HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

17 માર્ચ, 2015

CCC ON LINE

 

CCC ONLINE MOCK TEST
તમારી ભાષા પસંદ કરો
આ પેપર માં  GTU માં પૂછશે અને પુછાયેલા છે તેવા કૂલ 50 પ્રશ્ન છે જેમાંથી તમારે પાસ થવા માટે 25 સાચા જવાબ આપવાનારેહશે જેના માટે તમારી પાસે 1 કલાક નો સમય છે

Click here to go on Online test

બાળકની જિજ્ઞાસાવૃત્તિ સાથે કેવી રીતે ડીલ કરશો
૫ વર્ષનો કરણ તેના પપ્પાને પૂછે છે, પપ્પા ચાંદામામા કેમ રાતે જ દેખાય છે? ત્યારે તેના પપ્પા તેને માથે હળવી ટપલી મારતાં મમ્મીને કહે છે કે તારો છોકરો એકદમ તારી પર જ ગયો છે, બહુ સવાલો પૂછે છે. ઘરના બધા જ સભ્યો સાંભળતાં હસવા લાગે છે. પ વર્ષનો કરણ મૂંઝાય છે કે મેં એવું તે શું પૂછયું કે બધાં જ હસે છે અને પપ્પાએ મને માર્યું કેમ? ઘણાં છોકરાઓ આવી પરિસ્થિતિનો સામનો કરતાં હોય છે.
બાળક જ્યારે જન્મે અને પહેલી વાર મા-બાપ તેમને હાથમાં લે ત્યારે સ્વાભાવિકપણે મોટાભાગનાં મા-બાપ પોતાના બાળકને પ્રોમિસ આપતાં હોય છે કે હું તને ખુશ રાખવા અને તારી દરેક ઇચ્છાઓને સંતોષવાનો પ્રયત્ન કરીશ. આમ, મા-બાપ બાળકના ભવિષ્ય અને ઘડતરને લઈને સજાગ રહેતાં હોય છે, પણ ઘણાં મા-બાપ છોકરાઓના વિકાસ માટે સજાગ હોવા છતાં પણ જાણે-અજાણે ભૂલ કરી દેતાં હોય છે. બાળક જ્યારે ઘણી વાર વિચિત્ર સવાલો પૂછે ત્યારે મા-બાપ તેને ધમકાવીને, કાં તો તેને આડાઅવળા જવાબો આપીને પટાવી દેતાં હોય છે. આમ, બાળકની આ જિજ્ઞાાસા કે કુતૂહલતાને આપણે જોઈએ તેટલી ગંભીરતાથી લેતા નથી.
પૂછતાં પંડિત થવા
 આપણે ત્યાં કહેવત છેને કે - પૂછતાં પંડિત થવાય. આ જ નિયમ બાળકો માટે પણ એટલો જ લાગુ પડે છે. પોતાના મનમાં ઉદ્ભવતી જિજ્ઞાસાને તે વિવિધ જવાબો કે જ્ઞાન દ્વારા સંતોષે છે. જિજ્ઞાસા સંતોષાવાથી તેની વિચારશક્તિ-સમજવાની ક્ષમતા વિકસે છે.
 આમ, બાળકમાં આ જિજ્ઞાાસાવૃત્તિ સંતોષવાથી તેનામાં જિજ્ઞાસાવૃત્તિની ટેવ કેળવાય છે, તે સાથે તેના વિચારોનું ઘડતર થાય છે. જો તમારા બાળકમાં ઉત્સુકતા, જિજ્ઞાસા અને કુતૂહલતાં રહેશે તો તેનામાં એક્સ્પ્લોર અને ડિસ્કવર કરવાની ક્ષમતા વિકસશે.
શાંતિથી સાંભળવાનું રાખો
બાળક જ્યારે પણ કોઈ પ્રશ્ન પૂછે ત્યારે તેના માટે તેને કદી ધમકાવશો નહીં, તેની વાત કાપશો નહીં કે ગુસ્સો કરો કે હસશો નહીં. તેના સવાલને શાંતિથી સાંભળીને તેનો જવાબ આપવાનો પ્રયાસ કરો. આથી જ્યારે બાળકને બીજી વાર પ્રશ્ન પૂછવાનું મન થાય તો તે નિઃસંકોચ થઈને પૂછી શકશે. ઉપરાંત તેનામાં સંકોચ વગર પ્રશ્ન પૂછવાનો આત્મવિશ્વાસ આવશે, જે તેના વ્યક્તિત્વ ઘડતરમાં મોટો ફાળો આપશે.
ઘણી વાર બાળકો એવા સવાલો પૂછતાં હોય છે જેનો જવાબ આપણે જાણતાં નથી કે તેનો જવાબ આપવો મુશ્કેલ હોય છે. આવા સમયે ઘરના અન્ય સભ્યોની, વડીલોની કે ઇન્ટરનેટ જેવાં માધ્યમનો ઉપયોગ કરી પણ બાળકોના પ્રશ્નનો જવાબ આપીને તેની જિજ્ઞાસાને સંતોષવા પ્રયત્ન કરો.
મા-બાપ માટે સલાહ
તમારાં બાળકો માટે તમારે સકારાત્મક વિચારસરણી કે પ્રતિક્રિયા દાખવવી જોઈએ. જો તમે આમ નહીં કરો તો બાળકના મનમાં ખોટી ગ્રંથિ બંધાશે કે જિજ્ઞાાસુ હોવું એ કે પ્રશ્ન પૂછવો તે બરાબર નથી અને ધીમે-ધીમે આ બાબતે તેનામાં લઘુતાગ્રંથિ આવી જશે. ઊલટું, તમે પણ બાળકને સામે ઓપન એન્ડેડ પ્રશ્નો પૂછો અને તેમની સાથે ડિબેટ કરો. જેથી તેની કોમ્યુનિકેશન સ્કિલ અને જવાબો આપવાની ક્ષમતા પણ સાથે વિકસે.
જિજ્ઞાસાવૃત્તિ બાળકને એક નવી દુનિયાથી પરિચિત કરાવશે
 પોતાની આસપાસ દેખાતી વસ્તુઓ, જગ્યાઓ, વ્યક્તિઓને જોતાં જ બાળકોને તેમને લઈને કુતૂહલતા સર્જાય છે. ન જોયેલી વસ્તુ અને તેના માટેની જિજ્ઞાસાનો જવાબ તેને એક અલગ દુનિયાથી પરિચિત કરાવશે. આમ, બાળકો પોતાની આસપાસ જોવા મળતી આ અનુભૂતિઓને તમારી સમક્ષ શેર કરતાં શીખશે અને તેના પ્રશ્નોને લઈને તેનું ભાવવિશ્વ કેળવવામાં પણ તમને સહાયતા મળશે.

Get Update Easy