HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

7 ડિસેમ્બર, 2014

ડાયાબીટીસ મટાડો

Though of the day

અસત્ય અંધકારરૂપ છે. આ અંધકારથી મનુષ્ય અધોગતિ પામે છે. અંધકારમાં ફસાયેલી વ્યક્તિ પ્રકાશ જોઈ શક્તી નથી.

વિજ્ઞાન પ્રવાહમાં પ્રાયોગિક પરીક્ષાનું યોગ્ય રીતે મૂલ્યાંકન કરાતુ ન હોવાની બૂમ 

રાજ્યની વિજ્ઞાન પ્રવાહની શાળાઓમાં ધોરણ ૧૧ - ૧૨ સાયન્સની પ્રાયોગિક પરીક્ષા દરમિયાન મૂલ્યાંકન કાર્ય યોગ્ય રીતે થતુ ન હોવાની વ્યાપક ફરીયાદો ઉઠી છે. જેના પગલે માધ્યમિક શિક્ષણ બોર્ડે એક તાકીદનો પરિપત્ર બહાર પાડી પ્રાયોગિક પરીક્ષાઓના તમામ નિયમો તથા તેમાં સૂચવેલી જોગવાઈઓનો ચૂસ્તપણે અમલ કરવા શાળાઓને આદેશ કર્યો છે. શાળાઓ નિયમોનુ યોગ્ય રીતે પાલન કરે છે કે નહીં તેની સમયાંતરે સમીક્ષા પણ કરાશે. જેમાં દોષિત શાળા સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની ચિમકી પણ શિક્ષણ બોર્ડે ઉચ્ચારી છે.
  • માધ્યમિક શિક્ષણ બોર્ડે પરિપત્ર બહાર પાડી નિયમોનુ ચૂસ્તપણે અમલ કરવા તાકીદ કરી
અત્રે ઉલ્લેખનિય છે કે, જો વિદ્યાર્થીએ થિયરીના વિષયોમાં સારા ગુણ મેળવ્યાં ન હોય અને તેની સામે પ્રાયોગિક પરીક્ષામાં તેણે સારા ગુણ મેળવ્યા હોય તો પણ તે માત્ર પ્રાયોગિક પરીક્ષાના ગુણના ભારને કારણે સારી વિદ્યાશાખામાં પ્રવેશ મેળવી શકે છે. કેમ કે નવા નિયમો અનુસાર પ્રાયોગિક પરીક્ષાના ગુણ પણ વિદ્યાર્થીને પ્રવેશ આપતી વેળાં ગણતરીમાં લેવાય છે. આવા સંખ્યાબંધ કિસ્સા બોર્ડની નજરે પડયાં છે. મોટા ભાગની શાળાઓ અને વિશેષ કરીને રાજ્યભરમાં મોટા પાયે ધમધમતી કન્સેપ્ટ સ્કૂલો પોતાના વિદ્યાર્થીઓનુ પરિણામ સારૂ આવે તે માટે યોગ્ય માપદંડ કે ધારા ધોરણો સિવાય જ વિદ્યાર્થીઓનુ મૂલ્યાંકન કરતી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. બીજી બાજૂ આ જ વિદ્યાર્થીઓ તેમના અન્ય થિયરીના વિષયોમાં ગુણ સામાન્ય કક્ષાના મેળવતા હોય છે. જેથી યોગ્યતમ મૂલ્યાંકન થતુ ન હોવાની વાતને સમર્થન મળે છે.