વિશ્વગ્રાહક દિન - 15 March
- વૈશ્વિક અર્થકારણમાં ગ્રાહકોનું મહત્વ સ્વીકારી તેમનું શોષણ અને અન્યાય અટકાવવા માટે વિશ્વભરના રાષ્ટ્રોમાં ગ્રાહકોની જાગૃતિ માટે ઠોસ કદમ ઉઠાવવાના નિર્ધાર સાથે, સંયુકત રાષ્ટ્રોએ ૧૫મી માર્ચને જે રીતે વિશ્વગ્રાહક દિન જાહેર કરેલ છે તે જ રીતે આપણી રાષ્ટ્રીય સરકારે છેલ્લા ૧૦ વર્ષથી દેશભરમાં બહુરાષ્ટ્રીય કંપનીઓના આક્રમણ સામે ગ્રાહકોને રક્ષણ આપવા અને તેમાં જાગૃતિ લાવવા પ્રતિ વર્ષ ૨૪મી ડિસેમ્બરને ‘‘રાષ્ટ્રીય સુરક્ષા દિન'' તરીકે ઉજવવા નક્કી કરેલ છે.
- ગ્રાહક સુરક્ષા Presentation Download
- જાગો ગ્રાહક જાગો - (આભાર,શ્રેયસ દેસાઈ-સંદેશ)
"આપણે
સૌ ગ્રાહક છીએ. પ્રત્યેક પબ્લિક અને પ્રાઇવેટ
આર્થિક
નિર્ણયોને અસર કરતો અથવા એવા નિર્ણયોથી અસર પામતો સૌથી મોટો
આર્થિક સમૂહ ગ્રાહકોનો છે. આમ છતાં, ગ્રાહકોનો
સમૂહ એ એવો
સમૂહ છે જેના અભિપ્રાયો મહદ્અંશે-
સમૂહ છે જેના અભિપ્રાયો મહદ્અંશે-
ઉપરોક્ત
શબ્દો અમેરિકાના તત્કાલીન પ્રમુખ શ્રી જ્હોન એફ કેનેડીએ ૧૫મી માર્ચ, ૧૯૬૨ના દિવસે
અમેરિકન સંસદ સમક્ષ કરેલ ભાષણમાં ઉચ્ચાર્યા હતા. કેનેડીએ ગ્રાહકના અધિકારોના
સંરક્ષણ અને સંવર્ધન માટે અસરકારક કાનૂની વ્યવસ્થા જરૂરી હોવાનું પણ
જણાવ્યું હતું. જોકે કેનેડીના ઉપરોક્ત ઉચ્ચારણનો પડઘો છેક ૨૧ વર્ષ પછી એટલે
કે ૧૯૮૩માં પડયો હતો અને કન્ઝ્યુમર્સ ઇન્ટરનેશનલ નામની આંતરરાષ્ટ્રીય ગ્રાહક
સંગઠને ૧૫મી માર્ચ, ૧૯૮૩ના દિવસથી પ્રત્યેક વર્ષ ૧૫મી માર્ચને
વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવાનું શરૂ કર્યું હતું. ભારતમાં સ્વ.
રાજીવ ગાંધીની સરકાર દ્વારા ગ્રાહક સુરક્ષા ધારો ઘડવામાં આવ્યો હતો. જેને
ભારતીય સંસદે પસાર કર્યા બાદ તા.૨૪-૧૨-૧૯૮૬ના રોજ રાષ્ટ્રપતિની મંજૂરી મળી
હતી,
જેથી પ્રતિવર્ષ ૨૪મી ડિસેમ્બરનો દિન ભારતમાં રાષ્ટ્રીય ગ્રાહક
અધિકાર દિન તરીકે ઉજવાય છે.
કોણ ગ્રાહક ગણાય?
આ ધારામાં
મૂલ્ય ચૂકવીને અથવા ચૂકવવાનું વચન આપીને
અથવા અંશતઃ ચૂકવીને ચીજવસ્તુ ખરીદનાર યા
સેવા મેળવનાર વ્યક્તિને ગ્રાહક ગણવામાં આવે છે, પરંતુ
રી-સેલ કે વાણિજ્યિક હેતુ માટે ચીજવસ્તુ ખરીદનારનો ગ્રાહકની વ્યાખ્યામાં
સમાવેશ થતો નથી.
