HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

13 જાન્યુઆરી, 2015

Though of the day

ક્ષમા અસમર્થ માનવીઓનું લક્ષણ અને સમર્થોનું આભુષણ છે.


 You Tube ના વિડિયો ડાઉનલોડ કરો સહેલાઇથી 
સવાર, તાજગી અને પ્લાનિંગ (મનની મોસમ)

વર્ષ માટેનો પ્લાન વસંતઋતુમાં બનાવો અને દિવસ માટેનો પ્લાન પ્રાતઃકાળે બનાવો.
- ચીની કહેવત
સવારની તાજગી કંઈક જુદી હોય છે. તેમાંય શિયાળાની સવાર હોય તો શિયાળુ તડકો સવારમાં જે હૂંફ આપે છે તે મજાની હોય છે. શિયાળાની ઠંડીમાં સવારનો તડકો જાણે રાબ બનાવી પી લેવાની ઇચ્છા થાય છે. ઠંડીમાં ઠૂંઠવાતા લોકો જ્યારે તડકાને માણી રહ્યા હોય છે ત્યારે તડકાની ગરમ ગરમ પાતળી ચાદર ઓઢીને ફરતા હોય તેવું લાગે છે. ક્યાંક ક્યાંક તાપણે બેઠેલા માણસો ઠૂંઠવાઈ ગયેલી જિંદગીને તાપવા બેઠા હોય તેવા લાગે છે. આપણે જ્યારે જ્યારે દુઃખની ઠંડીમાં ઠૂંઠવાઈ જઈએ છીએ, આપણી પીડાના હિમ જેવા બરફમાં જામવા લાગીએ છીએ, ત્યારે આપણને આવા જ કોઈ તાજા તડકા જેવા સુખની ઝંખના હોય છે.
સવાર થતાં ફૂલો ડાળી પર ખીલી ઊઠે છે. તેને જોઈને કોઈ વ્યક્તિને પણ એ રીતે ખીલવાની ઇચ્છા થઈ જાય તો તે વ્યક્તિ પણ ફૂલની જેમ મહેકી શકે. વહેલી પરોઢે ચારે બાજુ ઝાંખું ઝાંખું ધુમ્મસ પથરાયેલું હોય છે. ધુમ્મસના વિશાળ દરિયાની અંદર માણસ પોતે માછલીની જેમ તરતો હોય એવું ભાસે છે. સવાર આપણને ઇમેજિસ આપે છે, માત્ર આપણામાં તેને સમજવાની અને આપણા મનમાં રચવાની આવડત જોઈએ. ક્યારેક સવારમાં કાલિમાં પથરાઈ જાય તો તે સમયની માનસિકતા કવિતામાં કવિ જુદી રીતે દર્શાવે છે.
સુબહોં કી પેશાની પર યે કૈસી સિયાહી ફૈલી હૈ/ અપની અના કો હર લમ્હે શૂલી પર ચઢતા દેખ રહા હૂં.
અસરાર જૈદી નામના શાયરનો આ શેર છે. તે કહે છે સવાર સવારમાં મોઢા પર આ કેવી કાલિમા પ્રસરી ગઈ છે? કારણ કે મારા સ્વમાનનો ક્ષણે ક્ષણે ભંગ થઈ રહ્યો છે.