આ અંગેની પ્રાપ્ત વધુ વિગત અનુસાર ધોરણ ૧૧ - ૧૨ સાયન્સના તમામ ચાર સેમેસ્ટર દરમિયાન ફીજીક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી એ ત્રણ વિષયોની પ્રાયોગિક પરીક્ષા નિયત સમયે અને નિર્ધારીત કાર્યક્રમ અનુસાર શાળાએ જ લઈ માત્ર તેની માર્કશીટ જ બોર્ડને પહોંચાડવાની હોય છે.
હવે શાળાઓમાં લાલિયાવાડી નહીં ચાલે
શાળા પાસે પ્રાયોગિક વિષયને અનુરૂપ લેબોરેટરી ન હોવી, અપૂરતી સુવિધાઓ હોવી, વિદ્યાર્થીઓને વ્યવસ્થિત અને નિયમિત રીતે પ્રાયોગિક કાર્ય ન કરાવાતુ હોવાની ફરિયાદ બોર્ડને મળી હતી. કેટલાક કિસ્સામાં પરીક્ષા લીધા વિના સીધા જ માર્ક મૂકી દેવા તથા મૂલ્યાંકન દરમિયાન વિદ્યાર્થીને ઓછા કે વધારો માર્ક આપવામાં આવતા હોવાનુ પણ બહાર આવ્યું છે. માધ્યમિક શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓની પ્રાયોગિક પરીક્ષા લેવાનુ કામ શાળાઓને સોંપ્યા બાદ તે યોગ્ય રીતે થતુ ન હોવાની રજૂઆતો જાગૃત શિક્ષકો દ્વારા વારંવાર શિક્ષણ બોર્ડને કરવામાં આવી હતી. જેને બોર્ડે ગંભીરતાથી લઇ શાળાઓમાં ચાલતી લાલિયાવાડી બંધ કરવા તાકિદ કરી છે.
૨૩થી ૨૮ ફેબ્રુ. સુધી પ્રાયોગિક પરીક્ષા લેવા આદેશ
મા. શિક્ષણ બોર્ડે શાળાઓને એક પરિપત્ર પાઠવ્યો છે. જેમાં તમામ શાળાઓને બોર્ડે નિયત કરેલી તારીખો એટલે કે તા. ૨૩થી ૨૮ ફેબ્રુઆરી દરમિયાન જ પ્રયોગિક પરીક્ષા લવાની રહેશે. શાળાઓ નિયત તારીખ પહેલાં કે તે પછી પ્રાયોગિક પરીક્ષા લઈ શકશે નહી. એટલુંજ નહીં, પરીપત્રમાં શાળા પાસે પ્રાયોગિક કાર્ય માટેની પૂરતી સુવિધા છે કે કેમ, તે નિયમિત રીતે કરવામા આવ્યું છે કે કેમ તે અંગેની વિગતો બોર્ડની તા. ૨૦મી જાન્યુઆરી સુધીમાં પહોંચતી કરી દેવા આદેશ ફરમાવ્યો છે. ઉપરાંત બોર્ડે તમામ જિલ્લાના શિક્ષણાધિકારીઓનેપોતાનાજિલ્લાનીવિજ્ઞાનપ્રવાહની શાળાઓની ચકાસણી કરી તે બાબતે માધ્યમિક શિક્ષણ બોર્ડને જાણ કરવા જણાવાયું છે.
ડાયાબીટીસ મટાડો  

