રાજ્યની
ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૧૯૯૮ના વર્ષ પછી ભરતી
થયેલાં તમામ શિક્ષકોને હાલ ફાજલ ન કરવા અંગેનો મહત્વનો નીતિ વિષયક નિર્ણય
રાજ્યના શિક્ષણ વિભાગે કર્યો છે. શિક્ષણ વિભાગે એક પરિપત્ર બહાર પાડી તેના
તત્કાળ અમલીકરણ અર્થે રાજ્યના તમામ જિલ્લાઓના શિક્ષણાધિકારીઓને જાણ કરી છે.
શિક્ષણ વિભાગના આ નિર્ણયને પગલે ૧૯૯૮ બાદ ભરતી થયેલા શિક્ષકોને ફાજલ થવાની
શક્યતાઓમાંથી રક્ષણ મળતાં આ શિક્ષકોએ ભારે રાહત અનુભવી છે. શિક્ષણ વિભાગના
આ નિર્ણયને રાજ્યની શિક્ષણ આલમે આવકાર્યો છે.
- તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પરિપત્ર પાઠવી અમલ કરવા તાકીદ કરી
શિક્ષક સંઘોના લાંબા ગાળાના સંઘર્ષનું પરિણામ
૧૯૯૮ બાદ ભરતી મેળવનારા શિક્ષકોને સરકાર દ્વારા કાયમી તરીકેનું
રક્ષણ ન આપવા અંગેનો પરિપત્ર અમલી બનાવાયો હોવાથી રાજ્યના શૈક્ષણિક સંધો
દ્વારા સરકાર અને શિક્ષણ વિભાગ સમક્ષ આ મુદ્દે છેલ્લા કેટલાક સમયથી ઉગ્ર
રજૂઆત કરવામાં આવી હતી. લાંબા ગાળાના સંઘર્ષ બાદ અસંખ્ય શિક્ષકોની જગ્યાઓ
હાલ ખાલી હોઈ વચગાળાની કામગીરી તરીકે શિક્ષણ વિભાગને આ નિર્ણય લેવાની ફરજ
પડી છે.
તમામ શિક્ષકોને રક્ષણ મળવાપાત્ર થશે
રાજ્યમાં ધોરણ - ૮નો ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં સમાવેશ કરાતાં તે
વેળાની પરિસ્થિતિને કારણે જે માધ્યમિક શિક્ષકો આ પરિસ્થિતિથી અસર પામતા હતા
તેઓને જ ફાજલ તરીકેનું રક્ષણ મળવાપાત્ર હતુ. તેના બદલે વર્તમાન નવા
પરિપત્રને કારણે ધોરણ ૮ થી ૧૨ સુધીના તમામ શિક્ષકોને ફાજલનું રક્ષણ મળશે. PARIPTRA DPEO,DDO TRANSFER PROMOTION page-1
કોલેરા / Cholera (Cholera) નો ઈલાજ
- લવીંગના તેલના બે ત્રણ ટીપાં ખાંડ કે પતાસામાં લેવાથી કોલેરા મટે છે.
- લીંબુ અને કાંદાનો રસ મેળવીને પીવાથી કોલેરા મટે છે.
- ફુદીનાનો રસ પીવાથી કોલેરા મટે છે.
- જાયફળનું એક તોલો ચૂર્ણ ગોળમાં મેળવી નાની નાની ગોળીઓ કરી, તેમાંથી એક એક ગોળી અર્ધા કલાકે લેવાથી અને ઉપર થોડું ગરમ પાણી પીવાથી કોલેરા મટે છે.
- હિંગ, કપૂર અને આંબાની ગોટલી સરખે ભાગે લઇ ફુદીનાના રસમાં ઘુંટી ચણા જેવડી ગોળીઓ બનાવી લેવાથી કોલેરા મટે છે.
- કાંદાના રસમાં ચપટી હીંગ મેળવીને અર્ધા અર્ધા કલાકે લેવાથી કોલેરા મટે છે.
- પાણીમાં લવીંગ નાખી ઉકાળીને તે પાણી પીવાથી કોલેરામાં થતી તરસ મટે છે.
- જાયફળનો ઉકાળો પીવાથી કોલેરામાં થતી તરસ મટે છે.
- કાંદા સાથે કપુર ખાવાથી કોલેરા મટે છે.