HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

31 માર્ચ, 2015

How to Get to Mars.

http://upload.wikimedia.org/wikipedia/commons/2/2c/Rotating_earth_(large).gif 


નૉ એક્ઝામ પોલિસી--રાઇના પહાડ રાતે ગયા
‘સાહેબ, ભૌતિક વિજ્ઞાન એટલે શું?’ સાતમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ વિજ્ઞાનના શિક્ષકને સવાલ કર્યો.
‘જે વિજ્ઞાનમાં વિજ્ઞાનના ભૌતિક પાસાંઓનો અભ્યાસ કરવામાં આવે છે તેને ભૌતિક વિજ્ઞાન કહે છે.’ શિક્ષકનો ભદ્રંભદ્રી જવાબ મળ્યો.
‘સાહેબ, પણ ભૌતિક શબ્દનો અર્થ શો થાય?’
‘એ જાણવાની જરૂર નથી. અભ્યાસક્રમમાં એવું કંઇ આવતું નથી.’ શિક્ષકે વાતને (તેમજ વિદ્યાર્થીની જિજ્ઞાસાને) પૂર્ણવિરામ મૂક્યું.
સોબસ્સો પાનાંના પાઠ્યપુસ્તકમાં જે લખ્યું તેને શિલાલેખ માનીને ચાલો, પાઠ્યપુસ્તકમાં જે ન લખ્યું હોય તે મુદ્દાઓ અંગે ચર્ચા ન કરો તેમજ અભ્યાસક્રમ બહારના સવાલો શિક્ષકને કદી ન પૂછોઆ ત્રણ વણલખ્યા નિયમો આપણી શિક્ષણ પ્રણાલિ સાથે બહુ ગાઢ રીતે વણાયેલા છે. પરિણામે એ ચુસ્ત નિયમોના વાંકે ભારતની લાખો સ્કૂલોમાં ઉપર રજૂ કર્યો તેવો પ્રસંગ એક યા બીજી રીતે વારતહેવારે બને છે અને વિદ્યાર્થીની જિજ્ઞાસા ઊગતી જ શમી જાય છે. વિદ્યાર્થીમાં એ પછી પણ બચેલી થોડીઘણી જિજ્ઞાસા અભ્યાસક્રમનો હેવીવેઇટ બોજ દાબી દે છે, જેની દીર્ઘકાલીન અસરરૂપે ભારત ભવિષ્યનો એકાદ ટેક્નોક્રેટ નાગરિક ગુમાવે છે.
અંગ્રેજોએ ભારતમાં વર્ષો પહેલાં નાખેલાં બાબુછાપ શિક્ષણપદ્ધતિનાં મૂળિયાં સડી ચૂક્યાં છે. લોજિકલ અને એનાલિટિકલ વિચારશક્તિ ધરાવતા બુદ્ધિજીવીઓનો મબલખ ફાલ ભારતને તે આપી શકે તેમ નથી. આ જર્જરિત મૂળિયાં ભારતે ક્યારનાં ઉખાડી નાખવાની જરૂર હતી, પરંતુ તેને બદલે દર થોડા વખતે સુધારા-વધારારૂપી ‘ખાતરપાણી’ નાખીને સરકારે સંતોષ માન્યો છે. આ નિત્યક્રમ મુજબ તાજેતરમાં સરકારે વધુ એક સુધારો દાખલ કર્યો, જેના અન્વયે દસમા ધોરણની પરીક્ષાને મરજિયાત બનાવવામાં આવી. વધુમાં પરીક્ષા આપવા માગતા વિદ્યાર્થીઓ માટે માર્ક્સ સિસ્ટમ નાબૂદ કરી અને ગ્રેડ પદ્ધતિ અપનાવી. આ અણધાર્યા સુધારાએ દેશના લાખો વિદ્યાર્થીઓના (તેમજ તેમના વાલીઓના) દિલ જીતી લીધા.
માન્યું કે વર્ષ આખું બેસુમાર તણાવ વચ્ચે ભણતા અને પરીક્ષા વખતે યુદ્ધમોરચે જતા હોવાનો અનુભવ કરતા દસમા ધોરણના વિદ્યાર્થીઓની સ્થિતિ ભારે દયનીય હોય છે અને સરકારની નૉ એક્ઝામ પોલિસીએ તેમના માથેથી ચિંતાનો બહુ મોટો બોજો હટાવી લીધો. પરંતુ માત્ર પરીક્ષાને બાયપાસ કરી દેવામાં આવે તે પૂરતું નથી. સારો ડૉક્ટર એ ગણાય કે જે દર્દીના રોગને ધરમૂળથી નાબૂદ કરે, નહિ કે રોગનાં ચિહ્નોને. સરકારે દસમાની પરીક્ષા નાબૂદીનો જે નિર્ણય લીધો તે હકીકતે મલમપટ્ટા જેવો છે. માત્ર દસમા નહિ, બલકે દરેક ધોરણના વિદ્યાર્થીઓને ભણતર બોજારૂપ લાગે છે તેનું કારણ માત્ર વાર્ષિક પરીક્ષા કે પછી માર્ક્સ સિસ્ટમ નથી. હકીકતે અભ્યાસક્રમ પોતે શુષ્ક અને નિરસ છે, રજૂઆતની શૈલી રસાળને બદલે કઢંગી છે અને પૂરતાં ચિત્રોની તેમજ ડાયાગ્રામ્સની હંમેશાં ખોટ રહે છે, એટલે સરેરાશ વિદ્યાર્થીને અભ્યાસમાં રસ પડતો નથી. વળી પાઠ્યપુસ્તક બહારની વાત કરવામાં કે સાંભળવામાં શાળાને અગર તો શિક્ષકને રસ પડતો નથી, એટલે વિદ્યાર્થીના મનમાં ઉદ્ભવતા સવાલો તેના મનમાં જ રહી જાય છે. જિજ્ઞાસાની પાંખો ફેલાવવાનો મોકો તેને સાંપડતો નથી, માટે વખત જતાં અભ્યાસક્રમ સિવાયના વિષયોમાં ખુદ વિદ્યાર્થીને જ રસ રહેતો નથી.
આ દુષ્ચક્રને તોડવું મુશ્કેલ છે, પણ અશક્ય નહિ. વર્તમાન તકાદાને તેમજ ભવિષ્યને ધ્યાનમાં રાખી ભારત પોતાની અલાયદી શિક્ષણ પ્રણાલિ રચે, પાઠ્યપુસ્તકોમાં સુધારા આણી તેમને રસપ્રદ બનાવે, માત્ર પુસ્તકિયા નહિ, પ્રેક્ટિકલ નૉલેજ પર પણ ભાર મૂકે, માર્ક્સ સિસ્ટમ નાબૂદ કરી ગ્રેડ સિસ્ટમ અપનાવે અને ખુદ શિક્ષકોને યોગ્ય તાલીમ આપી વિદ્યાર્થીઓની જિજ્ઞાસા સંતોષવા સુસજ્જ કરે તો વિદ્યાર્થી માટે ભણતર બોજારૂપને બદલે હળવુંફૂલ બને. સરેરાશ વિદ્યાર્થીની જિજ્ઞાસા ખીલે એ સૌથી મહત્ત્વની બાબત છે, કેમ કે એ ગુણ સ્વભાવગત બન્યા પછી કોઇ વિષય નિરસ રહેતો નથી; કોઇ વિષય અઘરો પણ જણાતો નથી.
Millions had seen an apple fall, but Newton asked why?
ભારતને ન્યૂટન જેવા જિજ્ઞાસુઓની તાતી જરૂર છે. 