સવારમાં કરેલું આયોજન આખો દિવસ સુધારી દે છે. બપોરે કે બપોર પછી ઊઠનાર માણસ અડધો દિવસ આમ જ ખોઈ બેસે છે. તે સવારની હળવી ઊર્જા પામી નથી શકતો. પ્લાનિંગ વગરનું કામ પણ સારું થાય તે ખોટી વાત નથી, પણ દરેક વખતે સારું થાય તેની ખાતરી નથી હોતી. જ્યારે પ્લાનિંગથી કરેલું કામ ભાગ્યે જ નિષ્ફળ જતું હોય છે. જોવા જઈએ તો આખી દુનિયા આયોજનબદ્ધ છે. બ્રહ્માંડની રચનામાં પણ એક સૂક્ષ્મ અને ચોક્કસ આયોજન જોવા મળે છે. સૂર્યની આસપાસ અનેક ગ્રહો નિયમબદ્ધ રીતે યુગોથી ફરી રહ્યા છે. પૃથ્વી પોતાના સમયાનુસાર ગતિમાં ફરી રહી છે અને તેના આધારે સૂર્યનાં કિરણો ધરતી પર પડતાં રહે છે. ધરતી પર પડતાં આ કિરણો અનુસાર સવાર થતી રહે છે. સૂર્યનાં કિરણો ધરતી પર પડતાંની સાથે જ પંખીઓ જાગી જાય છે અને કલરવ કરવા લાગે છે. કોઈ પણ સફળ માણસ પોતાના ચોક્કસ આયોજનથી ચાલનારો હોય છે એટલે જ તો તે આટલા શિખર પર પહોંચી શક્યો હોય છે અને પોતાના નિર્ધારિત લક્ષ્યને પાર પાડવામાં સફળ થયેલો હોય છે. જે માણસ સવારે વહેલો ઊઠીને આખા દિવસનું આયોજન કરે છે તે દિવસને પણ ન્યાય આપે છે. છેક બપોરે ઊઠનાર માણસ આખા દિવસનું અપમાન કરતો હોય તેવું છે. કોઈ કારણસર જો મોડા ઊઠવું પડે અને કામ કે કામનું આયોજન ન થઈ શકતું હોય તો તે અપવાદ છે, પણ જ્યાં સુધી થઈ શકતું હોય ત્યાં સુધી કેમ ન કરવું? ચીનમાં કામના આયોજનને લઈને એક સુંદર કહેવત છે : વર્ષ માટેનો પ્લાન વસંતઋતુમાં બનાવો અને દિવસ માટેનો પ્લાન પ્રાતઃકાળે બનાવો. પ્રાતઃકાળે કરેલું આયોજન આખા દિવસને શિસ્તબદ્ધ અને કાર્યશીલ બનાવી દે છે. વર્ષનું આયોજન વસંતઋતુમાં કરવાનું કહ્યું તેમાં પણ ચોક્કસ કારણ છે. વસંતઋતુ ખૂબ જ મહત્ત્વની છે. કવિઓએ તો આ ઋતુનાં ભરપૂર ગુણગાન ગાયાં છે. તમે પણ તમારા વર્ષનું પ્લાનિંગ વસંતુઋતુમાં અને દિવસનું પ્લાનિંગ વહેલી પરોઢે કરી લેજો.