ફરિયાદમાં શું હોવું જોઈએ?
ગ્રાહકે
ગ્રાહક ફોરમ/કમિશન સમક્ષ કરેલી ફરિયાદમાં નીચેની એક અથવા વધુ બાબતો સંબંધી લેખિત
આક્ષેપો હોવા જોઈએ.
* કોઈ
પણ વેપારીએ અપનાવેલી ગેરવાજબી વેપારી પ્રથાને પરિણામે ગ્રાહકને થયેલા નુકસાન અથવા
હાનિ થવા બાબત.
* માલ
યા ચીજવસ્તુમાં યા સેવામાં એક યા વધુ ખામી હોવા બાબત.
* કાયદાની
રૂએ નક્કી થયેલી કિંમત કરતાં વેપારીઓએ લીધેલી કિંમત વધુ હોવા બાબત.
ફરિયાદ ક્યાં ફાઇલ કરવી?
ચીજવસ્તુ કે
સેવા અથવા વળતરનું મૂલ્ય રૂ.૨૦ લાખ સુધી હોય તો જ્યાં દાવાનું
કારણ ઉપસ્થિત થતું હોય તે જિલ્લાના અથવા સામા પક્ષકાર જ્યાં રહેતો યા
ધંધો કરતો હોય તે જિલ્લાના ડિસ્ટ્રિક્ટ ફોરમમાં ફરિયાદ ફાઇલ કરી શકાય છે.
વળતરનું મૂલ્ય રૂ.૨૦ લાખ કરતાં વધુ, પણ
૧ કરોડથી
ઓછું હોય તો જ્યાં દાવાનું કારણ ઉપસ્થિત થતું હોય તે રાજ્ય
સંઘપ્રદેશના કમિશન સમક્ષ અથવા સામા પક્ષકાર
જ્યાં રહેતો તે રાજ્ય સંઘપ્રદેશના સ્ટેટ કમિશન
સમક્ષ ફરિયાદ કરવી પડે છે. રૂ.૧ કરોડ કરતાં વધુ કિંમત હોય ત્યારે નેશનલ
કમિશન ન્યૂ દિલ્હી ખાતે ફરિયાદ ફાઇલ કરવી રહી.
દાદ, વળતર
અને સજા ફરિયાદની હકીકતો પુરાવા ધ્યાનમાં
લઈને કમિશન માલની ખામી દૂર કરવાનો, માલ
બદલી આપવાનો,
નુકશાન બદલ વળતર
આપવાનો હુકમ કરી શકે છે. હુકમનું પાલન ન થવાના સંજોગોમાં ગંભીર પરિણામો
આવી શકે છે. ગ્રાહક સુરક્ષા ધારાની કલમ ૨૭ અનુસાર કોઈ પણ વ્યક્તિ ડિસ્ટ્રિક્ટ
ફોરમ,
સ્ટેટ કમિશન યા નેશનલ કમિશનના હુકમનું પાલન કરવામાં નિષ્ફળ
જાય તો તેને વધુમાં વધુ ૩ વર્ષ સુધીની જેલની સજા અથવા રૂ.૧૦,૦૦૦/- સુધીનો
દંડ થઈ શકે.
ગ્રાહકોના હિતોનું
વ્યાપક ફલક પર રક્ષણ થાય તે માટે જાહેર જનતાની ભાગીદારી થકી નિયામકશ્રી
તોલમાપ અને ગ્રાહક સુરક્ષાનો તંત્ર, ગ્રાહક
જાગૃતિ અને સુરક્ષાને આગળ વધારવા માટે, ગ્રાહકના
હિતોના રક્ષણ માટે સ્વૈચ્છિક સંસ્થાઓને
માન્યતા આપે છે તેમજ તેઓને વિવિધ પ્રકારની આર્થિક મદદ પણ કરે છે.
- ગ્રાહક સુરક્ષા મંડળો (N.G.O.)