રણોત્સવનો પ્રારંભઃ સફેદ રણમાં મહેકશે ‘ખુશ્બુ ગુજરાતની’, મન મોહી લેશે

 કચ્છ રણોત્સવમાં શા માટે જવું જોઈએ? 10 ફેક્ટ્સ, આથમતા સૂરજનો અનેરો નજારો
Pics: રણોત્સવનો પ્રારંભઃ સફેદ રણમાં મહેકશે ‘ખુશ્બુ ગુજરાતની’, મન મોહી લેશે
 અમદાવાદઃ કચ્છના સફેદ રણમાં આજથી રણોત્સવ ૨૦૧૪નો પ્રારંભ થઇ ગયો છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે વિધિવત ઉદ્ઘાટન કરીને પ્રવાસીઓ માટે કચ્છ રણોત્સવને ખુલ્લો મૂકાયો છે. પ્રથમ દિવસે ટેન્ટ સિટીમાં ટેન્ટ બૂકિંગ શરૂ થઇ ગયુ છે. પહેલા દિવસની વાત કરીએ તો ૩૦૦ કરતા વધારે પ્રવાસીઓએ સફેદ રણનો નજારો નિહાળ્યો હતો.છેલ્લા આઠેક વર્ષથી આયોજીત કચ્છ રણોત્સવમાં હર સાલની વર્ષ આ વર્ષે પણ ૩૫૦થી વધુ ટેન્ટનું નિર્માણ કરીને ટેન્ટ સિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં એસી, ઇકોનોમિકલ, ડિલક્સ અને પ્રિમીયમ એમ ત્રણેય પ્રકારના ટેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી ધનિકોથી માંડીને મધ્યમવર્ગીઓ પણ કચ્છ રણોત્સવનો આનંદ ઉઠાવી શકે. આ વખતે ટેન્ટમાં લાઇબ્રેરી, પુલ, કાફે, શોપ, ચેસ, રાઇફલ શૂટિંગ, ક્લબ એરિયા અને આર્ચરી જેવી સુવિધાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ વખતે ગુજરાત પ્રવાસન દ્વારા કચ્છનું સફેદ રણ, ઇન્ડિયા બોર્ડર, બ્લેક હિલ, માતાનો મઢ, લખપત, માંડવી જેવી સ્થળોનો પ્રવાસન સ્થળ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. ૧૫ જાન્યુઆરી સુધીના આ ઉત્સવમાં ઘણી એડ્વેન્ચર એક્ટિવિટીને  સમાવવામાં આવી છે. જેમાં પેરા સેલિંગ, મડ રાઇડ, કચ્છી હાથ કારિગરીના પ્રદર્શન વિગેરેને ખુલ્લા મુકવામાં આવ્યા છે.

ચીનનો આ કલાકાર છે જોરદાર, બનાવે છે અવનવા રેકોર્ડ

 ચીનનો આ કલાકાર છે જોરદાર, બનાવે છે અવનવા રેકોર્ડ

ચીનના એક ૪૩ વર્ષના ચીની કલાકાર અદીલી વોકસરે સેંકડો ફૂટની ઊંચાઈ પર હવામાં દરોડા પર ચાલવાનો આશ્ચર્યજનક કાર્યક્રમ રજૂ કર્યો હતો. ચીનના ઝિજિયાંગ પ્રાંતના નાજિયાશિંગ શહેરમાં વોકસર અને તેમના સાથીએ ૨૬૦ ફૂટની ઊંચાઈએ બે ઈમારતો વચ્ચે બાંધેલ ૩૩૦ ફૂટ લાંબા દોરડા પર ચાલીને લોકોને મંત્રમુગ્ધ કર્યાં હતાં. અદીબી વોકસર 'પ્રિન્સ ઓફ ધી ટાઇટરોપ'ના નામે ઓળખવામાં આવે છે.
આ સ્ટન્ટના વીડિયોમાં વોકસરે લાલ રંગનો ડ્રેસ પહેરી રસ્તાની ઉપર સેંકડો ફૂટની ઊંચાઈએ દોરડા પર ચાલવાનો વિક્રમ સર્જ્યો હતો. કોઈ પણ જાતની સલાતમી વિના અડધું દોરડું પાર કર્યા બાદ સામે છેડેથી તેમના સાથીએ દોરડા પર ચાલવાની શરૃઆત કરી. થોડા અંતરે જઈ વોક્સરનોસાથી દોરડા પર જ સૂઈ ગયો. વોકસર તેના પરથી દોરડા પર આગળ વધ્યો.
આ અદ્ભુત કરિશ્મો જોવા આજુબાજુના રસ્તા પર લોકો આશ્ચર્યચકિત રહી ગયાં હતાં. ૨૦૧૦માં બર્ડ્સ નેસ્ટ સ્ટેડિયમમાં ૬૦ દિવસ સુધી દોરડા પર ચાલ્યા હતા. ત્રણ વર્ષ પહેલાં તેમણે નદીને ૩૩૦ ફૂટ ઊંચાઈએથી ૧,૬૪૦ ફૂટ લાંબો પ્રવાસ પૂરો કર્યો હતો.

