HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

22 એપ્રિલ, 2015

EARTH DAY

EARTH DAY
http://www.cs.uwm.edu/misc/icons/3/icons/misc/earth.gif 
  

કર્મચારીના સીઆરને બદલે વાર્ષિક કામગીરી મૂલ્યાંકન અહેવાલ

ગુજરાત સરકારે ચાલુ નાણાકીય વર્ષથી વર્ગ-2ના અધિકારીઓની જેમ જ વર્ગ-3ના કર્મચારીઓના વાર્ષિક ખાનગી અહેવાલ(સીઆર)ને સ્થાને હવે કામગીરી મૂલ્યાંકન અહેવાલ તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણયની અસર અંદાજે ચાર લાખથી વધુ કર્મચારીઓને થશે. કામગીરી મૂલ્યાંકન અહેવાલ તૈયાર કરવા માટે કર્મચારીઓને ચાર પ્રકારના ફોર્મ ભરવા ઉપરાંત સ્વમૂલ્યાંકન(સેલ્ફ અસેસમેન્ટ)નું ફોર્મ અલગથી ભરવાનું રહેશે. સામાન્ય વહીવટ વિભાગે આ નિર્ણય સાથે જ વાર્ષિક સીઆર લખવાની જૂની પદ્ધતિ તાત્કાલિક અસરથી રદ કરી છે.
કેન્દ્ર સરકારના પર્સોનલ ડિપાર્ટમેન્ટે જારી કરેલી માર્ગદર્શિકા મુજબ 2013-14થી ગુજરાત સરકારે વર્ગ-2 અને તેથી ઉપરના અધિકારીઓ માટે આ પદ્ધતિ લાગુ કરી હતી. અલબત્ત, આ પ્રક્રિયામાંથી સનદી અધિકારીઓને બાકાત રાખવામાં આવ્યા છે. સામાન્ય વહીવટ વિભાગના ડે. સેક્રેટરી દેવી પંડ્યાની સહીથી કરવામાં આવેલાં પરિપત્રમાં જણાવાયું છે કે, વર્ગ-3ના કર્મચારીઓ માટે વાર્ષિક મૂલ્યાંકન પધ્ધતિના અમલને પગલે ખાનગી અહેવાલ લખવાની સૂચનાઓ અને ઠરાવો 31 માર્ચ, 2015ની તાત્કાલિક અસરથી રદ કરતી સૂચના આપવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું કે, કામગીરી મૂલ્યાંકન માટે હવે ચાર પ્રકારના ફોર્મ રાખવામાં આવ્યા છે. જેમાં પ્રાથમિક માહિતીમાં તાલીમ, હાજરી, રજા, વધારાના ચાર્જ સંભાળ્યા હોય તેની વિગત જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સ્વમૂલ્યાંકન માટેનું એક અલગ ફોર્મ રખાયું છે.
 

Download Gujarat Rozgaar Samachar E-Paper 22-04-2015
Click Here for Download Gujarat Rojgar Samachar
 
 

શિક્ષકોની યાદી અપડેટ કરવામાં માધ્યમિક શિક્ષણ બોર્ડના ધાંધિયારાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોની યાદી છેલ્લા કેચલાક વર્ષોથી અપડેટ કરવાની તસ્દી જ બોર્ડે લીધી નથી. યાદી અપડેટ કરી ન હોવાને કારણે શિક્ષકો ઉત્તરવહીઓની મૂલ્યાંકન કામગીરીમાં હાજર ન થવા તેમજ તેમાં રહેલી વિસંગતતાઓને કારણે બોર્ડને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. દર વર્ષ શિક્ષકો મૂલ્યાંકન કામગીરી માટે હાજર થતા ન હોવાની બૂમ ઉઠતી હોવા છતાં આ યાદી અપડટે કરવાની તસ્દી લેવામાં આવતી નથી. બોર્ડની પરીક્ષા પૂરી થયા બાદ ઉત્તરવહીઓના મૂલ્યાંકનની કામગીરી હાથ ધરવી તેમજ ત્યારબાદ વેળાસર પરિણામ આપવું એ માધ્યમિક શિક્ષણ બોર્ડ માટે પણ કસોટી સમાન બાબત બની રહે છે.

