HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

29 માર્ચ, 2015

આજનો વિચાર

  • મનની શાંતિનું મુલ્ય સમ્પતિ અને સ્વાસ્થ્ય કરતાં ધણું વધારે છે.

 

TAT Exam High Court Case Judgement

  

 

 GTU CCC Results declared

New Results are available from 23/2/2015 to 5/3/2015

Download Results : Click here 

 28 Mar 2015 - RESULT OF EXAM DATED 23-Feb-2015 - To - 05-Mar-2015 (DATE OF BIRTH WISE) - use any one following link:

10-06-1955 to 19-10-1966- Page 1-40
22-10-1966 TO 01-06-1973 - Page 41-80
01-06-1973 TO 26-06-1978 - Page 81-120
28-06-1978 TO 08-08-1983 - Page 121-160
10-08-1983 TO 26-09-1987 - Page 161-200
27-09-1987 TO 07-07-1988 - Page 201-211

  મોબાઇલ ફોનનું ડેન્જરસ રેડિએશન

  
















 

મોબાઇલ ફોન હવે આધુનિક જીવનશૈલી નહીં, પરંતુ રોજિંદા જીવનનો એક હિસ્સો છે. એક જમાનામાં ઘરમાં રેડિયો હોવો તે લક્ઝરી ગણાતું. તે પછી ટ્રાન્ઝિસ્ટર હોવું તે લક્ઝરી ગણાયું. તે પછી ઘરમાં ટેલિવિઝન હોવું તે લક્ઝરી ગણાયું. સમયગાળે તે બધાં જ સાધનો ટેક્નોલોજીના વિકાસ સાથે આમ આદમી સુધી પહોંચી ગયાં. ચણા-મમરા વેચતા અને શાકભાજીની લારીવાળાની લારી પર ટ્રાન્ઝિસ્ટર જોઈ શકાતું. રેડિયો તો આઉટ ઓફ ડેટ થયો અને ટેલિવિઝન ઝૂંપડાં સુધી પહોંચ્યું. સારી વાત છે કે, ટેક્નોલોજીનાં ફળ સામાન્ય માનવી સુધી પહોંચ્યાં. એમાં છેલ્લામાં છેલ્લું ઉપકરણ મોબાઇલ ફોન છે. મધ્યમવર્ગના એક ઘરમાં જેટલા સભ્યો હોય, એટલા જ મોબાઇલ ફોન હોય છે. બાળકોનાં જુદાં. શાકભાજીની લારી સોસાયટીના નાકા પર આવે ત્યારે શાકભાજી વેચતી મહિલા બહારથી જ મોબાઇલ ફોન પરથી વાત કરે છેઃ "ભાભી, શાકભાજી લઈ જાવ." ફૂટપાથ પર બૂટપોલિશ કરનાર શ્રમજીવી પણ પોલિશ કરવાના બ્રશની બાજુમાં મોબાઇલ ફોન રાખે છે.