IITના ચાર સ્ટુડન્ટ્સે ઠુકરાવી એવી જોબ ઓફર કે જાણીને થઇ જશે તમારી આંખો પહોળી

 IITના ચાર સ્ટુડન્ટ્સે ઠુકરાવી એવી જોબ ઓફર કે જાણીને થઇ જશે તમારી આંખો પહોળી


આઈઆઈટી કાનપુરના ચાર વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીએ કેમ્પસ પ્લેસમેન્ટ દરમિયાન વિદેશી કંપનીની આશરે એક-એક કરોડ રૂપિયાના વાર્ષિક પગારને નકારી કાઢ્યા હતા. આઈઆઈટીના ઇતિહાસમાં કદાચ પહેલી વખત આવું બન્યું હતું. જેમાં એક કરોડ રૂપિયાના પેકેજને ઠુકરાવી દીધું હોય. પ્રાપ્ત માહિતી પ્રમાણે આમ કરનાર ત્રણ વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીની છે.
માનસિક શાંતિ માટે અડધો પગાર સ્વીકાર્યો
તેમાંથી એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીનીએ આશરે 50 લાખ રૂપિયાના બીજી કંપનીના વાર્ષિક પગારને એમ કહીને સ્વીકાર્યો હતો કે, તેઓ ઓછા પગાર સાથે કામ કરવા તૈયાર છે કારણ કે તેમાં માનસિક શાંતિ વધારે મળે છે જ્યારે કરોડ રૂપિયાવાળા ઓફર તેમના મિજાજથી મેળ નથી ખાતો. જ્યારે બીજા બે વિદ્યાર્થીઓએ એમ કહીને નકારી દીધા કારણ કે તેમને હજી વધારે આગળ અભ્યાસ તથા રિસર્ચ કરવા ઇચ્છે છે.

રિસર્ચને પણ આપવામાં આવ્યું મહત્વ

આઇઆઇટીના પ્લેસમેન્ટ સેલના પ્રમુખ પ્રો. દીપૂ ફિલિપના જણાવ્યા પ્રમાણે આઇઆઇટીમાં બુધવારે એક વિદેશી કંપનીએ બીટેક અને બીટેક ડ્યએલના ચાર સ્ટુડન્ટ્સને એક લાખ પચાસ હજાર ડોલર એટલે આશરે 93 લાખ રૂપિયાના વાર્ષિક પગાર તથા અન્ય સુવિધાઓની સાથે એક-એક કરોડ રૂપિયાની વાર્ષિક પગારની જોબ ઓફર કરી હતી. પરંતુ આ વિદ્યાર્થીઓએ કંપનીની ઓફરને ઠુકરાવી દીધી હતી. ફિલિપે વધુમાં જણાવ્યું હતું કે, આઇઆઇટીના નિયમોના કારણે તેઓ આ વિદ્યાર્થીઓના નામ જાહેર નહીં કરી શકે. વિદ્યાર્થીઓ દ્વારા કરોડો રૂપિયાની જોબ ઓફરને ઠુકરાવાથી એ વાત તો નક્કી થઇ ગઇ છે કે, સ્ટુડન્ટ્સને પૈસાના બદલે માનસિક શાંતિ તથા અભ્યાસ અને રિસર્ચને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે વિદ્યાર્થીઓએ કોરિયા કંપની સેમસંગની ઓફર ઠુકરાવી હતી.
અન્ય વિદ્યાર્થીઓને મળી રહી છે ઓફર્સ
ફિલિપના જણાવ્યા પ્રમાણે આઇઆઇટીમાં એક ડિસેમ્બરથી પ્લેસમેન્ટ અભિયાન શરૂ થયું છે જેમાં 1,300 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. ચાર દિવસમાં આશરે 90 કંપનીઓ આવી ચુકી છે. સૌથી વધારે ઓફર એક કંપનીએ ચાર વિદ્યાર્થીઓને એક કરોડની આપી હતી. કંપનીઓએ સંસ્થાની 490 વિદ્યાર્થીઓની અત્યાર સુધી પસંદગી કરવામાં આવી હતી. પસંદ કરેલા વિદ્યાર્થીઓને પણ આશરે 40થી 70 લાખ રૂપિયાના વાર્ષીક જોબની ઓફરો આપવામાં આવી હતી.



Get Update Easy