HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

28 એપ્રિલ, 2015


ગુજરાત બોર્ડના ધોરણ-10 અને 12ના પરિણામોની જાહેર થઈ તારીખજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2015માં લેવાયેલી ધોરણ-10 અને 12ના પરિણામની તારીખ જાહેર કરવામાં આવી છે. જે મુજબ ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ તારીખ-25-મેના રોજ જાહેર કરવામાં આવશે. જ્યારે ધોરણ-12 સામાન્યપ્રવાહનું પરિણામ તારીખ-30મેએ જાહેર કરવામાં આવશે.

ધોરણ-10નું પરિણામ બીજી જૂને જાહેર કરાશે. ગુજરાતમાં આયોજીત ધોરણ-10-12ની પરીક્ષામાં અંદાજે 18 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાં ધોરણ-10ના અંદાજે 10.67 લાખ વિદ્યાર્થીઓ અને ધોરણ-12-ના વિજ્ઞાન અને સામાન્યપ્રવાહના કુલ 8 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. બોર્ડે પરિણામની તારીખ જાહેરાત કરતાં પરિણામની રાહ જોઇ રહેલાં વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. સમયસર પરિણામ જાહેર થતાં આગળના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે પણ પૂરતો સમય રહેશે.

  

JOINT ENTRANCE EXAMINATION (MAIN)-2015
 
Score of Paper I clik here

Joint Entrance Examination (Main) - 2015 clik here

બાળમાનસમાં શિક્ષણ પ્રત્‍યે જિજ્ઞાસા જગાવવાની જરૂર
બે લાખથી વધુ શિક્ષકોને પ્રેરક માર્ગદર્શન : પાઠયક્રમનું જ્ઞાન આપી સંતોષ માનવા કરતાં એક્‍ટિવીટી બેઈઝ્‌ડ ર્લંનિગથી બાળકોનો સર્વાંગી વિકાસ કરવા અપીલ
બાળમાનસમાં શિક્ષણ પ્રત્‍યે જિજ્ઞાસા જગાવવાની જરૂર
   અમદાવાદ, તા.૨૭,મુખ્‍યમંત્રી આનંદીબેન પટેલે પ્રારંભિક શિક્ષણથી જ બાળમાનસમાં શિક્ષણ પ્રત્‍યે વધુને વધુ જિજ્ઞાસા રૂચિ જાગે તેવું હોલિસ્‍ટીક એપ્રોય સાથેનું વાતાવરણ નિર્માણ કરવા પ્રાથમિક શિક્ષકોને પ્રેરક આહવાન કર્યું છે. આ સંદર્ભમાં તેમણે સ્‍પષ્ટપણે જણાવ્‍યું કે, શિક્ષણની નીરીક્ષણ શક્‍તિ ઉપર છલ્લી ન હોય, તેણે તો બાળમાનસમાં ખૂંપી જઈને તેની સાથે સહજ માતળ વાત્‍સલ્‍યભાવે ભળી જઈને બાળક શિક્ષણમાં રસ રૂચિ ખિલવે તેવા સંવાહક બનવું જોઈએ. મુખ્‍યમંત્રીએ સર્વ શિક્ષા અભિયાન દ્વારા યોજાઈ રહેલા શિક્ષક સજ્જતા તાલીમ કાર્યક્રમમાં ભાગ લઈ રહેલા શિક્ષકો સમક્ષ બાયસેગના માધ્‍યમથી પ્રેરણાદાયી ચિંતન રજુ કર્યું હતું. રાજયભરના બે લાખથી વધુ પ્રાથમિક શિક્ષકોએ આનંદીબેન પટેલના આ સંદેશની ઝિલ્‍યો હતો. ગુજરાતમાં શિક્ષણના સ્‍તરમાં કવોલિટીટીવ ચેઈન્‍જ લાવવાના અભિગમ સાથે શિક્ષકોને સજ્જ કરવા માટે અને બાળ પેઢીના સર્વગ્રાહી વિકાસ માટે આ તાલીમ સજ્જતા કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના વિષય નિષ્‍ણાંતો