સદીના મહાન વૈજ્ઞાાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન
વિજ્ઞાાનના વિશ્વમાં જેનું નામ બહુ માનપૂર્વક લેવાય છે તેવા ૨૦મી
સદીના મહાન ભૌતિક વૈજ્ઞાાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇનનો આજે જન્મદિવસ છે.
આલ્બર્ટ આઇન્સ્ટાઇને જ્યારે સાપેક્ષવાદ રજૂ કર્યો ત્યારે તેમને કોઈ માનવા
તૈયાર નહોતું. સમય જતાં તેમનો સાપેક્ષવાદનો નિયમ બધાને સમજાયો. આજે લોકો
તેમને સલામ કરે છે, કેમ કે સાપેક્ષવાદ બધી જ
પરીક્ષામાંથી પાસ થયો. સાપેક્ષવાદ પ્રમાણે સમયથી માંડીને બધાં જ પરિમાણ
સાપેક્ષ છે. એટલે આપણો વર્તમાન બીજા માટે ભૂતકાળ કે ભવિષ્ય હોઈ શકે છે.
વિજ્ઞાાન ક્ષેત્રે જે કાર્ય આલ્બર્ટ આઇન્સ્ટાઇને કર્યું છે તે અનન્ય છે.
તેમના આ પ્રદાન બદલ તેમને નોબલ પરિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. સદીના
મહાન વૈજ્ઞાાનિક એવા આલ્બર્ટ આઇન્સ્ટાઇનના જીવન વિશે થોડી વાતો જાણીએ...
- E=mc2 એવું આપણે સાયન્સના વિદ્યાર્થીને પૂછીએ તો તેઓ તરત જ
કહેશે કે આ દ્રવ્ય ઊર્જાનું સમીકરણ છે અને તેના શોધક જર્મનીના મહાન
વૈજ્ઞાાનિક આર્લ્બટ આઇન્સ્ટાઇન છે. સંખ્યાબંધ વૈજ્ઞાાનિક શોધો કરનાર
આઇન્સ્ટાઇન તેમના સાપેક્ષવાદના સિદ્ધાંતને કારણે વિશ્વભરમાં પ્રખ્યાત થઈ
ગયા.
- આઇન્સ્ટાઇનનો જન્મ ૧૪ માર્ચ, ૧૮૭૯ના રોજ
એ વખતના જર્મન સામ્રાજ્ય ઉલ્મ ગામના એક યહૂદી પરિવારમાં થયો હતો. તેઓ
બાળપણથી હોશિયાર હતા. માત્ર પાંચ વર્ષની ઉંમરે તેમણે વાયોલિન વગાડવાની
શરૂઆત કરી દીધી હતી અને ૧૦ વર્ષની ઉંમરે તેમણે ગણિત અને ભૌતિકશાસ્ત્રનું
નોલેજ મેળવી લીધું હતું.
- ૧૨ વર્ષના થતાંની સાથે તેમણે ભૂમિતિ શીખી લીધી હતી. જેના
ત્રણ વર્ષ બાદ તો તેમણે મોટાભાગનો અભ્યાસ પણ પૂરો કરી લીધો હતો. જે પછી
તેમણે અંગત કારણોસર ઇટાલી સ્થળાંતર કર્યું હતું. તેમણે પોલિટેક્નિકનો
અભ્યાસ સ્વિટ્ઝર્લેન્ડથી પૂર્ણ કર્યો હતો.
- સ્નાતક થયા પછી તેમની ઇચ્છા શિક્ષક બનવાની હતી પણ તેમને
નોકરી ન મળતાં તેમણે નવી નવી શોધોની નોંધણી કરાવવા માટેની પેટન્ટ ઓફિસમાં
નોકરી શરૂ કરી. જ્યાં તેમનું કામ નવી શોધો માટે રજિસ્ટર્ડ કરાવવા માટે
આવનારની ખરાઈ કરવાનું હતું. માથાના દુખાવા જેવા આ કાર્યમાં તેમનું મગજ ઘસાઈ
ઘસાઈને સતેજ થઈ ગયું હતું. આ પેટન્ટ ઓફિસમાં જ તેમણે ૪ રિસર્ચ પેપર લખ્યાં, જે આગળ જતાં ઇતિહાસ બની ગયાં હતાં. જેમાં તેમણે પરમાણુ ઊર્જા વિશે વિજ્ઞાાનને નવી દિશા આપી હતી.
- તેમણે જર્મની અને સ્વિટ્ઝર્લેન્ડની વિવિધ યુનિવર્સિટીમાં
પ્રોફેસર તરીકે સેવા આપ્યા બાદ અમેરિકામાં સંશોધન પર કાર્ય કરવાની શરૂઆત
કરી હતી.
આ માણસ નહીં, હોટ અેર બલૂન છે
તાજેતરમાં મલેશિયામાં નદી પાસે આવેલી એક મસ્જિદ નજીક આકાશમાં એક ચહેરો તરતો
જોવા મળ્યો છે. એક ડચ પેઈન્ટરના ચહેરા જેવુ દેખાતું આ ખરેખર બલૂન છે જે
હોટ એર બલૂન ફેસ્ટિવલમાં સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતું.