HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

20 ફેબ્રુઆરી, 2015

Though of the day

બ્રેક વિનાની ગાડી કરતા વિવેક વિનાની વાણી વધુ ઝોખમી છે.

 SWINE FLU -સ્વાઇન ફ્લુ વિષેની ગુજરાતીમાં જાણકારી 
Image1
જાણકારી માટે અહી ક્લિક કરો 
THANKS TO PURAN GONDALIYA 

  સ્વાઈન ફ્લુ સામે અસરકાર આયુર્વેદિક ઉકાળો આ રીતે બનાવો

સ્વાઈન ફ્લુથી લોકોનું રક્ષણ થાય તે માટે તૈયાર કરેલા ઉકાળાની રીત લોકો સુધી પહોંચાડવા માટે તબીબોએ સ્વખર્ચે પેમ્પેલ્ટ પણ તૈયાર કર્યા છે. . જીવલેણ સ્વાઈન ફ્લુની શરૃઆત શરદીથી થાય છે. ત્યારે તબીબોએ તૈયાર કરેલો આયુર્વેદિક ઉકાળો સામાન્ય શરદી-ફ્લુને તો મટાડે છે.પરંતુ સ્વાઈન ફ્લુથી બચવા માટે અકસીર સાબિત થઈ શકે છે.
સ્વાઈન ફ્લુ સામે અસરકાર આયુર્વેદિક ઉકાળો આ રીતે બનાવો 
 સૂંઠ, મરી, લીંડીપીપર, તજ, તમાલ પત્ર, એલચી અને લવીંગ લો.તે તમામ સામગ્રીને ૧૦ ગ્રામ લઈને સૌ પ્રથમ પાવડર બનાવવો. તેમાં ૧૦થી ૧૫ તુલસીના પાન વાટીને નાખવા તથા અડધી ચમચી ગોળ ઉમેરી બે ગ્લાસ પાણીમાં નાખવું. બાદમાં આ પાણીને બે થી ત્રણ મિનિટ ઉકાળવું.આ ઉકાળાને નરણા કોઠે પીવાથી વધુ અસરકારક સાબિત થાય છે.

બિનશૈક્ષણિક સફળતા
Success
આપણે બાળપણ અને યુવાનવયમાં જીવનની સફળતામાં ફક્ત ભણવાની કે અભ્યાસની સફળતાને જ ગણતા હોઈએ છીએ. ખરેખર તો નાનપણમાં, કિશોરાવસ્થામાં અને યુવાનવયમાં સૌથી વધારે મહત્ત્વનું છે પોતાની જાતને ઓળખવાનું. પોતાને શું કરવાની મજા આવે છે અને પોતાની શક્તિઓ કયા ક્ષેત્રમાં સૌથી વધારે છે તે જાણી લઈએ તો તેનાથી જિંદગીભરનો માર્ગ સરળ થઈ જતો હોય છે.
આપણે આપણા જીવનનો શરૂઆતનો સમય પોતાની શક્તિઓને ઓળખવાની જગ્યાએ ખાલી અભ્યાસક્રમ અને શૈક્ષણિક લાયકાત ઊભી કરવામાં જ કરતા હોઈએ છીએ. ખાલી અભ્યાસક્રમ અને ભણવાની બાબતમાં વધારે પડતું ધ્યાન આપવાથી આપણે આ વર્ષોમાં આપણી જિંદગીની સાચી દિશા નક્કી કરવાનું ચૂકી જતા હોઈએ છીએ.
આપણા વિદ્યાર્થીઓ, કુટુંબીજનો, સમાજ અને આપણા મિત્રો બધા ખાલી અભ્યાસમાં નિપુણતાને મહત્ત્વ આપીને બાકીની બધી શક્યતાઓને બિલકુલ નજરઅંદાજ કરતા હોઈએ છીએ. આ કરવાના કારણે એવા લોકો પોતાના માટે બિનઅનુકૂળ કરિયરમાં ફસાઈ જતા હોય છે. કેટલાય એવા પ્રોફેસર હોય છે જે દરરોજ ભણાવવા કરતાં વૈજ્ઞાનિક થયા હોત તો દેશની દિશા બદલી શક્યા હોત. કેટલાય એવા લોકો જે આર્કિટેક્ટ થયા હોય પણ બિલ્ડિંગ મટીરિયલનો વ્યવસાય કરવાનો નિર્ણય તો નાનપણમાં જ લઇ લીધો હોય છે. અભ્યાસમાં સંગીતની વ્યસ્તતાને કારણે ધ્યાન ઓછું આપો અને કોલેજમાં જવુ ના પડે એવી ઓપન યુનિવર્સિટીમાં અત્યારે બીએનો અભ્યાસ ચાલ કરી શકાય. આમ, ગ્રેજ્યુએશન જરૂર પૂરું કરવાનું પણ તેમાં કેટલા માર્ક્સ આવે છે તેના કરતાં સંગીતમાં કેવી રીતે આગળ વધાય તે જ ફોકસ કરવો જોઇએ.
અમદાવાદના પાર્થિવ પટેલનો પણ તે જ અભિગમ. ક્રિકેટ મહત્ત્વનું ભણવાનું તેની સાથે જેટલું થાય તેટલું કરવાનું ભણવાનું છોડી દેવાનું નહીં પણ પોતાની રુચિ પ્રમાણે નક્કી કરેલી કારકિર્દી ઉપર સંપૂર્ણ ફોકસ આપવાનો.
આઈઆઈએમ અમદાવાદના એક વિદ્યાર્થીએ એમબીએ કર્યા પછી લાખો રૂપિયાની નોકરીની ઓફરો ઠુકરાવી પોતાની સંગીતની કારકિર્દી પસંદ કરી અને ફાઈનાન્સ અને માર્કેટિંગને મૂકીને સંગીતની ક્રિએટિવ આર્ટને પસંદ કર્યું. થોડાં વર્ષોની મહેનત પછી હમણાં તેમને ફિલ્મોમાં બ્રેક મળ્યો.
આઈઆઈએમના ઘણા જાણીતા વિદ્યાર્થી હર્ષા ભોગલેએ ક્રિકેટ અને સ્પોર્ટ્સમાં રુચિના કારણે મેનેજમેન્ટ છોડી મનગમતા કામમાં મન પરોવ્યું અને આજે તે સફળ કોમેન્ટેટર તરીકે વિશ્વભરમાં નામના મેળવી ચૂક્યા છે.
આપણા સમાજમાં આપણે કેવી રીતે વિદ્યાર્થીને પોતાના રસ અને શક્તિઓ પ્રત્યે જાગૃત કરીએ અને સાચી દિશા લેવાનું બળ આપીએ? સાધારણ ગ્રેજ્યુએટ થવાના બદલે કેવી રીતે અસાધારણ પ્રતિભાઓને પોતાનાં ક્ષેત્રોમાં આગળ વધવાનું પ્રોત્સાહન આપીએ. વિદ્યાર્થી અવસ્થામાં ખાલી ભણવાનું આંધળું ફોકસ છોડી પોતાની કારકિર્દી નક્કી કરવાનું મહત્ત્વ સમજાવીએ તે ભલે પછી સંગીતમાં હોય, રમતગમતમાં હોય કે ફિલ્મોમાં. આવતા ઓલિમ્પિકમાં જો આપણે અસાધારણ દેખાવ કરવો હોય, ગોલ્ડમેડલ જીતવા હોય તો આપણા વિદ્યાર્થીઓને બિનશૈક્ષણિક બાબતોમાં સફળતાનાં સ્વપ્નો જોતાં શીખવાડવું પડશે. આ સ્વપ્નો જ તેમને અસાધારણ સફળતા તરફ લઈ જશે.
એક સ્કૂલમાં શિક્ષક જ્યારે પોતાના વર્ગમાં દાખલ થયા ત્યારે જોયું તો ભણવાની જગ્યાએ એક વિદ્યાર્થિની બાકીના વિદ્યાર્થીઓને ગીતો ગાવાનું શીખવાડી રહી હતી. શિક્ષકે તે છોકરીને રોકી અને ઠપકો આપ્યો. નાની છોકરીને ઘણો ગુસ્સો આવ્યો અને તેણે ઘરે ઝનૂનપૂર્વક તેના પિતા પાસે ગીત સંગીતમાં વધારે ને વધારે પ્રેક્ટિસ કરવા માંડી. ૭૫ વર્ષની ઉંમરે પણ તે સંગીતની એટલી જ નિયમિત પ્રેક્ટિસ કરે છે. અભ્યાસ કરતાં સંગીતમાં પોતાની રુચિ અને શક્તિઓને ઓળખી તેની ઉપર અવિરત કામ કરી સંગીતની દુનિયામાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરનારી આ પ્રતિભાનું નામ છે, લતા મંગેશકર. 