સમગ્ર
રાજ્યને આવરી
લઇ ગ્રાહક પ્રવૃત્તિને લોકભોગ્ય બનાવવાનો રાજ્ય સરકારનો
નિર્ધાર છે. આ
માટે ગ્રાહકોના હિત તેઓની સુરક્ષા માટે કામ કરતાં
સ્વૈચ્છિક મંડળોને
ગ્રાહક પ્રવૃત્તિ હાથ ધરવા માટે સરકાર દ્વારા
માન્યતા તથા
નાણાંકીય સહાય આપવામાં આવે છે. રાજ્યમાં
હાલમાં પ૯ ગ્રાહક સુરક્ષા મંડળોને
માન્યતા આપવામાં આવેલ છે. આ મંડળો દ્વારા સ્થાનિક કક્ષાએ ગ્રાહકોને તેઓની ફરીયાદ
બાબતે
માર્ગદર્શન –
સલાહ અપાય છે
તથા તેઓની ફરીયાદ નિકાલ માટે મદદરૂપ થાય છે. તેમજ ગ્રાહકોમાં તેઓના
અધિકાર પરત્વે જાગૃતિ આવે તે માટે વિવિધ કાર્યક્રમો, સેમીનાર, પ્રદર્શનનું આયોજન કરી
ગ્રાહક પ્રચાર પ્રસારની કામગીરી કરવામાં આવે છે. ગ્રાહક
સુરક્ષા મંડળો તેમની પ્રવૃત્તિ સારી રીતે કરી શકે તે માટે મંડળોને
સરકારશ્રી દ્વારા તાલુકા કક્ષાના મંડળોને રૂપિયા
૭૫,૦૦૦/- જીલ્લા કક્ષાના
મંડળોને રૂ. ૧,૦૦,૦૦૦/- અને છ મ્યુનિ.
કોર્પોરેશન
વિસ્તારના જીલ્લા કક્ષાના મંડળને રૂ. ૧,૨૫,૦૦૦/- સુધીની નાણાંકીય સહાય મંજુર કરવામાં આવે છે.
દરેક જીલ્લા કક્ષાએ ઓછામાં ઓછું ગ્રાહક સુરક્ષા એક મંડળ સ્થપાય
તે અંગેનો નિર્ણય કરવામાં આવેલ છે.
કન્ઝયુમર્સ એફેર્સ એન્ડ
પ્રોટેકશન એજન્સી ઓફ ગુજરાત (કા.પા.ગ.)
ગ્રાહક
સુરક્ષા
પ્રવૃત્તિને વેગ મળે તેમજ ગ્રાહકોના હિતનું રક્ષણ થાય તે માટે
રાજ્ય સરકારે
૧૯૮૫ થી કા.પા.ગ.ની રચના ધી પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ
એકટ-૧૯૫૦ હેઠળ
કરેલ છે. આ સંસ્થા હાલ તોલમાપ ભવન, સારંગપુર, અમદાવાદ ખાતે
કાર્યરત છે.
કા.પા.ગ. ના ચેરમેન તરીકે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગના સચિવશ્રી
ફરજ બજાવે છે અને નિયામક તરીકે નિયંત્રકશ્રી, કાનુની માપ વિજ્ઞાન નિયામક, ગ્રાહક બાબતો તરીકે ફરજ
બજાવે છે. કા.પા.ગ.ની કારોબારી સમિતિમાં કુલ ૧૨ સભ્યો હોય
છે. જેમાં સાત-સરકારી સભ્યો તથા માન્ય ગ્રાહક સુરક્ષા
મંડળની ચુંટણીથી નિયુકત થયેલ ૫-બીનસરકારી સભ્યો
જેમાં
ફરજીયાતપણે એક મહિલા સભ્યની તેમજ એક આદિવાસી સભ્યની જોગવાઇ છે.
કા.પા.ગ.
- ગ્રાહક સુરક્ષા મંડળોને માન્યતા આપવા સરકારશ્રીને ભલામણ કરે છે.
