HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

23 જાન્યુઆરી, 2015

How to Fill Details of SSC OMR Sheet ? વિડિયો



જેનામાં નમ્રતા નથી આવતી તેઓ વિદ્યાનો સદુપયોગ નથી કરી શકતા, નમ્રતાનો અર્થ અહમભાવનો અત્યંત ક્ષય.
ગાંધીજી

 રાષ્ટ્રીય ગીત ડાઉનલોડ  માટે નીચે ક્લિક કરો 
 જનગણમન.mp3
 વંદેમાતરમ્.mp3
 देशहमारा.mp3


How to Fill Details of SSC OMR Sheet ?

નમસ્કાર !

અહી ધોરણ 10ની બોર્ડની પરીક્ષા  આપતા વિદ્યાર્થીઓ અને તેનું નિરિક્ષણ કાર્ય કરશે તેવા ખંડ નિરક્ષક મિત્રો માટે આ વિડીયો ઉપયોગી બનશે આ વીડીયો  જોયા પછી  વિદ્યાર્થીઓ ને OMR Sheet થતી ભૂલોને નિવારી શકાશે અને તેનું ખોટું મુલ્યાંકન થતું અટકશે આ વિડીયો વિદ્યાર્થી  એક વાર જરૂર બતાવશો... 




 KIDNEY
  • કિડની વિશે સરળ ભાષામાં વિનામૂલ્યે સંપૂર્ણ માહિતી
  • કિડની તંદુરસ્ત રાખવા માટેના સોનેરી સૂચનો
  • કિડની બગડતી અટકાવવા માટે જરૂરી કાળજી વિશેની વિગતવાર ચર્ચા
  • કિડનીના રોગ વિશેની ગેરસમજ દૂર કરતી અવનવી જાણકારી
  • ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની સારવાર વિશે માહિતી અને માર્ગદર્શન
  • કિડનીના દર્દીઓ માટે ખોરાક માં આયોજન માટે જરૂરી પરેજી અને પસંદગી માટેની વિગતવાર માહિતી
અહી ક્લિક કરો

સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર


મહારાજ હરિશ્ચંદ્ર અયોધ્યાના મહારાજા હતા. મહારાજ હરિશ્ચંદ્ર એ ત્રિશંકુના પુત્ર. તેઓ પ્રભુના પરમ ભક્ત હતા, સત્યવક્તા હતા. ધર્મપાલનના અટલ ભેખધારી હતા. આમ તો મહારાજ યુધિષ્ઠિર પણ સત્યવાદી કહેવાય છે, પરંતુ જ્યારે અશ્વત્થામા મરાયો ત્યારે નરોવા કુંજરોવા એવું અસત્ય બોલવાથી જમીનથી અધ્ધર ચાલતો તેમનો રથ જમીન ઉપર ચાલવા લાગ્યો હતો, પરંતુ મહારાજ હરિશ્ચંદ્ર સત્યથી એક તસુ પણ ચલિત ન થયા. ધર્મનું ચૂસ્તપણે પાલન કર્યું. મહારાજ હરિશ્ચંદ્રની કથા સાંભળનારનું કલ્યાણ થાય છે.
એક દિવસ નારદજીએ ઇન્દ્રના દરબારમાં હરિશ્ચંદ્રની સત્યપ્રિયતા અને ધર્મનિષ્ઠાનાં ગુણગાન કર્યાં. તે સાંભળી દેવરાજ ઇન્દ્રને તેમની ઈર્ષા થઈ. હરિશ્ચંદ્રને ધર્મભ્રષ્ટ કરવા અને સત્યથી ચલિત કરવા માટે ઇન્દ્રે વિશ્વામિત્રને વિનંતી કરી. ત્રિશંકુને સદેહે સ્વર્ગમાં મોકલવાની હામ ભીડીને તેમાં નિષ્ફળતા મેળવનાર વિશ્વામિત્રે એ જ ત્રિશંકુના પુત્રને સત્યમાંથી ચલિત કરીને તેને ધર્મભ્રષ્ટ કરવાની હામ ભીડી.
પોતાના તપોબળથી વિશ્વામિત્ર હરિશ્ચંદ્રના સ્વપ્નમાં તેની પાસે ગયા અને હરિશ્ચંદ્રે તેમને યાચના કરવાનું કહેતાં તેમણે તેની પાસેથી તેનું આખું રાજ્ય અને બધી સંપત્તિ માગી લીધી. બીજે દિવસે તેઓ હરિશ્ચંદ્ર પાસે અયોધ્યામાં ગયા અને રાજા પાસે સ્વપ્નમાં તેણે આપેલ દાન રૂપે તેનું રાજ્ય માગ્યું.
હરિશ્ચંદ્ર એવું કહી શક્યા હોત કે સ્વપ્ન તો મિથ્યા હોય. તે સાચું ન ગણાય, તેથી સ્વપ્નમાં આપેલ દાન આપવા તે બંધાયેલ નથી, પરંતુ ધર્મનિષ્ઠ હરિશ્ચંદ્ર ધર્મથી ચલિત ન થયા. તેમણે કહ્યું, "ઋષિજી, સ્વપ્નમાં હોય તો ભલે, પરંતુ મેં તમને મારું રાજ્ય દાનમાં આપ્યું છે અને હું મારા તે વચનને વળગી રહું છું."
પછી સંકલ્પ કરીને તેમણે પોતાની સંપત્તિ, પોતાનું ઐશ્વર્ય અને પોતાનું આખું રાજ્ય વિશ્વામિત્રને અર્પણ કરી દીધું. પછી પોતે, રાણી તારામતી અને પુત્ર રોહિત એક-એક વસ્ત્રે અયોધ્યા છોડી ચાલી નીકળ્યાં, પરંતુ તેમને ધર્મસંકટ એ રીતે આવી પડયું કે તેઓ સમસ્ત ભૂમંડલના રાજવી હતા. તેમણે આખું રાજ્ય ઋષિને દાનમાં આપી દીધું હતું, તેથી તે રાજ્યમાં તેઓ રહી ન શકે. તો તેમણે ક્યાં જવું? વિશ્વામિત્રે તેમને રસ્તો બતાવ્યો. "રાજન! આખા ભૂમંડલમાં કેવળ એક પ્રવેશ એવો છે જેનો સમાવેશ તારા રાજ્યમાં થતો નથી અને તે પ્રવેશ છે કાશી. કાશીનગરી મહાદેવના ત્રિશૂલની અણી ઉપર સ્થાપેલ છે અને તેના ઉપર મહાદેવનું આધિપત્ય છે, તેથી તું ત્યાં જઈ શકે છે. એટલું કહી તેમણે ઉમેર્યું, પરંતુ હે રાજન! તેં આવું ભારે દાન આપ્યું છે, તો દાન ઉપર જો તું યોગ્ય દક્ષિણા આપે તો તે દાન શોભે, તેથી તું મને એક હજાર સુવર્ણમુદ્રા દક્ષિણામાં આપ." રાજા તેમને દક્ષિણા રૂપે એ રકમ ચૂકવવા માટે એક માસની મુદત લઈ પોતાની રાણી અને રાજકુમાર સહિત કાશી જવા નીકળી પડયા.