તજજ્ઞોની સેવાઓનો વિનિયોગ કરવાનો આ ઉપક્રમ સર્વશિક્ષા અભિયાન તહેત હાથ ધરવામાં આવ્‍યો છે. મુખ્‍યમંત્રીએ શિક્ષકોને આગામી શૈક્ષણીક સત્રના પૂર્વઆયોજન તથા એકટીવીટી બેઈઝડ લર્નીંગ સિસ્‍ટમનું મહત્‍વ સમજાવતાં કહ્યું કે, માત્ર પાઠયુક્રમનું જ્ઞાન-શિક્ષણ આપીને કાર્યસંતોષ માનવા કરતાં બાળકનો સર્વાંગી વિકાસ થાય, નાગરિક શાષા, ગણિત-વિજ્ઞાનના અભ્‍યાસને રોજબરોજના જીવનની બાળ સહજ ગતિવિધિઓ સાથે સંકળી લઈ ગમ્‍મત સાથે જ્ઞાન-સંપદા બાળકમાં ખિલે તેવી ક્ષમતા વર્ધન જ આપણું ધ્‍યેય હોવું જોઈએ. આનંદીબેન પટેલે ઉમેર્યું કે, ઈન્‍ફરમેશન ટેકનોલોજીના આ યુગમાં હરેક શાળાઓને કોમ્‍પ્‍યુટર સવલત અપાઈ છે ત્‍યારે બાળકોમાં પણ કોમ્‍પ્‍યુટર જ્ઞાન મેળવવાની જિજ્ઞાસા જગાવીને જે બાળકોને આ ક્ષેત્રમાં વિશેષ રસ-રૂચિ હોય તેને તજજ્ઞતા પ્રાપ્ત પ્રશિક્ષકો દ્વારા તાલિમ આપીને કોમ્‍પ્‍યુટર સેવી ભાવિ પેઢી નિર્માણ કરવાનું દાયિત્‍વ પણ શિક્ષકો નિષ્ઠાપૂર્વક નિભાવે તે આવશ્‍યક છે. આ સંદર્ભમાં તેમણે ગાંધી નિર્વાણ દિને સ્‍વચ્‍છતાં અંગેની રાજયવ્‍યાપી ચિત્ર સ્‍પર્ધાથી બાળ સર્જનશક્‍તિને નવો ઓપ આપ્‍યો છે. તેજ પધ્‍ધતિએ કોમ્‍પ્‍યુટર લિટરસીની કસોટી યોજવાની નેમ વ્‍યક્‍ત કરી હતી. મુખ્‍યમંત્રીએ બાળકોને શિક્ષણ સાથે સંસ્‍કાર સંવર્ધન અને સુટેવો કેળવવાના પદાર્થ પાઠ લોકભોગ્‍ય માધ્‍યમો નાટકો, વાર્તા, પ્રેરક પ્રસંગોથી શિખવવાના સંવાહક શિક્ષકો બને તેવી અપિલ પણ કરી હતી. આનંદીબેને શિક્ષકોને બાળકોમાં આરોગ્‍ય માવજત, સ્‍વચ્‍છતા-સફાઈનું મહત્‍વ અને સેનિટેશન પ્રત્‍યે જાગળતિ કેળવાય તેવા ગુણો વિકસાવવા અનેકાનેક દ્રષ્ટાંતો સાથે પ્રરેણા આપી હતી. સર્વશિક્ષા અભિયાનના મિશન ડાયરેક્‍ટર મુકેશકુમાર, મુખ્‍યમંત્રીના સચિવ અજય ભાદુ અને વરિષ્ઠ અધિકારીઓ આ વેળાએ ઉપસ્‍થિત રહ્યા હતા. 
   આનંદીબેને શું કહ્યું...
            અમદાવાદ,  તા.૨૭
   *    પ્રારંભિક શિક્ષણથી બાળમાનસમાં શિક્ષણ પ્રત્‍યે વધુને વધુ જિજ્ઞાસા જાગે તે જરૂરી
   *    હોલિસ્‍ટીક એપ્રોચ સાથેનું વાતાવરણ નિર્માણ કરવા પ્રાથમિક શિક્ષકોને આહ્વાન
   *    શિક્ષકની નીરિક્ષણ શક્‍તિ ઉપરછલ્લી ન હોવી જોઈએ
   *    બાળક શિક્ષણમાં રસ રૂચી ખીલવે તેવા સંવાહક બનવું જોઈએ
   *    શિક્ષક સજ્‍તા તાલીમ કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં લોકો પહોંચ્‍યા
   *    કોમ્‍પ્‍યુટરયુગમાં બાળકો પણ કોમ્‍પ્‍યુટર જ્ઞાન મેળવે તે જરૂરી છે
   *    નાટકો, વાર્તા, પ્રેરક પ્રસંગોથી શિખવવાના સંવાહક શિક્ષકો બને તેવી અપીલ
   *    સફાઈનું મહત્‍વ વધે તે મહત્‍વપૂર્ણ
     *    સેનિટેશન પ્રત્‍યે જાગળતિ કેળવાય તેવા ગુણો વિકસાવવાની જરૂર

Get Update Easy