- સંવેદનશીલ કેન્દ્રો પર વિજીલન્સ સ્કવોર્ડ અને બોર્ડના સભ્યોનું ચેકીંગ
માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા.૧૨ માર્ચથી લેવાનાર
પરીક્ષાનું કાઉન્ટ ડાુઉન શરૃ થઈ ચૂક્યું છે અને ધો.૧૦, ધો.૧૨ સામાન્ય
પ્રવાહ અને વિજ્ઞાાન પ્રવાહના પેપરો દરેક જિલ્લા મથકે બનેલા સ્ટ્રોંગરૃમમાં
મુકી દેવાયા છે. બોર્ડની પરીક્ષામાં ગેરરીતી ખાળવા માટે સીસીટીવી અને
ટેબ્લેટની મદદથી રેર્કોિંડગ પૂર્ણ સમયનું રેર્કોિંડગ કરાશે અને દરેક દિવસની
સીડી બનાવીને સંચાલકોએ બોર્ડને મોકલવાની રહેશે. બોર્ડ દ્વારા સંવેદનશીલ
કેન્દ્રો ઉપર ચેકીંગ કરવા માટે ખાસ ટીમો બનાવી છે. બોર્ડના સદસ્યો ઉપરાંત
ચુનંદા પ્રિન્સીપાલો અને અધ્યાપકોને ચેકીંગમાં મોકલવામાં આવનાર છે. દરેક
સ્કુલને નંબરોની યાદી અને છાત્રોની રિસિપ્ટ પહોંચાડી દેવામાં આવી
છે.સ્કુલોએ છાત્રો સુધી પરીક્ષાની રિસિપ્ટ પહોંચાડી દીધી છે. વિદ્યાર્થીઓ
માટે ક્યાં નંબર આવે છે તે ઘણું મહત્વનું હોઈ છે. ઘર નજીક કે પોતાની
જ શાળામાં નંબર આવે તો તેનો માનસિક ફાયદો મળી રહેતો હોઈ છે. આ વખતે ઉતરવહીઓ
સાથે જ શાળા સંચાલકો પોતાને ત્યાં થયેલા રેર્કોિડગની સીડી બનાવીને મોકલી
આપવાનું ફરજીયાત કરાયું છે.