રાજાની અત્યંત કઠિન કસોટી થઈ રહી છે. કાશીમાં જઈને તેમને એક હજાર સુવર્ણ મુદ્રા એકઠી કરવી છે. તે કેવી રીતે શક્ય બને! અશક્યને શક્ય બનાવવા માટે અને સત્ય ધર્મના પાલન માટે તેમણે મહારાણી તારામતી અને પુત્ર રોહિતને એક બ્રાહ્મણને ઘેર દાસ-દાસી તરીકે વેચી દીધાં, પરંતુ તેમ કરતાં પણ તેમને હજાર સોનામહોરો ન મળી, તેથી તેમણે પોતાની જાતને વેચવા કાઢી. સ્મશાનમાં રક્ષક એવા એક ચાંડાલે તેમને ખરીદ્યા. તેઓ ચાંડાલના દાસ બન્યા. હજાર સોનામહોરોની દક્ષિણા તેમણે વિશ્વામિત્રને ચૂકવી દીધી.
બ્રાહ્મણ રાણી પાસે સખત કામ લેતો. એ તો ઠીક, પરંતુ બાળક રોહિત પાસે પણ તે કામ કરાવતો. પૂજા-પાઠ માટે ફૂલ તોડી લાવવાનું કામ તેમાં મુખ્ય હતું. તે પૂજા માટે ફૂલ લાવતો અને બીજાં નાનાં-નાનાં કામ કરતો. સૌ કોઈના ધક્કા ખાતો. રાણી અને રાજકુમાર બંનેને આખો દિવસ સતત કામ કરવું પડતું હતું. રાણીનો દેહ કરમાયો. શરીર કૃશ થઈ ગયું, પરંતુ મુખે ભગવદ્ નામ જપતી રાણીએ દાસ્ય ધર્મનું પાલન કરવાનું ચાલુ રાખ્યું. રોહિત પણ કરમાયેલા પુષ્પ જેવો બની ગયો.
હરિશ્ચંદ્ર જેના ઘરે વેચાયા હતા તે ચાંડાલ સ્મશાનનો ઠેકેદાર હતો. જે કોઈ શબને સ્મશાનમાં બાળવા માટે લાવવામાં આવે, તેનું કફન તે પોતાના લાગા પેટે લઈ લેતો. તેણે હરિશ્ચંદ્રને સ્મશાનનો લાગો ઉઘરાવવાનું કામ સોંપ્યું, તેથી હરિશ્ચંદ્રને રાત-દિવસ સતર્ક રહેવું પડતું. અને હવે તો કસોટી વધુ કપરી બની. બન્યું એવું કે એક દિવસ કુમાર રોહિત ફૂલ વીણવા માટે બગીચામાં ગયો હતો. કહે છે કે વિશ્વામિત્ર ઋષિ સાપ બનીને ત્યાં આવ્યા અને ફૂલ વીણતાં બાળકનેે દંશ દીધો.
કોઈકે જઈને તારામતીને આ વાત કહી, પરંતુ ઘરનું કામ છોડીને પોતાના પુત્રના શબને લેવા પણ તે ન જઈ શકી. બ્રાહ્મણની કઠોર આજ્ઞાાથી તેણે ઘરકામ કરવાનું ચાલુ રાખ્યું. છેક મોડી રાત્રે ઘરકામ પૂરું કરીને સૂકો રોટલો ખાધા સિવાય તે બાગમાં દોડી ગઈ. પોતાના પુત્રના શબને જોઈ તે ચોધાર આંસુએ રડવા લાગી, પરંતુ એક વારની ભૂમંડલની મહારાણીનાં આંસુ લૂછનાર ત્યાં કોઈ ન હતું.
મને સમજાતું નથી કે રાણીના શબ્દો સાંભળીને તે સમયે પૃથ્વી શા માટે ન ફાટી? પ્રલય શા માટે ન સર્જાયો? દિગ્ગજો શા માટે ડોલી ન ગયા? ધરા શા માટે ન ધ્રૂજી?
પરંતુ એવું કશું ન બન્યું. કફન ન મળે ત્યાં સુધી શબને બાળવા ન દેવાનો પોતાનો અટલ નિર્ણય હરિશ્ચંદ્રે જાહેર કર્યાે. રાજા પોતાની તલવાર વડે રાણીની સાડીને ફાડવા તૈયાર થયા. રાણીનું રુદન થંભી ગયું. વાણી મુક બની ગઈ. મહારાજ હરિશ્ચંદ્રે અરે, મહારાજ શાના? ચાંડાલના દાસ હરિશ્ચંદ્રે રાણીની સાડીના બે ટુકડા કરવા તલવાર ઉઠાવી અને શેષનાગ ડોલી ઊઠયો. ધરા ધ્રૂજી ગઈ. પ્રભુનું આસન હાલી ગયું. ત્રણે લોક કાંપી ઊઠયા. હે પ્રભુ! તારે પરીક્ષા કરવી છેને તો કર, પરંતુ શું આટલી બધી કઠોર પરીક્ષા હોય?
હરિશ્ચંદ્ર તલવાર વડે રાણીની સાડી ફાડવા તૈયાર થયા અને હરિશ્ચંદ્રની પરીક્ષા પૂરી થઈ. આવી કપરી પરીક્ષામાં તે ઉત્તીર્ણ થયા. પ્રભુએ પ્રકટ થઈ તેમનો તલવારવાળો હાથ પકડી લીધો. સત્ય ધર્મ પોતે પણ પ્રકટ થયા. વિશ્વામિત્ર, ઇન્દ્ર અને ધર્મરાજ પણ પ્રકટ થયા. તેમણે રાજાને ધન્યવાદ અને અક્ષય ર્કીિતનું વરદાન આપ્યું.

Get Update Easy