જિંદગીમાં આટલું કરજો (કેલિડોસ્કોપ)

 
કેલિડોસ્કોપ : મોહમ્મદ માંકડ
દરેક એક સફળ જિંદગી ઇચ્છે છે. જિંદગી સફળની સાથે સાર્થક પણ હોવી જોઈએ. સફળની સાથે સાથે સાર્થક જીવન જીવવા માટે કેટલીક પ્રવૃત્તિ અત્યંત જરૂરી છે. કેટલીક એવી પ્રવૃત્તિઓની નોંધ અહીં આપું છું. વાચક તેમાં પોતાના તરફથી ઉમેરો કરી શકે છે.
સંકલ્પ
તમે જિંદગીના ગમે તે ક્ષેત્રમાં હોવ સંકલ્પ વિના તમારી શક્તિઓ વેડફાઈ જવાનો ભય રહે છે. જે લોકો જિંદગીમાં આગળ વધે છે, તેમણે અજાણતાં પણ કોઈક સંકલ્પ કર્યો હોય છે. બેન્જામીન ડિઝરાયેલી ભણતા હતા ત્યારની એક વાત છે. શિક્ષક બધાં છોકરાઓને ઇંગ્લેન્ડની પાર્લામેન્ટ દેખાડવા લઈ ગયા હતા. ત્યાં તેમણે છોકરાઓને પ્રશ્ન કર્યો, "મોટાં થઈને તમે શું બનવા માગો છો?"

એક છોકરાએ કહ્યું, "સૈનિક અને પછી સેનાપતિ."
બીજાએ કહ્યું, "કોઈક મોટી કંપનીનો મેનેજર."
એમ કરતાં ડિઝરાયેલીનો વારો આવ્યો. તેણે કહ્યું, "ઇંગ્લેન્ડનો વડાપ્રધાન."
આ તેમનો સંકલ્પ હતો અને ખરેખર તે ઇંગ્લેન્ડના વડાપ્રધાન બન્યા, એક વખત નહીં ચાર વખત!
કોઈ પણ દેશના વડાપ્રધાનનું જીવન જોઈએ તો જાણતાં કે અજાણતાં તેમણે વડાપ્રધાન બનવાનો સંકલ્પ કર્યો જ હોય છે. તે જ રીતે મેનેજર, સેનાપતિ, લેખક કે ચિત્રકારનું જીવન તપાસીએ તો તેની પાછળ દૃઢમનોબળ અને સંકલ્પશક્તિ જોવા મળે છે. આ નવા વર્ષે તમે પણ અજાણતાં નહીં, પરંતુ જાણીને કોઈક પ્રકારનો સંકલ્પ કરજો. સંકલ્પ વગરની જિંદગી એ વિશાળ સમુદ્રમાં આમથી તેમ ફંગોળાતા વહાણ જેવી હોય છે.
તમે નોકરી કરતા હોવ, ધંધો કરતા હોવ કે બીજા કોઈ પણ ક્ષેત્રમાં હોવ તમારે શું બનવું છે તેનો વિચાર કરજો, સંકલ્પ કરજો.
સંચય
ફોર્ડ મોટરકારના સ્થાપક હેનરી ફોર્ડ કહેતાં કે, "તમે કેટલું કમાવો છો એના ઉપર નહીં, પણ તમે કેટલું બચાવો છો એના પર તમારા પૈસાદાર થવાનો આધાર છે." બચત અથવા તો સંચય કરનાર માણસને પૈસાની તંગીના સમયમાં બીજા પાસે હાથ લંબાવવા પડતા નથી. વિનોબા ભાવે કહેતાં કે, "જો દરેક ગૃહિણી ચોખા મૂકતી વખતે માત્ર એક ચપટી ચોખા બાજુમાં મૂકી દે, તો બાર મહિને એટલા ચોખા થાય કે હિન્દુસ્તાનમાં કોઈ ભૂખ્યું ન રહે."
બચતની શક્તિ આવી છે. દરેક માણસે બચત કરવાની ટેવ પાડવી જોઈએ. તમે પગારદાર હોવ, વ્યાપારી હોવ કે બીજા કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતા હોવ થોડી બચત કરવાની ટેવ પાડશો. કોઈક માણસ કહેશે કે, "દર મહિને અમુક રકમ ખૂટે છે, એમાં બચત કેવી રીતે કરવી?" તેમને એટલું જ કહેવાનું કે, "બચત કરી જુઓ એથી દર મહિને વધારે ખૂટશે નહીં અને લાભ ઘણો થશે."
સમયપત્રક
આ એકવીસમી સદીમાં જીવનાર માણસે સમયપત્રક - ટાઇમટેબલ બનાવવું જરૂરી છે. જો તમે ટાઇમટેબલ નહીં બનાવો તો તમારે બીજાના ટાઇમટેબલ પ્રમાણે કરવું પડશે. કોઈ મનુષ્ય એકલો જીવી શકતો નથી. કોઈ ને કોઈ રીતે એને બીજા સાથે જીવવું જ પડે છે. તમે જ્યારે સમયપત્રક બનાવો ત્યારે એક વાત ધ્યાન રાખજો કે એકદમ ચુસ્ત ન હોવું જોઈએ. બે કરવાનાં કામ વચ્ચે જે સમયગાળો હોય તે કરતાં થોડોક વધારે હોવો જોઈએ, નહીં તો તમારા સમયપત્રક પ્રમાણે જીવવામાં તમને પારાવાર મુશ્કેલી પડશે.
રમૂજવૃત્તિ કેળવો
ગમે તેટલા સુખી માણસને પણ ક્યારેક તો દુઃખનો સામનો કરવો જ પડે છે.