- માન્ય ગ્રાહક સુરક્ષા મંડળોને નાણાંકીય સહાય આપવા માટે સરકારશ્રીને ભલામણ કરે છે.
- ગ્રાહક સુરક્ષા પ્રવૃત્તિને વેગ મળે તેમજ ગ્રાહકોના હિતનું રક્ષણ માટે પ્રચાર પ્રસાર ની કામગીરી કરે છે.
ગ્રાહક પ્રચાર-પ્રસાર (પબ્લીસીટી)
ની કામગીરી
નાણાકીય વર્ષ ૨૦૧૨-૧૩ માં ગ્રાહક
પ્રચાર- પ્રસાર (પબ્લીસીટી) ની કામગીરી
- ગ્રાહકો ફરીયાદ નિવારણ-રાજયકક્ષાની નિયામક, ગ્રાહક બાબતોની કચેરી દ્વારા ગ્રાહકો તરફથી મળેલ સીધી ફરીયાદો તથા સરકારશ્રીને મળેલ ફરીયાદો આ કચેરીના તોલમાપ નીરીક્ષકો દ્વારા ફરીયાદીનો રુબરુ સંપર્ક સાધીને ફરીયાદી તથા જે તે કંપની વચ્ચે સમજુતી કરીને બન્ને વચ્ચે સમાધાન થાય અને ફરીયાદીને સંપુર્ણ ન્યાય મળે તે રીતે ફરીયાદોનો નિકાલ કરવામાં આવે છે. જયા પ્રિલીટીગેશન થી ફરીયાદ નિકાલ શકય ન હોય, તો ગ્રાહકોને ગ્રાહક ફોરમમાં ફરીયાદ દાખલ કરવા સલાહ અપાય છે. અને આ બાબતે જરુર જણાય તો ગ્રાહકને માર્ગદર્શન પણ આપવામાં આવે છે. નિયામક, ગ્રાહક બાબતોની કચેરી દ્રારા તા ૧/૪/૨૦૧૨ થી તા.૩૧ /૩ /૧૩ સુધી માં માં ૧૬૮ મળેલ ફરીયાદ પૈકી ૬૦ તથા અગાઉ ની બાકી રહેલ ૧૪૪ એમ કુલ ૨૦૪ ફરીયાદનો નિકાલ કરાયેલ છે.
- ગ્રાહક જાગૃતિ અને સુરક્ષા અંગેના હોર્ડીંગ્સ બાબત રાજયમાં ગ્રાહક જાગૃતિ તેમજ સુરક્ષા બાબતે પ્રચાર માટે રાજ્યના પસંદગીયુકત ૫૨ (બાવન) સ્થળોએ ૧૫ X ૩૦ ફૂટના હોડિંગ્સ ઉભા કરવામાં આવેલ છે સદર ઉભા કરવામાં આવેલ હોડિંગ્સ પર ગ્રાહક જાગૃતિ તેમજ સુરક્ષા બાબતે ની જાહેરાત ના ફેલેક્ષ બેનર લગાડવામાં આવેલ છે . જેમાં દર બે માસે જાહેરાતની ડીઝાઇન બદલાતી રહે છે.
- નાણાકીય વર્ષ ૨૦૧૧-૧૨ થી રાજયના ભાવિ નાગરિકોમાં ગ્રાહક જાગૃતિ વધે તે માટે તે હેતુસરકન્ઝયુમર્સ કલબની યોજના ચાલુ કરેલ. જેમાં જીલ્લાવાર એક સંકલન એજન્સી તરીકે માન્ય ગ્રાહક સુરક્ષા મંડળ કામગીરી કરશે રાજય સરકાર દ્વારા કલબ દીઠ રૂ.૫,૦૦૦/-(કલબને રૂ.૪૦૦૦/- તથા સંકલન એજન્સી રૂ. ૧૦૦૦/-) લેખે નાણાકીય સહાય ચુકવવામાં આવે છે . ચાલુ વર્ષ માં સમગ્ર રાજયમાં કુલ ૧૨૦૦ કન્ઝયુમર્સ કલબ સ્થાપના કરીને , રૂ.૬૦/- લાખની ગ્રાન્ટ ફાળવવા આવેલ છે.