મોદીના કડકડાટ અંગ્રેજી ભાષણનું ખૂલ્યું રહસ્ય, આ ટેકનોલોજીએ રાખી લાજ!

મોદીના કડકડાટ અંગ્રેજી ભાષણનું ખૂલ્યું રહસ્ય, આ ટેકનોલોજીએ રાખી લાજ!
-વાયબ્રન્ટમાં મોદીએ કર્યો સ્પીચ ટેલિપ્રોમ્પ્ટરનો ઉપયોગ: પ્રોમ્પ્ટરના ઉપયોગ બદલ ઓબામાની ઉડી ચૂકી છે મજાક

અમદાવાદ: ગાંધીનગરના મહાત્મા મંદિરમાં સાતમી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંગ્રેજીમાં લાંબૂલચક ભાષણ આપીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. મોદીની સ્પીચ અગિયાર પેઈજ લાંબી હતી. મોદીની સ્પીચ સાંભળનારા કે જોનારાઓને પ્રથમ દ્રષ્ટિએ એવું જ લાગે અને લાગ્યું કે મોદી મોઢે બોલે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે મોદીએ વાયબ્રન્ટ ગુજરાત સમિટના ઉદઘાટન સમારંભમાં અંગ્રેજીમાં જે સ્પીચ આપી તે તેઓ મોઢે નહોતા બોલ્યા પરંતુ જોઈને વાંચી હતી.
આ પણ વાંચો: Hi tech મોદી: દાંડી કૂટિરમાં પહેરી ખાસ ડિવાઈસ! જાણો, શું છે?
ટેકનોસેવી નરેન્દ્ર મોદીએ આ માટે એક અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. એ અત્યાધુનિક ટેકનોલોજી એટલે સ્પિચ ટેલિપ્રોમ્પ્ટર. આ એ ટેકનોલોજી છે જેનો ઉપયોગ ખુદ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ કરે છે. ઓબામા ભાષણ આપવા માટે પારદર્શક ટેલિપ્રોમ્પ્ટરનો ઉપયોગ કરે છે એ વાત જ્યારે બહાર આવી ત્યારે તેમની ખુબ હાંસી ઉડી હતી અને તેમના પ્રોમ્પ્ટિંગ પર અનેક કાર્ટૂન્સ પણ બન્યા હતા.
મોદીએ શું કરામત કરી?
મોદીની કરામત સમજવા ઉપરની તસવીરને ધ્યાનથી જૂઓ. મોદીના પોડિયમની આસપાસ ટ્રાઈપોડ પર યોગ્ય એંગલે સેટ થયેલા બે ગ્લાસ દેખાશે. એ ડિવાઈસના નીચેના ભાગમાં મોદી આપવાની સ્પીચ ઉંધા અક્ષરોમાં ડિસ્પ્લે થતી હતી. યોગ્ય એંગલે સેટ કર્યુ હોવાથી એ સ્પીચનુ સીધુ પ્રતિબિંબ આ કાચમાં મોદીને દેખાતુ હતું. યોગ્ય પ્રકાશ સંયોજનના કારણે કેમેરામાં કે દૂર બેઠેલા શ્રોતાઓની નજરે આ ગ્લાસ ચડતા નથી. મોદી આ ગ્લાસમાં જોઈને સ્પીચ વાંચતા હોય તો પણ લોકોને લાગે કે તેઓ તેમની સામે જોઈને બોલી રહ્યા છે. આ છે સમગ્ર કરામત. બંન્ને તસવીરો જોવાથી મોદીએ કઈ રીતે સ્પીચ વાંચી હશે તેનો અંદાજ આવી જશે.
કેવી રીતે કામ કરે છે ટેલિપ્રોમ્પટર?
ટેલીપ્રોમ્પટરને ઓટોક્યુ પણ કહે છે. ટેલીપ્રોમ્પટર ઈલેક્ટ્રોનિક્સ ડીવાઈસ છે. ટેલીપ્રોમ્પટરની મદદથી વ્યક્તિ પ્રવચન કે સ્ક્રીપ્ટ વાંચી શકે છે. તેની નજર સામે ઈલેક્ટ્રોનિક વિઝ્યુઅલ ટેક્સ્ટ દેખાય છે અને તેની મદદથી તે કોઈને ખબર ન પડે એ રીતે સ્ક્રીપ્ટ કે પ્રવચન વાંચી સંભળાવે છે. ટેલીપ્રોમ્પટરનો ઉપયોગ ક્યુ કાર્ડનો ઉપયોગ કરવા બરાબર છે. ટેલીપ્રોમ્પટરમાં સામાન્ય રીતે વિડીયો કેમેરાની સામે પણ તેના લેન્સથી થોડેક નીચે સ્ક્રીન હોય છે. સ્ક્રીન પર જે શબ્દો લખાય તે એકદમ સ્વચ્છ કાચ કે ખાસ બનાવાયેલા બીમ સ્પ્લીટરની મદદથી વક્તાની આંખમાં પરાવર્તિત થાય છે. લેન્સની આસપાસનો શ્રાઉડ અને કાચની પાછળની બાજુ લેન્સમાં વધારાના પ્રકાશને પ્રવેશવા નથી દેતા.
ટેલીપ્રોમ્પટરની કમાલ

ટેલીપ્રોમ્પટરની કમાલ એ છે તેની મદદથી વાંચનારે નીચે પડેલા કાગળ પર નજર નાંખવી પડતી નથી અને સીધો કેમેરાના લેન્સમાં નજર નાંખીને બોલી શકે છે. તેના કારણે તે સામે બેઠેલા લોકોની સામે જોઈને બોલી રહ્યો હોય એવું જ લાગે છે. તેના કારણે તેને સાંભળનારા લોકોને એવું લાગે છે કે તે મૌલિક પ્રવચન આપી રહ્યો છે અથવા તો પહેલાંથી તૈયારી કરીને પ્રવચન આખું યાદ કરી લીધું છે. ક્યુ કાર્ડ લેન્સથી દૂર મૂકાય છે તેના કારણે વક્તાએ કેમેરાથી પાછળની તરફ જોવું પડે છે ને તેના કારણે તે સીધો લોકો સામે જોઈને બોલતા હોય એવું લાગતું નથી.

