
છે. જુઓ નીચેની ઈમેજ
તેમાં વચ્ચે રહેલા બંધના માપ માટે નીચે જુઓ
સલ્ફ્યુરીક એસિડમાં H+ એ ધન આયન જ્યારે SO4- એ બીજો આયન છે.
■ ભૌતિક ગુણધર્મો :-
સલ્ફ્યુરીક એસિડ એ રંગ-વિહીન, ગંધ-વિહીન તેલ જેવુ પ્રવાહી છે. તે પાણીમાં દ્રાવ્ય છે. તેનો અણુભાર 98 છે. તે બીજા પદાર્થોનું સંશ્ર્લેશણ એટલે કે તેમને છૂટો પાડી શકતો હોવાથી ઉદ્યોગમાં વધુ વપરાય છે.
■ રાસાયણિક ગુણધર્મો :-
સલ્ફ્યુરીક એસિડ એ એસિડીક ગુણધર્મ ધરાવે છે. તે બેઈઝ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે છે. તે પાણીમાં સંપૂર્ણ આયનીકરણ પામી બંન્ને આયનો છૂટા પાડે છે તેથી તે પ્રબળ એસિડ છે.
■ ઉત્પાદન :-
સલ્ફ્યુરીક એસિડનું ઉત્પાદન લેડ ચેમ્બર પધ્ધતિ અને સંપર્ક વિધીથી થાય છે.
■ ઉપયોગો :-
→સુપર ફોસ્ફેટ અને એમોનિયમ સલ્ફેટ જેવા ખાતરના નિર્માણમાં
→પેટ્રોલિયમનાં શુધ્ધીકરણમાં
→વિસ્ફટકો બનાવવા
→ઔષધોના નિર્માણમાં
→બેટરી બનાવવામાં
→રંગકો, પેઈન્ટ, વર્ણકોની બનાવટમાં
→રેયોન અને અન્ય કૃત્રિમ રેશાની બનાવટમાં
→અનેક ધાતુઓને છૂટી પાડવામાં
→ફૉસ્ફરસ અને અન્ય એસિડના નિર્માણમાં