- વિશાળ ગ્રાહક વર્ગમાં
જાગૃતતા આવે તે હેતુસર ગુજરાત રાજ્યમાં દોડતી વેસ્ટર્ન રેલ્વેની ટ્રેન જેવી
કે.....
(૧) ડેમુ-અમદાવાદ-મહેસાણા-પાલનપુર-આબુરોડની ડેમુ ટ્રેનમાં માહે જુલાઇ-૧૨ થી ફેબ્રુ-૧૩ સુધીની મુદત માટે ૬૦ સ્ટિકરો/પોસ્ટરો
(૨) વલસાડ-સુરત-અંકલેશ્વર- ભરૂચ-વડોદરા –અમદાવાદ ગુજરાત કવીન ટ્રેનમાં માહ જુલાઇ-૧૨ થી ફેબ્રુ-૧૩ સુધીની મુદત માટે ૯૦ સ્ટિકરો/પોસ્ટરો લગાડવા વર્કઑર્ડર આપવામાં આવેલ છે જે અનુસાર ગ્રાહક સુરક્ષાની પ્રચાર-પ્રસારની જાહેરાત વર્ષ દરમ્યાન ચાલુ રહેનાર છે - એસટી બસ ત્રિમાસિક પાસ ના ૧૦ લાખ ઓળખકાર્ડ ની પાછળ ગ્રાહક જાગૃતિ ની જાહેરખબરો છાપીને તથા ૨૨૯ નક્કી કરાયેલ પસંદગી ના બસ મથકના સમયપત્રક્ની બાજુમાં ગ્રાહક જાગૃતિ જાહેરખબરો છાપીને નો ગ્રાહક સુરક્ષાની પ્રચાર-પ્રસારની કામગીરી કરવામાં આવી રહેલ છે. જેની જાહેરાત વર્ષ દરમ્યાન ચાલુ રહેલ છે.
- રાજયમાં ગ્રાહક ના માગદર્શન તથા તેમના વિવાદોના નિકાલમાં મદદરૂપ થવા માટે “ ગ્રાહક શિક્ષણ અને સંશોધન કેન્દ્વ, અમદાવાદ” ખાતે સ્ટેટ કન્ઝ્યુમર હેલ્પલાઇન ન- ૧૮૦૦-૨૩૩-૦૨૨૨ કાર્યવિન્ત કરવામાં આવેલ છે જેમાં તા ૧/૪/૨૦૧૨ થી તા.૩૧ /૩ /૧૩ સુધી માં૧૧૭૭૬ જુદી જુદી કવેરીઝ મળેલ છે સ્ટેટ કન્ઝ્યુમર હેલ્પલાઇન માટે રૂ. ૧૧ લાખ ની નાણા સહાય ચુકવવામાં આવેલ છે
- ગ્રાહક જાગૃતિ ના જા ગૃતિના જુદા જુદા વિષયો પર છ (૬) ૨૫-૨૫ મિનિટની ડોક્યુડ્રામા તથા ૩૦ સેકન્ડની આઠ કવીકી વર્ષ ૨૦૧૧-૧૨ માં તૈયાર કરાવેલ. જેમાં છ(૬) ૨૫-૨૫ મિનિટની ડોક્યુડ્રામા કાર્યક્રમોનું દૂરદર્શન મારફ્તે હાલમાં પ્રસારણ-પુન:પ્રસારણ કરાવેલ છે.
