HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

18 ડિસેમ્બર, 2014

માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ભરતીનો માર્ગ મોકળો

માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ભરતીનો માર્ગ મોકળો

-કમિશનરની ભરતી કમિટીની બેઠકમાં તત્કાલ ભરતી માટે નિર્ણય લેવાયો
-સમસ્યાનો ઉકેલ| હાઇસ્કૂલોમાં આચાર્ય અને શિક્ષકોની ભરતી પણ કરાશે
સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા"માં શિક્ષકો અને આચાર્યોની ભરતીનો માર્ગ મોકળો થઇ ગયો છે કારણ કે શિક્ષણ વિભાગ, કમિશનર કચેરીની ભરતી કમિટિની મળેલી બેઠકમાં તત્કાલ ભરતી કરવાનો નિર્ણય લેવાયો છે.
દિવ્ય ભાસ્કર ગ્રુપના અખબાર સૌરાષ્ટ્ર સમાચારમાં  તા.14 ડિસેમ્બરે "50 ટકાથી વધુ હાઇસ્કૂલોમાં આચાર્યોની જગ્યા ખાલી' તેવા સમાચાર આવ્યા બાદ ભરતી વિભાગની બેઠકમાં રાજ્ય કક્ષાએ નિર્ણય લેવાયો છે. હાઇસ્કૂલોમાં અત્યાર સુધીમાં હાયર સેકેન્ડરી વિભાગમાં અત્યાર સુધી જે"એ શિક્ષકોને હાજર કર્યા નથી તેવી શાળાઓને તા.1 જાન્યુઆરી સુધીમાં આવા શિક્ષકોને "ર્ડર આપી દેવા તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી ભાવનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ખાસ કરીને ધો.11 અને ધો.12માં શિક્ષકોની ઘટ છે તે પ્રશ્ન ઉકેલાઇ જશે.આ અંગે મળેલી માહિતી મુજબ ભરતી પ્રક્રિયા અંતર્ગત જે ઉમેદવારોના વિવિધ પ્રમાણપત્રોનું વેરિફિકેશન બાકી હતું અને જો તેના આવા સર્ટિફિકેટ વેરિફાઇ થઇને આવી ગયા હોય તો તેઓને પણ તત્કાલ નિમણૂંકના ઓર્ડર આપી દેવા નિર્ણય કરાયો છે.
સૌથી મહત્વની બાબત હાઇસ્કૂલોમાં આચાર્ય ભરતી અંગેની છે. તાજેતરમાં સંચાલક મંડળના કેસમાં આચાર્ય ભરતી પ્રકરણમાં જે સ્ટે હતો તે ઉઠી ગયો છે અને આથી ભરતી કમિટિની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે હાઇસ્કૂલોમાં તાત્કાલિક આચાર્યની ભરતીની પ્રક્રિયાનો આરંભ કરી દેવો. જે શાળા"માં આચાર્યની આદેશ છતાં હાજર નથી કર્યા તેને  તત્કાલ હાજર કરી દેવા અને તેની તમામ પ્રક્રિયા પૂર્ણ કરવા નિર્ણય લીધો છે અને આ અંગે આગામી એકાદ બે દિવસમાં તમામ ડીઇઓને પણ વિધિવત જાણકારી  આવી જશે તેમ જાણવા મળ્યું છે. આમ, આગામી દિવસોમાં આચાર્યો અને શિક્ષકોની લાંબા સમયથી ઠપ્પ થયેલી ભરતીની પ્રક્રિયા શરૂ થઇ જશે.
 હવે સ્માર્ટવોચ કરશે તમારી કારપાર્કિંગ, કેવી રીતે જાણવા કરો ક્લિક


મલ્ટિસ્ટોરમાં કારપાર્કિંગ ક્યાં કરી છે તે યાદ રાખવું માથાના દુઃખાવા જેવું કામ છે, પરંતુ ટૂંક સમયમાં તમારે દાદરા ચડીને દરેક માળ પર તમારી કાર શોધવા આંટાફેરા કરવા નહીં પડે. વિશ્વમાં ખ્યાતનામ કારઉત્પાદક કંપની બીએમડબ્લ્યૂએ એવી ટેક્નોલોજી વિકસાવી છે જેના દ્વારા એક બટન દબાવવાથી કાર આપોઆપ પાર્ક થઇ જશે અને તમારી પાસે પાછી પણ આવી જશે. જીપીએસને સ્થાને આ ટેક્નોલોજીમાં ચાર લેસર સ્કેનરનો ઉપયોગ કરાયો છે, જે નેવિગેશન માટે બિલ્ડિંગનો વર્ચ્યુઅલ મેપ તૈયાર કરે છે.
ઉલ્લેખનીય છે કે કારપાર્કિંગ ખાતે પહોંચ્યા પછી ચાલકે તેના હાથમાં પહેરેલી સ્માર્ટવોચ જ એક્ટિવેટ કરવાની રહેશે, ત્યારબાદ કાર જાતે જ કારપાર્કિંગની યોગ્ય જગ્યા શોધી કાઢી જાતે ડ્રાઇવ થઇ પાર્ક થઇ જશે. રસ્તામાં આવતા તમામ અવરોધો અને આડીઅવળી પાર્ક કરેલી કારની પણ જાતે જ કાળજી લેશે. જોકે કારઉત્પાદકોએ એવી સ્પષ્ટતા નથી કરી કે ન્યૂયોર્ક અને લંડનના વ્યસ્ત કારપાર્કિંગ જેવાં સ્થળોએ ખાલી જગ્યા ન મળે તો કાર શું કરશે. બીએમડબ્લ્યુ ક્યારે તેની કારમાં આ ફીચરનો સમાવેશ કરશે તેની પણ સ્પષ્ટતા કરાઇ નથી.
હાલમાં રિમોટ વોલેટ કારપાર્કિંગ આસિસ્ટન્ટ નામની નવી ટેક્નોલોજીનું બીએમડબ્લ્યુની આઇથ્રી મોડલની કારમાં પરીક્ષણ ચાલી રહ્યું છે જ્યારે કારમાલિક કે ડ્રાઇવર તેના હાથમાં પહેરેલી સ્માર્ટવોચ દ્વારા કારને કમાન્ડ આપશે ત્યારે તે પાર્ક થયેલી જગ્યાએથી આપોઆપ કારપાર્કિંગનાં એક્ઝિટ દ્વાર સુધી આવી પહોંચશે, તે દરમિયાન કારચાલક કારપાર્કિંગના એક્ઝિટ સુધી પહોંચી જશે. આ ટેક્નોલોજી સમયની ગણતરી પણ કરે છે. આ ટેક્નોલોજીમાં 360 ડિગ્રી કોલિઝન એવોઇડન્સ ફીચર પણ સમાવવામાં આવ્યું છે, જે કારની ચારે તરફ આવતાં કોલમો, દીવાલો અને આડીઅવળી પાર્ક થયેલી કાર જેવા અવરોધોને લેસર સ્કેનરની મદદથી પારખીને કારને ટકરાતી બચાવશે, જો સિસ્ટમ સામે અચાનક કોઇ અવરોધ આવશે તો કારમાં અચાનક બ્રેક વાગી જશે.



Get Update Easy