આજનો સુવિચાર:-
અંધારામાં રસ્તો બનાવવો મુશ્કિલ છે.
તોફાનમાં દીવો પ્રગટાવવો મુશ્કિલ છે
કોઈની સાથે દોસ્તી કરવી મુશ્કિલ નથી
પરંતુ દોસ્તીને ટકાવવી મુશ્કિલ છે.
ગાંધી નિર્વાણદિન
અંધારામાં રસ્તો બનાવવો મુશ્કિલ છે.
તોફાનમાં દીવો પ્રગટાવવો મુશ્કિલ છે
કોઈની સાથે દોસ્તી કરવી મુશ્કિલ નથી
પરંતુ દોસ્તીને ટકાવવી મુશ્કિલ છે.
ગાંધી નિર્વાણદિન

CCC Online Test Click Link

GTU CCC PRACTICAL EXAM PAINT VIDEO

ઉજ્જૈનમાં ચંદ્રસેન નામનો રાજા રાજ કરતો હતો. તે ભગવાન શિવનો પરમ ભક્ત હતો. શિવગણોમાં મુખ્ય એવા મણિભદ્ર નામનો ગણ તેમનો મિત્ર હતો. એક વાર મણિભદ્રએ રાજા ચંદ્રસેનને એક ખૂબ જ તેજોમય 'ચિંતામણી' આપ્યો. ચંદ્રસેને તેને ગળામાં ધારણ કર્યો તો તેનું પ્રભામંડળ તો જગમગવા લાગ્યું સાથે દૂરના દેશોમાં તેની યશ-ર્કીિત વધવા લાગી. તે મણિને પ્રાપ્ત કરવા માટે બીજા રાજાઓએ પ્રયત્નો શરૂ કરી દીધા. કેટલાંકે માંગ કરી તો કેટલાકે વિનંતી. જોકે આ મણિ રાજાની ખૂબ જ પ્રિય વસ્તુ હતો તેથી તેમણે તે મણિ કોઈને ન આપ્યો. તેથી છેવટે મણિની આકાંક્ષા રાખનારા રાજાઓએ ચંદ્રસેનના રાજ્ય પર આક્રમણ કરી દીધું. શિવભક્ત ચંદ્રસેન ભગવાન મહાકાલની શરણમાં જઈને ધ્યાનમગ્ન થઈ ગયા. જ્યારે ચંદ્રસેન સમાધિસ્થ હતા ત્યારે ત્યાં કોઈ ગોપી પોતાના બાળકને લઈને દર્શન માટે આવી. બાળકની ઉંમર પાંચ વર્ષ જેટલી હતી અને ગોપી વિધવા હતી. રાજા ચંદ્રસેનને ધ્યાનમગ્ન જોઈને બાળક પણ શિવપૂજા કરવા માટે પ્રેરાયો. તે ક્યાંકથી એક પથ્થર લઈ આવ્યો અને પોતાના ઘરના એકાંત સ્થળમાં બેસીને ભક્તિભાવપૂર્વક પથ્થર (શિવલિંગ)ની પૂજા કરવા લાગ્યો.
થોડા સમય પછી તેની માતાને તેને ભોજન કરવા માટે બોલાવ્યો, પરંતુ તે ન આવ્યો. તેને ફરીથી બોલાવ્યો છતાં પણ તે ન આવ્યો. માતા તેને બોલાવવા તેની પાસે આવી ત્યારે જોયું તો બાળક ધ્યાનમગ્ન બેઠું હતું અને તેને પોતાનો અવાજ સંભળાઈ રહ્યો નહોતો. આ જોઈ ક્રોધે ભરાયેલી માતાએ બાળકને માર માર્યો અને સમગ્ર પૂજન-સામગ્રી ઉઠાવીને ફેંકી દીધી. ધ્યાનમાંથી મુક્ત થઈને બાળકમાં ચેતના આવી તો તેને પોતાની પૂજા નષ્ટ થયેલી જોઈ ખૂબ જ દુઃખ થયું. અચાનક જ ચમત્કાર થયો.
ભગવાન શિવની કૃપાથી ત્યાં એક સુંદર મંદિરનું નિર્માણ થયું. મંદિરની વચ્ચે દિવ્ય શિવલિંગ વિરાજમાન હતું તથા બાળકે કરેલી પૂજા યથાવત્ હતી. તેની માતાની તંદ્રા ભંગ થઈ તો તે પણ આશ્ચર્યચકિત થઈ ગઈ.
રાજા ચંદ્રસેનને જ્યારે આ ઘટનાની જાણકારી મળી તો તે શિવભક્ત બાળકને મળવા પહોંચી ગયા. અન્ય રાજાઓ જે મણિ લેવા માટે યુદ્ધ કરવા તૈયાર હતા તે પણ ત્યાં પહોંચ્યા. બધાએ રાજા ચંદ્રસેન પાસે પોતાના અપરાધની ક્ષમા માંગી અને બધાએ મળીને ભગવાન મહાકાલનું પૂજન-અર્ચન કર્યું. એવું કહેવાય છે કે ભગવાન મહાકાલ ત્યારથી ઉજ્જૈન નગરીમાં સ્વયં વિરાજમાન છે. આપણા પ્રાચીન ગ્રંથોમાં મહાકાલનું વર્ણન જોવા મળે છે. મહાકાલ સાક્ષાત્ રાજાધિરાજ મનાય છે.