- અ.ના.પુ. અને ગ્રા.બા વિભાગ ના ઠરાવ ક્ર: સીપીએ/૧૦૨૦૧૦/ભા.સ.૪/ડ-૧ તા.૧૩/૧/૨૦૧૨ થી રાજ્ય ગ્રાહક કલ્યાણ નિધિ , ગુજરાત ની રચના કરવામાં આવેલ છે. અને તેમાં રાજ્ય સરકારશ્રીનો 25% હિસ્સોઅને ભારત સરકારશ્રીનો 75% હિસ્સો એમ કુલ રૂ. ૧૦ કરોડનું રાજ્ય ગ્રાહક કલ્યાણ નિધિ , ગુજરાતનું ફંડ છે. જેના વ્યાજમાંથી ગ્રાહક પ્રવૃતિ-પ્રચાર-પ્રસારની કામગીરી કરવાની છે. હાલ રાજ્ય સરકારશ્રીનો 25% હિસ્સો એટલે કે રૂ.૨.૫૦ કરોડ જમા કરીને, તેની ડીપોઝીટ જી.એસ.એફ.સી માં મુકેલ છે. અને તેની વ્યાજની આવક માંથી મંજુર કરાયેલ છ ગ્રાહક સલાહ કેન્દ્રો ચાલુ રાખવા માટે રૂ. ૩.૪૩ લાખની નાણા સહાય આપેલ છે
- સી.ઇ.આર.સી દ્રારા “ ઇનસાઇટ” મેગેઝીન , કે જે “ગ્રાહક સુરક્ષા” ને લગતુ છે અને અંગ્રેજીમાં બહાર પડાય છે. તેનું ગુજરાતીમાં ભાષાંતર કરી, છ દ્વીમાસિક અંક પ્રસિધ્ધ કરવાના તથા તેની ૭૦૦૦ નકલો નક્કી કરાયેલ પસંદગીયુકત ઉપભોકતાઓને વિનામૂલ્યે વિતરણ કરવા રૂ.૧૮.૬૧ લાખની સહાય આપવામાં આવેલ છે.
- ભારત સરકારે ૧૫ મી માર્ચ ના રોજ ‘’વિશ્વ ગ્રાહક દિન’’ તથા ર૪મી ડીસેમ્બર ને ‘’રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન’’ તરીકે ઉજવવાનું નકકી કરેલ છે. જે મુજબ રાજય સરકાર દ્વારા ૧૫ મી માચઁ ‘‘વિશ્વ ગ્રાહક અધિકાર દિન‘‘ તથા ૨૪ મી ડીસેમ્બર ‘‘રાષ્ટીય ગ્રાહક અધિકાર દિન‘‘ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસો ની ઉજવણી માં રાજય કક્ષાએ પણ આયોજન કરવામા’ આવે છે.ચાલુ નાણાકીય વર્ષ માં ૨૪ મી ડીસેમ્બર -૨૦૧૨ ની ઉજવણી વિધાનસભા ચૂંટણી આચારસંહિતાના કારણે કરાયેલ ન હતી. પણ ૧૫ મી માર્ચ -૨૦૧૨ ની ઉજવણી નો રાજ્યકક્ષાનો કાર્યક્રમ રાજકોટ મુકામે આયોજીત કરેલ હતો. આ બન્ને દિનો ની ઉજવણી માટે જિલ્લાકક્ષાએ મદદનીશ તોલમાપ અને ગ્રાહક સુરક્ષા અધિકારીશ્રીઓ કૂલ રૂ. ૨,૬૦,૦૦૦ લાખની તથા માન્ય ગ્રાહક સુરક્ષા મંડળોને દરેકને રૂ.૧૦,૦૦૦ સુધીની નાણા સહાય આપવામાં આવે છે. આ બન્ને દિનો ની ઉજવણી માં જિલ્લા/તાલુકામાં કક્ષાએ સરકાર માન્ય ગ્રાહક મંડળો પુરવઠાતંત્ર અને તોલમાપ તંત્ર ની મદદથી રેલીઓ, ગ્રાહક શિબિરો, પ્રદશનો,શેરી નાટકો જેવા કાર્યક્રમોનું આયોજન કરી ગ્રાહક જાગૃતિનો ફેલાવો કરે છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્રારા ૨૫ મી જુન તથા ૧૫મી સપ્ટેમ્બર એમ બે દિવસો ‘’ ગ્રાહક દિન” તરીકે ઉજવાય છે.
