બિન સરકારી માધ્યમિક શાળાઓના શિક્ષકોની રજા મંજૂર કરવાની કાર્યપધ્ધતિ અંગે.
પ્રાથમિક શિક્ષણના અગત્યના અદ્યતન ઠરાવો
આજે બપોરે લગભગ 11:45
કલાકે અમદાવાદ, વડોદરા અને સુરત સહિત લગભગ આખા ગુજરાતમાં લગભગ બે મિનિટ
સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપના આંચકાની અસર બહુમાળી ઈમારતો પર
સારી એવી અનુભવાઈ હતી. ભૂકંપના કારણે આખા ગુજરાતમાં અફરાતફરીનો માહોલ
સર્જાઈ ગયો હતો. લોકો પોતાન ઘરમાંથી અને ઓફિસોમાંથી બહાર નીકળીને રસ્તા પર
આવી ગયા હતા.
આ ભૂકંપને કારણે લોકોને 2001ની 26 જાન્યુઆરીના દિવસે આવેલો ભયંકર ભૂકંપ યાદ આવી ગયો હતો જેના પગલે ગભરાટનું મોજું ફેલાઈ ગયું હતું. ભૂકંપ વખતે બહુમાળી ઇમારતો અને કાચની બારીઓ હલતી સ્પષ્ટ રીતે જોઈ શકાતી હતી.
આ ભૂકંપના આંચકાના અનુભવ પછી લોકોએ પોતાના સ્વજનોને કુશળ સમાચાર પુછવા માટે દોડ મૂકી હોવાના કારણે મોટાભાગની ટેલિફોન લાઇન્સ તેમજ નેટવર્ક થોડીવાર માટે જામ થઈ ગયા હતા અને સોશિયલ નેટવર્ક પર પણ લોકોએ પોતાના અનુભવની આપલે કરી હતી.