  • પાંચ વર્ષથી માધ્યમિક અને ઉ. માધ્યમિકના શિક્ષકોની યાદી અપડેટ કરાઈ નથી
દર વર્ષે માર્ચ મહિનામાં પરીક્ષા બાદ બોર્ડને ઉત્તરવહીઓના મૂલ્યાંકનની કામગીરી માટે મોટી સંખ્યામાં વિવિધ વિષયોના અનુભવી શિક્ષકોની જરૂર પડતી હોય છે. પરંતુ એક યા અન્ય કારણ આગળ ધરી ખાનગી શાળાના ઘણાખરા શિક્ષકો ઉત્તરવહીઓના મૂલ્યાંકનની કામગીરીમાં જોડાતા નથી. તેનાથી દૂર રહેતા હોવા ઉપરાંત દૂર ભાગતા હોવાનું ચિત્ર ઉપસે છે. પરંતુ વાસ્તવમાં ચિત્ર આમ નથી. કેટલાક કિસ્સાઓમાં શિક્ષકો વય નિવૃત્ત થયા હોય છે, તો કેટલાક કિસ્સાઓમાં ખાનગી શાળાના શિક્ષકે પોતાની મૂળ શાળા છોડી અન્ય શાળામાં જતા રહ્યા હોય, કે શિક્ષકે આગળ અભ્યાસ શરૂ કર્યો હોય તેવા કિસ્સામાં તો અન્ય કિસ્સાઓમાં શિક્ષક નિવૃત્ત થયા હોય તેમનંનુ મૃત્યુ થયુ હોય તેવાં કિસ્સામાં શિક્ષકોના હાજર થવા ન થવાનો પ્રશ્ન જ રહેતો નથી.
શિક્ષકોની યાદી અપડેટ ન હોવાને કારણે આ પ્રકારના પ્રશ્નો ઉદ્ભવે છે. પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ ૨૦૧૧થી રાજ્યભરની શાળાઓમાં સેવારત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષકોની યાદી અપડેટ કરવાની તસ્દી બોર્ડે લીધી નથી. જો આ યાદી અપડેટ કરવામાં આવે તો ધારી સંખ્યામાં શિક્ષકોની મૂલ્યાંકન કામગીરીમાં મદદ મેળવી શકાય. અને સમસ્યાનું નિરાકરણ લાવી શકાય.

સ્માર્ટફોન પર ટીવી ચેનલો ઈન્ટરનેટ વિના જોઈ શકાશે
પ્રસાર ભારતી ઈન્ટરનેટ વિના લોકો ટીવી ચેનલો જોઈ શકે તેવા એક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. આમાં ઈન્ટરનેટ કે ટેલિકોમનાં બ્રોડબેન્ડનો ઉપયોગ કરવાનો રહેશે નહીં. પ્રસાર ભારતી દ્વારા ઈન્ટરનેટ વિના હજારો દર્શકો ટીવી ચેનલ્સ જોઈ શકે તેવો પ્લાન ઘડવામાં આવ્યો છે. પ્રસાર ભારતીનીં સીઈઓ જવાહર સરકારે કહ્યું હતું કે દુનિયા જ્યારે ટેરેસ્ટેરિયલથી સેટેલાઈટ તરફ જઈ રહી છે ત્યારે દૂરદર્શન પછડાટ ખાઈ રહ્યું છે. આવા સંજોગોમાં એક માત્ર રસ્તો નવી ટેકનોલોજી અપનાવવાનો છે.
પ્રસાર ભારતી આ યોજના માટે 20 ફ્રી ટુ એર ચેનલ્સનો સમૂહ રચી રહી છે. જેમાં દૂરદર્શનની ટોચની ચેનલો ઉપરાંત પ્રાઈવેટ બ્રોડકાસ્ટર્સની લોકપ્રિય ફ્રી એર ટુ ચેનલ્સને જોઈ શકાશે. જે લોકો હાલ તેમનો મોટાભાગનો સમય સ્માર્ટફોન કે ટેબ્લેટ પર વિતાવી રહ્યા છે તેવા લોકો માટે આ યોજના આશીર્વાદરૂપ પૂરવાર થશે.
હેન્ડ હેલ્ડ ડિવાઈસ સાથેનાં ડોંગલનો ઉપયોગ
પ્રસાર ભારતીએ તેનાં હાલનાં માળખામાં ઇન્ફ્રાસ્ટ્રકચરમાં ફેરફાર કરવાનો રહેશે. જેમાં મોટી સંખ્યામાં ગોઠવેલા ઈન્સ્ટોલ્ડ ટ્રાન્સમીટર્સનો ઉપયોગ ડિજિટલ સિગ્નલ્સને સીધેસીધા એક ડોંગલ કે ઈનબિલ્ટ ચીપ દ્વારા મોકલી શકાશે. દરેક દર્શક એક હેન્ડ હેલ્ડ ડિવાઈસ સાથે જોડાયેલા ડોંગલ વડે કન્ટેન્ટ જોઈ શકશે. સેમસંગ, એપલ, માઈક્રોસોફ્ટ એચસીએલ જેવી કંપનીઓ તેમની સિસ્ટમમાં આ ડિવાઈસને ઈનબિલ્ટ કરી શકશે. પ્રાઈવેટ એફએમ રેડિયો ચેનલ્સમાં આવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેવી વ્યવસ્થા આ માટે ગોઠવવી જરૂરી છે. હાલ દિલ્હીમાં આયાતી ડોંગલ્સ દ્વારા તેનો ઈનહાઉસ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે

Get Update Easy