ગ્રાહક સલાહકાર કેન્દ્રોની
સ્થાપના
જીટીઝેડ તથા ભારત સરકારના ગ્રાહક
બાબતોનો વિભાગ તથા રાજ્ય સરકારના સંયુક્ત પ્રોજેકટના સહયોગથી આ GTZ પ્રોજેક્ટ અંતર્ગત
ગ્રાહક સલાહકાર કેન્દ્રોની
સ્થાપના કરવામાં આવેલ GTZ is Deusche Geseltschalt for Technische Zusannenarbeit
(GTZ). It is a German name meaning in English as German Technical Cooperation.
ગ્રાહક સલાહકાર કેન્દ્રોમાં ગ્રાહક સુરક્ષા ને લગતા વિવિધ પ્રશ્નો અંગે માર્ગદર્શન આપવા માટે ગ્રાહક મંડળો દ્વારા ગ્રાહકોના પ્રશ્નો નો ઉકેલ વિષય નિષ્ણાતો કરશે આ પ્રોજેકટ અંતર્ગત ગ્રાહક સલાહકાર કેન્દ્રો દ્વારા મહિનામાં નકકી કરાયેલ દિવસે વીડિયો કોન્ફરન્સીંગ થી ઓનલાઇન કામગીરી કરવાની હોય છે. આ નોડલ એજન્સી તરીકે ગ્રાહક શિક્ષણ અને સંશોધન સોસાયટી CERC કામગીરી કરે છે.તથા જેનું મોનીટરીંગ તથા માર્ગદર્શન, તાલીમ વિ. પણ CERC દ્વારા થાય છે. આ પ્રોજેકટ હેઠળ હાલમાં કુલ છ ગ્રાહક સલાહકાર કેન્દ્રો કામ કરે છે. આ ઉપરાંત ગ્રાહક સલાહકાર કેન્દ્ર તરીકે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ હેઠળ ૧૭ માન્યતા પ્રાપ્ત ગ્રાહક મંડળો કે જે મંડળ પોતાની મેળે અને કોઇપણ સહાય વગર ગ્રાહક સલાહકાર કેન્દ્ર પ્રોજેક્ટમાં સ્વેચ્છાએ જોડાયેલ છે. તેઓ જીટીઝેડ પ્રોજેક્ટ અંતર્ગતના સોફટવેરમાં ગ્રાહક ફરીયાદ બાબતે ઓનલાઇન કામગીરી કરે છે.
ગ્રાહક સલાહકાર કેન્દ્રોમાં ગ્રાહક સુરક્ષા ને લગતા વિવિધ પ્રશ્નો અંગે માર્ગદર્શન આપવા માટે ગ્રાહક મંડળો દ્વારા ગ્રાહકોના પ્રશ્નો નો ઉકેલ વિષય નિષ્ણાતો કરશે આ પ્રોજેકટ અંતર્ગત ગ્રાહક સલાહકાર કેન્દ્રો દ્વારા મહિનામાં નકકી કરાયેલ દિવસે વીડિયો કોન્ફરન્સીંગ થી ઓનલાઇન કામગીરી કરવાની હોય છે. આ નોડલ એજન્સી તરીકે ગ્રાહક શિક્ષણ અને સંશોધન સોસાયટી CERC કામગીરી કરે છે.તથા જેનું મોનીટરીંગ તથા માર્ગદર્શન, તાલીમ વિ. પણ CERC દ્વારા થાય છે. આ પ્રોજેકટ હેઠળ હાલમાં કુલ છ ગ્રાહક સલાહકાર કેન્દ્રો કામ કરે છે. આ ઉપરાંત ગ્રાહક સલાહકાર કેન્દ્ર તરીકે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ હેઠળ ૧૭ માન્યતા પ્રાપ્ત ગ્રાહક મંડળો કે જે મંડળ પોતાની મેળે અને કોઇપણ સહાય વગર ગ્રાહક સલાહકાર કેન્દ્ર પ્રોજેક્ટમાં સ્વેચ્છાએ જોડાયેલ છે. તેઓ જીટીઝેડ પ્રોજેક્ટ અંતર્ગતના સોફટવેરમાં ગ્રાહક ફરીયાદ બાબતે ઓનલાઇન કામગીરી કરે છે.