મકર સંક્રાંતિ વિશેષ - જીવનમાં સંબંધોની પતંગ-દોરી

makar sankranti
તહેવારોથી ભરેલા આપણા દેશમાં દરેક તહેવાર પોતાની ખાસ ઓળખ રાખે છે. સાથે સાથે કોઈ ચોક્કસ નામ દરેક તહેવારનું પ્રતીક બની જાય છે. મકર સંક્રાંતિની વાત કરીએ તો તલ-ગોળના લાડુ, તલ પાપડી, ઉંધિયુ વગેરેની સ્વાદ અને સોડમ આપણા મોઢામાં પાણી આવી જાય છે. આપણને સૌથી વધુ જે આકર્ષિત કરે છે તે છે આસમાનમાં છવાયેલી રંગબિરંગી પતંગો. જો જીવનની ફિલસૂફી અને સંબંધોને જોડીને જોઈએ તો લાગે છે કે પતંગ આપણને ઘણી વાતો શીખવાડે છે. 
-  પતંગોની જેમ જ જીવનમાં વિવિધ રંગો હોય છે, ખુશી, દુ:ખ, મેળવવું, ખોવું, આશ્ચર્ય, બીક વગેરે. 
-   જીવનમાં આપણે પણ પતંગની જેમ આકાશને આંબવાની અને ખૂબ ઉપર જવાની ઈચ્છા રાખીએ છીએ. 
- જેવી રીતે વાટેલા કાઁચ અને અને ગુંદરથી સૂતાયેલા માઁજાની પતંગ સરળતાથી નથી કપાતી તેવી જરીતે પ્રેમ અને વિશ્વાસથી સૂતાયેલા સંબંધો પણ મજબૂત હોય છે. 
-  દોર વગરની પતંગ બેકાર છે, મતલબ જીંદગીના સંબંધો પણ એકબીજાની મદદ વગર અધૂરા છે. 
-  પતંગ ઉડાવવી એ એકના હાથની વાત નથી, ફીરકી પકડવાવાળો અને ખેંચ આપવાવાળો સાથે જોઈએ. 
-  પતંગ હવાના જોર સાથે વહે છે. આપણે પણ બધાને અનુકૂળ આવે તેવુ જીવન જીવીએ તો જીંદગી સરળ બની જાય છે. 
 
makar sankranti
-  પતંગ જેવા સંબંધોમાં પેચ ન લડાવો કપાવવાની બીક રહે છે.
-  કમાન તૂટી તો સમજો પતંગ કપાઈ ગઈ. જીવનમાં સંબંધોની કમાનને તૂટવા ન દો. એટલી જ વાળો જેટલી એમાં લચક હોય. 
-  પતંગની પૂંછડીથી તેનુ બેલેંસ હોય છે, જીવનમાં ધેર્ય એ પૂછડીનું કામ કરે છે. જેટલુ આપણે ધેર્ય રાખીશુ તેટલુ જ સંબંધોમાં બેલેંસ રહેશે.
-  ક્યારેક ક્યારેક પતંગોમાં ઢીલ પણ આપવી પડે છે. જીવનમાં હંમેશા તણાવમાં ન રહો, થોડી ઢીલ આપતા રહો, જેથી જીન્દગી સ્મૂથ ચાલતી રહે. 
 
-   પતંગ ઉડાડવામાં ઘણીવાર કેટલીયવાર હાથોમાં કટ વાગે છે, જીંદગીમાં પણ કેટલીય વાર ખુશીની ઉડાણની સાથે ગમના કટ પણ વાગે છે. 
 
-  ફીરકી પકડનાર અને પતંગ ઉડાવનારા વચ્ચે યોગ્ય તાલમેલ જરૂરી છે. આ જ તાલમેલ સંબંધોમાં પણ બનેલો હોવો જોઈએ. 
 
-  પતંગ કેટલીય ઉપર ઉડી જાય ફીરકી નીચે જ રહે છે, આપણે પણ કેટલીય ઉંચાઈ પર પહોંચી જઈએ પગ તો જમીન પર જ ટકી રહે છે.
 
ક્યારેક પતંગ કપાઈ પણ જાય છે, એટલેકે જીવનમાં પણ અસફળતા આવી જાય છે પણ એ એક અસફળતાને આપણી હાર ન માનીને પાછી નવી પતંગને છૂટ આપીને નવુ આકાશ આપીએ તો તે અવશ્ય આકાશની ઉંચાઈઓને આંબી જશે.

Get Update Easy