એક રાજાની વાત છે. એક વાર રાજા બીમાર પડયો. દેશ-વિદેશના વૈદ્યો અને હકીમો તેની સારવાર કરતા હતા, પરંતુ કોઈ રીતે તેમનો રોગ મટતો નહોતો. આખરે એક બુઢ્ઢા હકીમે કહ્યું, "મહારાજાનો રોગ અસાધ્ય છે, પરંતુ મેં સાંભળ્યું છે કે જો કોઈ સુખી માણસનું પહેરણ અસાધ્ય રોગના રોગીને પહેરાવવામાં આવે તો રોગ મટી જાય છે." રાજાના કુંવરે કહ્યું, "એમાં તો શી મોટી વાત છે?" તરત જ તેણે માણસોને દોડાવ્યા. પહેલાં નગરશેઠને પૂછવામાં આવ્યું, "તમારે કોઈ વાતનું દુઃખ છે ખરું?" તેણે કહ્યું, "મારે તો ઘણાં દુઃખ છે. અમારી પેઢી કરોડોનો વેપાર કરે છે. હું ન હોઉં ત્યારે મારો પુત્ર સંભાળે તેવી ઇચ્છા છે, પરંતુ તે સાવ રખડેલ છે. દીકરી મોટી થઈ છે, પરંતુ તેના માટે યોગ્ય મુરતિયો મળતો નથી. મારા દુઃખની યાદી બહુ લાંબી છે." નગરશેઠને માણસે કહ્યું, "આપણા રાજાનો રોગ મટાડવા માટે સુખી માણસનું પહેરણ જોઈતું હતું. અમને એમ કે તમારી પાસે મળશે, પણ તમારી પાસે પણ નથી એટલે અમે બીજે તપાસ કરીશું."
પછી સેનાપતિને જઈનેે પૂછયું તો તેણે કહ્યું, "રાજા બીમાર છે. સરહદો પર દુશ્મનો રાજાના મૃત્યુની રાહ જોતાં ટાંપીને બેઠા છે. રાત-દિવસ સરહદની ચોકી કરવામાં જ મને ઊંઘવાનો પણ સમય મળતો નથી. આમાં મારા અંગત દુઃખની વાત તો ક્યાં કરવી? રાજાને આપી શકું તેવાં અનેક પહેરણ મારી પાસે છે, પરંતુ તે સુખી માણસનાં પહેરણ નથી." રાજાના કુંવરને ખબર પડી એટલે તેણે આખા રાજમાં માણસો દોડાવ્યા અને સૂચના આપી કે, "ધનવાનની હવેલીઓ અને ગરીબોની ઝૂંપડીઓમાં જઈ તપાસ કરો કે કોઈ સુખી માણસ મળે છે કે નહીં."
છેવટે, રાજાના માણસોને ખબર પડી કે દરિયાકાંઠે પડયો રહેતો એક માછીમાર પોતાની જાતને સુખી માને છે. તરત જ તે માછીમારને શોધી કાઢયો અને પૂછયું, "ભાઈ, તું સુખી છે?" પેલા માછીમારે કહ્યું,
"મને શી વાતનું દુઃખ હોય? હું ખરેખર સુખી
છું. અહીં પડયો રહું છું. દરિયામાં ઓટ આવે ત્યારે જે માછલી આવે તેને પકડીને મારું પેટ ભરું છું. બીજું કશું રાંધવાની પણ ઝંઝટમાં હું પડતો નથી. હું તો એયને મજામાં રહું છું.
બોલો શું કામ છે?" રાજાના માણસોએ કહ્યું, "બસ, અમારે એક જ કામ છે તું તારું પહેરણ આપ, આપણા રાજા તે પહેરે એટલે સાજા થઈ જાય."
માછીમારે હસીને કહ્યું, "અરે ભાઈ! હું એવું કોઈ પહેરણ પહેરવાની ઝંઝટમાં પડતો નથી. એટલે તો સુખી છું."
રાજાના માણસો નિરાશ થઈ પાછા ફર્યા. આ વાતનો અર્થ એવો છે કે દરેક માણસ કોઈ ને કોઈ રીતે દુઃખી હોય છે. તમે પણ સંપૂર્ણ સુખી તો નહીં જ હોવ. પરંતુ જો તમારામાં રમૂજવૃત્તિ હશે તો એ દુઃખ થોડું ઓછું થશે.
આ બાબતમાં ડિઝરાયેલીની રમૂજવૃત્તિ કેવી હતી તેનો દાખલો જોઈએ.
એક વાર ડિઝરાયેલી એક ચૂંટણીસભામાં ભાષણ કરીને પોતાને મત આપવા માટે લોકોને અપીલ કરી રહ્યા હતા. ત્યારે એક બાઈએ કહ્યું, "તમને મત આપવા કરતાં તો હું શેતાનને મત આપવાનું વધારે પસંદ કરું."
ડિઝરાયેલીએ તરત જ હસીને કહ્યું, "પરંતુ જો તમારો એ મિત્ર ચૂંટણીમાં ઊભો ન રહ્યો હોય તો મને મત આપજો."
આમ, જો તમારામાં રમૂજવૃત્તિ હશે તો અસહ્ય દુઃખને પણ થોડું ઘણું સહ્ય બનાવશે. જિંદગીમાં જ્યારે કોઈ કટોકટી કે દુઃખ આવી પડે ત્યારે એક વાત યાદ રાખજો, દરેક કાળા વાદળને રૂપેરી કિનાર હોય છે.

How to Get to Mars. Very Cool! HD

Get Update Easy