HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

15 નવેમ્બર, 2014

 
 ગુણોત્સવમાં મૂલ્યાંકન રિપોર્ટ ભરવામાં શાળા કે શાળાના શિક્ષકો ખોટું મૂલ્યાંકન કરશે તેવી શાળા અને શિક્ષકોને નબળા પરિણામ સુધારવાની તક તો નહીં જ આપવામાં આવે પરંતુ આવા શિક્ષકો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવા આદેશો મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી કક્ષાએથી ગાંધીનગરમાં અધિકારીઓને આપ્યા છે.
ગુજરાત સરકારનો પાંચમો ગુણોત્સવ તા.20મીથી શ થઈને 23મી સુધી ચાલશે જેમાં મુખ્ય ત્રણ બાબતોને સમાવી લેવામાં આવી છે. જેમાં બાળકોની શૈક્ષણિક સિધ્ધ, સહ અભ્યાસુ પ્રવૃત્તિ અને સંશાધનોના ઉપયોગ અને લોક ભાગીદારીનું મૂલ્યાંકન જેમાં બાળકોની શૈક્ષણિકને 60 ટકાનો ગુણભાર બાકીની બન્ને પ્રવૃત્તિને 20-20 ટકાનો ગુણભાર નકકી થયો છે.
દરેક બાળક માટે વિશેષ ચાઈલ્ડ ટ્રેકિંગ સીસ્ટમ અન્વયે બાળખને યુનિક આઈડી નંબર આપીને તેની મૂલ્યાંકનનો રિપોર્ટ કોમ્પ્યુટરમાં ભરવામાં આવે છે જેના આધારે દર વર્ષે બાળકની પ્રગતિનો અહેવાલ જાણી શકાશે.
ઉપરાંત નકકી થયેલી ત્રણેય બાબતોના આધારે શાળાનો રિપોર્ટ કાર્ડ તૈયાર કરવામાં આવશે. બાળકોના સર્વાંગી શિક્ષણ માટે જરી તમામ સંશાધનનો ઉપયોગ અનિવાર્ય છે જેમાં શૈક્ષણિક, ભૌતિક ઉપરાંત માનવ સંશાધનો ઉપયોગ વિવિધ બાબતોને સમાવી લેવાયો છે.
બાળકોને અપાતા સરકારી પુસ્તકો મધ્યાહન ભોજન યોજના, પાણી, શૌચાલય, કોમ્પ્યુટર અને ઈન્ફર્મેશન ટેકનોલોજી ઉપરાંત લોક ભાગીદારી વગેરે બાબતોને આવરી લેવાયા છે.
રાજ્ય સરકારની સરકારી અને અનુદાનિત તમામ શાળાઓનું મૂલ્યાંકન ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીકક્ષાએથી કરવામાં આવનાર છે. જેમાં શાળાના આંતરિક મૂલ્યાંકન સાથે બાહ્ય મૂલ્યાંકનમાં વાલી બેઠક, વર્ગ શિક્ષકો અને વાલીઓ સાથે ચચર્િ કરીને મૂલ્યાંકનપત્રક ભરવામાં આવશે.
પ્રાથમિક શાળાના મૂલ્યાંકનમાં તટસ્થતા જાળવવા અધિકારીઓને વિશેષ મુખ્યમંત્રી કક્ષાએથી સૂચના આપવામાં આવી છે. શાળાને નબળો ગ્રેડ હોય તો ઉપચારાત્મક કાર્ય દ્વારા સુધારા થઈ શકશે પરંતુ ખોટું મૂલ્યાંકન કરનારને સુધારણાની તક નહીં આપવાની સાથોસાથ જવાબદાર શાળા અને શિક્ષકો સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.
2014-15ના શૈક્ષણિકમાં માત્ર એક જ તબકકામાં યોજાશે જેમાં મૂલ્યાંકનકારે સવારે 10-30 સમૂહ પ્રાર્થનાથી હાજરી આપવાની સાથે મધ્યાહન ભોજનમાં પીરસાતું ભોજન, સાંજના વાલીમંડળની બેઠક, સાંસ્કૃતિક કાર્યક્રમ અને મૂલ્યાંકન પત્રક ભરવાનું રહેશે.
ગાંધીનગર : વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારે ગુજરાતને વિવિધ શૈક્ષણિક અને તાલીમ, સજાગતાના કાર્યક્રમો માટે સેટેલાઇટના માધ્યમથી પ્રસારણ કરવા ૩૬ મેગા બેંડવિથના ઉપયોગની મંજૂૂરી આપી છે. આ બેંડવિથની મંજૂૂરી મળતાં હવે ૧૬ જેટલી ચેનલો ગુજરાત શરૂ કરી શકશે. ગુજરાત સરકારના બાયસેગ-સેટકોમને આ બેંડવિથનો ઉપયોગ શરૂ કરવા આપેલી ત્વરિત મંજૂૂરી માટે કેન્દ્રની સરકારનો મુખ્યમંત્રીએ આભાર વ્યક્ત કર્યો છે.
ગુજરાતને બેંડવિથના ઉપયોગની મંજૂૂરીથી હવે ૧૬ જેટલી શિક્ષણ વિષયક નવી ચેનલો દ્વારા કૌશલ્યવર્ધન અને તાલીમને લગતા કાર્યક્રમો, ધો. ૧૦, ૧૧ અને ૧૨ના ગણિત અને વિજ્ઞાાનના વિષયોના કોચિંગ, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, તકનિકી, તબીબી શિક્ષણને લગતા કાર્યક્રમો, નોકરી માટેની પરીક્ષાની તૈયારીઓ કરવા માટે માર્ગદર્શન, રોજગાર ક્ષમતા વધારવા માટેના કાર્યક્રમો (ઇન્ડસ્ટ્રીઝના સહયોગ સાથે) આરોગ્ય, કૃષિ અને પશુપાલનને લગતા કાર્યક્રમો, વિભાગીય તાલીમ કાર્યક્રમોનું આયોજન અને પ્રસારણ કરી શકાશે.
 Govt.Secondary School ma Bharti nu Mertit Declair

Govt.Higher Secondary ma Bharti nu Merit Declair



Get Update Easy