ગ્રાહક સુરક્ષા દિનની ઉજવણી
ભારત
સરકારે ૧૫ મી
માર્ચ ના રોજ ‘‘વિશ્વ ગ્રાહક દિવસ’’ તથા ર૪ મી ડીસેમ્બરને ‘‘રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર
દિવસ’’
તરીકે ઉજવવાનું
નકકી કરેલ છે. જે મુજબ રાજ્ય સરકાર દ્વારા ૧૫ મી માર્ચ ‘‘વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ’’ તથા ર૪ મી
ડીસેમ્બરને ‘‘રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર
દીવસ’’
તરીકે ઉજવવામાં
આવે છે. આ દિવસોની ઉજવણીમાં રાજ્ય કક્ષાએ
સેમીનારનું આયોજન કરવામાં આવે છે. આ બંને દિવસોની ઉજવણી માટે જીલ્લા
કક્ષા ગ્રાહક સુરક્ષા અધિકારીશ્રીને દિઠ કુલ
રૂ. ૬,૦૦,૦૦૦ લાખની તથા માન્ય ગ્રાહક
સુરક્ષા મંડળોને દરેકને રૂ. ૧૦,૦૦૦ સુધીની નાણાકીય સહાય આપવામાં આવે છે.
આ દિવસોની ઉજવણીમાં રાજ્ય કક્ષા સેમીનારનું આયોજન કરવામાં
આવે છે. તથા જીલ્લા કક્ષાએ સરકાર માન્ય ગ્રાહક
મંડળો
પુરવઠાતંત્ર અને તોલમાપ તંત્રની મદદથી રેલીઓ, ગ્રાહક શિબિરો, પ્રદર્શનો, શેરી નાટકોનું આયોજન કરી
ગ્રાહક જાગૃતિનો ફેલાવો કરે છે.
આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા રપ મી જુન તથા ૧૫ મી સપ્ટેમ્બર એમ બે દિવસો ‘‘ગ્રાહક દિવસ’’ તરીકે ઉજવવાનું નકકી કરેલ છે.
આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા રપ મી જુન તથા ૧૫ મી સપ્ટેમ્બર એમ બે દિવસો ‘‘ગ્રાહક દિવસ’’ તરીકે ઉજવવાનું નકકી કરેલ છે.
કન્ઝયુમર વેલફેર ફંડ
રાજ્યમાં
ગ્રાહક જાગૃતિ
અને ગ્રાહક સુરક્ષાની પ્રવૃત્તિઓ વેગવાન બને અને સરળતાથી થઇ
શકે તેમજ કાયમી
નાણાકીય સ્ત્રોત ઉભું થાય તે હેતુને લક્ષમાં લઇને
રાજ્ય ગ્રાહક કલ્યાણ નિધિની સ્થાપના કરેલ છે. અને તેને વધુ
સુદ્દઢ બનાવવા માટે ભારત સરકારની સહાયથી રૂા. ૧૦.૦૦ કરોડનું કોર્પસ
ફંડ ઉભુ કરવામાં આવી રહેલ છે. જેમાં ૭૫ ટકા ફાળો
એટલે કે રૂા.
૭.૫૦ કરોડ ભારત સરકારનો અને ર૫ ટકા ફાળો એટલે કે ર.૫૦ કરોડ
રાજ્ય સરકારનો
છે. રાજ્ય સરકાર દ્વારા સદર રકમ ફળવાઇ ગયેલ છે અને આ રકમ પર
વ્યાજ મળી શકે
તે રીતે તેની ડીપોઝીટ જી.એસ એફ સી માં મુકેલ છે અને દર
વર્ષે મળેલ
વ્યાજ માંથી ગ્રાહક હિત ને ઉત્તેજન અને સુરક્ષા માટેના પ્રોજેકટ
માટે અ.ના.પુ
અને ગ્રા.બા વિભાગ ના ઠરાવ ક્ર : સીપીએ / ૧૦૨૦૧૦ / ભા.સ ૪ /
ડ૧
તા.૧૩/૧/૨૦૧૨ ની જોગવાઇ અનુસાર સંબંધિત સંસ્થાને નાણા સહાય આપવામાં આવે
છે.