પરિણામ એ આવ્યું કે ૧૨૫ કરોડની વસ્તીવાળા ભારત દેશમાં મોબાઇલ ફોનધારકોની સંખ્યા ૯૦ કરોડ સુધી પહોંચી ગઈ છે. બ્રિટન કે અમેરિકા કરતાં ભારતમાં મોબાઇલ ફોન વાપરનારાઓની સંખ્યા વધુ છે. સ્કૂલમાં જતાં બાળકોને હાથમાં સ્માર્ટ ફોન જોઈએ છે. ટીવી ચાલુ હોય તોપણ બાળકનું ધ્યાન મોબાઇલ ફોનમાં આવતા વોટ્સઅપ મેસેજીસ કે ગેઇમ્સ પર હોય છે. ઘણી વાર બાળક દ્વિ-અવધાની લાગે. બાળકના હાથમાંથી મોબાઇલ ખૂંચવી લેવો મુશ્કેલ કામ છે. મોબાઇલ ફોન લઈ લો તો તે ચીડિયું થઈ જાય છે. કિશોરો સતત ઓનલાઇન રહેવાનું પસંદ કરે છે 'ઓફ લાઇન' અવસ્થાને તે ક્ષણભર પણ સહન કરી શકતાં નથી.
આ બધાના કારણે મોબાઇલ ફોનના વપરાશનો જે અતિરેક થયો છે, તેના કારણે લાઇફસ્ટાઇલ બીમારીઓ પણ માત્ર બાળકો જ નહીં પરંતુ યુવાનો અને મોટેરાંઓના જીવનનો એક હિસ્સો થઈ ગઈ છે. મોબાઇલ ફોનની ર્સિવસ પ્રોવાઇડર કંપનીઓ એ વાતનો સ્વીકાર કરતી નથી કે મોબાઇલ ફોન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, પરંતુ વિશ્વમાં તબીબો અને વૈજ્ઞાાનિકોનો એક એવો મોટો વર્ગ પણ છે કે જેઓ માને છે કે, મોબાઇલ ફોનથી ઘણી બીમારીઓ થઈ શકે છે. મોબાઇલ ફોનમાંથી ઘાતક રેડિએશનનું ઉત્સર્જન થાય છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે તમારો મોબાઇલ ફોન તે ટુ-વે રેડિયો છે. તે બહારથી આવતા સૂક્ષ્મ તરંગોને ધ્વનિમાં પરિર્વિતત કરી તમારા કાન સુધી પહોંચાડે છે અને તે જ રીતે તમારા અવાજને સૂક્ષ્મ તરંગોમાં પરિર્વિતત કરી કિલોમીટર કે બે કિલોમીટર દૂર આવેલા ટાવર સુધી પહોંચાડે છે. આ કાર્ય કરવા જતાં મોબાઇલ ફોને પુષ્કળ ઊર્જા ઉર્ત્સિજત કરવી પડે છે. બહુ ઓછા લોકોને અરે, ટેક્નોસેવી લોકોને પણ એ વાતની ખબર નથી કે, એ વાત ભલે સાબિત થઈ ન હોવા છતાં વૈજ્ઞાાનિકો એ હકીકત સ્વીકારે છે કે દરેક મોબાઇલ ફોન, તમે જ્યારે વાત કરો છો ત્યારે માઇક્રોવેવ રેડિએશન પણ ઉર્ત્સિજત કરે છે, જે માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
રેડિએશનથી કેન્સર થઈ શકે છે. માથામાં ગાંઠ થઈ શકે છે. સાંભળવાની ક્ષમતા ઘટી શકે છે. મગજની ભીતર રહેલા કોષોને નુકસાન પહોંચાડી શકે છે. સ્વભાવમાં પરિવર્તન આવી શકે છે. એ જાણી લેવું જરૂરી છે કે મોબાઇલ ફોન અને મોબાઇલ ટાવર્સ એ બંને રેડિએશનનું ઉત્સર્જન કરે છે. એક્સ-રે જેવાં આયોનાઇઝિંગ રેડિએશન-કિરણો કેન્સર થવાની શક્યતાને વધારી દે છે. ર્સિવસ પ્રોવાઇડર્સનો દાવો છે કે મોબાઇલ ફોન અને મોબાઇલ ટાવર નોન-આયોનાઇઝિંગ રેડિએશનનું ઉત્સર્જન કરે છે. અલબત્ત, ટેલિકોમ્યુનિકેશન ખાતું ગમે તે કહે, પરંતુ વિશ્વના કેટલાક વૈજ્ઞાાનિકો મોબાઇલ ફોન કે ટાવરમાંથી નીકળતું રેડિએશન માનવ સ્વાસ્થ્ય માટે સલામત હોવાનું માનતા નથી.