સૌર ઊર્જાથી ઊડતું વિશ્વનું પ્રથમ સિંગલ સિટર વિમાન ઉતરશે અ'વાદમાં

સૌર ઊર્જાથી ઊડતું વિશ્વનું પ્રથમ સિંગલ સિટર વિમાન ઉતરશે અ'વાદમાં

'સોલર ઇમ્પલ્સ - 2' બોઇંગ - 747 કરતા વધુ પહોળી પાંખો અને ફેમિલી કાર જેટલું 2300 કિગ્રા વજન ધરાવે છે
17 હજારથી વધુ સેલ્સ અને 4 લિથિયમ બેટરી આ વિમાનને દિવસ રાત ઉડવા એનર્જી પૂરી પાડે છે.
સૌર ઊર્જાથી ઊડતું વિશ્વનું પ્રથમ વિમાન 'સોલર ઇમ્પલ્સ - 2' માર્ચ મહિનામાં વિશ્વભ્રમણ માટે રવાના થશે. માત્ર સૂર્યની કિરણોમાંથી ઊર્જા મેળવી ઉડતું આ વિમાન વિશ્વ ભ્રમણ દરમિયાન ભારતની ઉપરથી પણ પસાર થશે ત્યારે તે અમદાવાદ અને વારાણસી એરપોર્ટ ખાતે રોકાણ કરશે.
આ ક્રાંતિકારી અને એક બેઠકનું વિમાન કાર્બન ફાઈબરમાંથી બનાવવામાં આવ્યું છે. તે બોઇંગ - 747 કરતા વધુ પહોળી પાંખો અને ફેમિલી કાર જેટલું 2300 કિગ્રા વજન ધરાવે છે. વધુમાં 17 હજારથી વધુ સેલ્સ અને 4 લિથિયમ બેટરી આ વિમાનને દિવસ રાત ઉડવા માટે ઇલેક્ટ્રિક મોટર્સને પૂરતી રિન્યૂએબલ એનર્જી પૂરી પાડશે. સોલર ઇમ્પલ્સનું નિર્માણ બળતણના એક પણ ટીપાંનો ઉપયોગ કર્યા વગર દુનિયાભરમાં ઉડવાની સાથે ક્લીન ટેકનોલોજીની અસરકારતાને દર્શાવવા માટે પણ કરાયું છે.
     

Get Update Easy