નોંધપાત્ર વાત એ છે કે, મોબાઇલ ટાવર્સ જે માઇક્રોવેવ રેડિએશનનું ઉત્સર્જન કરે છે તે તમારા શરીરમાં પ્રવેશ્યા બાદ શરીરમાં રહેલા ફ્લુઇડ મોલેક્યુલ્સના વાઇબ્રેશનને વધારે છે અને તેને ઉષ્ણ પણ કરે છે. મોબાઇલ ફોન પર જો લાંબી વાત ચાલે તો માનવ શરીરમાં રહેલું લોહી પણ ઉષ્ણ થાય છે. એ ઉષ્ણતા આખા શરીરમાં ફેલાઈ જાય છે. સાથે સાથે એ પણ જાણી લેવું જોઈએ કે, ટીવી, રેડિયો ટાવર્સ અને કમ્પ્યૂટર્સ પણ રેડિએશન ફેલાવે છે. સાથે સાથે એ પણ જાણી લેવું જોઈએ કે જો તમે જાણીતી કંપનીનો મોબાઇલ ફોન ખરીદો છો તો તે સાથે આવતી મેન્યુઅલ-પુસ્તિકામાં રેડિએશનના ઉત્સર્જન અંગે પણ ચેતવણી લખવામાં આવેલી હોય છે, પણ બહુ ઓછા લોકો એ વાંચે છે.
સૌથી ભયજનક વાત એ છે કે, મોબાઇલ ફોનના વધુ પડતા ઉપયોગથી સૌથી વધુ નુકસાન બાળકોને થાય છે, કારણ કે તેમનામાં રોગપ્રતિકારક ક્ષમતા વિકસેલી હોતી નથી. તાજેતરમાં દેશના એક મેટ્રો શહેરની એક સ્કૂલનાં ૧૦૦૦ બાળકો પર એક સરવે થયો હતો. આ સરવેની ફલશ્રુતિ એવી હતી કે ૬૩ ટકા બાળકોને એ વાતની ખબર નહોતી કે મોબાઇલ ફોનના વધુ પડતા વપરાશથી સ્વાસ્થ્યને હાનિ પહોંચે છે. ૧૩થી ૧૮ વર્ષનાં બાળકો પર થયેલી આ મોજણીમાં જણાયું હતું કે, ૫૭ ટકા બાળકો મોબાઇલ પર રોજ ૧૨૦ મિનિટ વાત કરે છે. તે પૈકી ૬૫ ટકા બાળકો ઇયર ફોનનો ઉપયોગ કરતાં નથી. ૫૬ ટકા બાળકો એવાં હતાં જેમના ઘરમાં લેન્ડલાઇન ફોન હોવા છતાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરતાં હતાં. ૫૧ ટકા બાળકો ઘરમાં વાઇ-ફાઇનો ઉપયોગ કરતાં હતાં. ૭૪ ટકા બાળકો રાત્રે સૂતી વખતે પણ મોબાઇલ ફોન સ્વિચ ઓફ કર્યા વગર મોબાઇલને બાજુમાં રાખી સૂઈ જતાં હતાં. પશ્ચિમના તબીબો રાત્રે સૂતી વખતે મોબાઇલ ફોનને બાજુમાં રાખીને ન સૂવા સલાહ આપે છે.
સેલ્યુલર ઓપરેટર એસોસિયેશન મોબાઇલ ફોનમાંથી નીકળતા રેડિએશનથી માનવ સ્વાસ્થ્યને હાનિ પહોંચે છે તેવું સાબિત થયું નથી તેમ કહે છે, પરંતુ વૈજ્ઞાાનિકો કહે છે, મોબાઇલ ફોનના રેડિએશન અંગે વિશ્વમાં ચર્ચા ચાલે છે ત્યાં સુધી પાછળથી પસ્તાવું તે કરતાં મોબાઇલ ફોનનો વિવેકસભર ટૂંકો ઉપયોગ કરવો તે વધુ બહેતર છે.
સલાહ છે કે, મોબાઇલ પર વાત કરવાના બદલે ટેક્સ્ટ મેસેજીસ(એસએમએસ)નો વધુ ઉપયોગ કરો. મોબાઇલ ફોન પર સ્પીકર ફોનની સુવિધા છે તેનો ઉપયોગ કરો. ખૂબ લાંબી વાતો મોબાઇલ પર ન કરો. રાત્રે સૂતી વખતે મોબાઇલ ફોનને દૂર રાખો. લેન્ડલાઇન ફોનનો વધુ ઉપયોગ કરો. જ્યાં ઓછાં સિગ્નલ આવતાં હોય ત્યાં મોબાઇલ ફોનનો ઉપયોગ ટાળો, કારણ કે અહીં જ રેડિએશનના ઉત્સર્જનની શક્યતા વધુ રહે છે.

Get Update Easy