અહી કિલક કરો
GPSC પરીક્ષામાં ૭૫૦૦ ઉમેદવારો ઉતીર્ણ જાહેર થશે પરીક્ષાનું કટ ઓફ ૧૯૭ માર્કસ રહે તેવી શક્યતા : ટૂંક સમયમાં જ જાહેર થનાર પરિણામમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉતીર્ણ જાહેર : ૧૨મીએ પરીક્ષા લેવાઈ હતી
૧૨ ઓક્ટોબરે લેવામાં આવેલ જીપીએસસીની પરીક્ષાનું પરીણામ નજીકના દિવસોમાં જાહેર કરવામાં આવનાર છે ત્યારે આ પરીક્ષામાં કુલ ૭૦૦૦ થી ૭૫૦૦ જેટલા ઉમેદવારોને ઉતીર્ણ કરવામાં આવશે. જેના કારણે પ્રિલીમરી પરીક્ષાનું જનરલ કેટેગરીનું કટ ઓફ ૧૯૭ માર્ક રહે તેવી શક્યતા તજજ્ઞો વ્યક્ત કરી રહ્યા છે.
પ્રાપ્ત
થતી માહિતી મુજબ રાજ્યમાં વર્ગ-૧ અને ૨ના અધિકારીઓની ખાલી પડેલ ૩૭૪ જેટલી
બેઠકોની ભરતી માટે તાજેતરમાં જીપીએસસીની પ્રિલીમરી પરીક્ષા લેવામાં આવી
હતી. આ પરીક્ષા માટે રાજ્યભરમાંથી અંદાજે ૭ લાખથી વધુ ઉમેદવારોએ
રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જો કે ૫૦ ટકા ઉમેદવારોએ જ પરીક્ષા આપી હતી. આ
પરીક્ષાનું પરિણામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવનાર છે ત્યારે રાજ્ય
સરકારના પરીક્ષા વિભાગના ઉચ્ચ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ પ્રિલીમરી
પરીક્ષામાં ૭૦૦૦થી ૭૫૦૦ જેટલા ઉમેદવારોને ઉતીર્ણ જાહેર કરવામાં આવશે
ત્યારબાદ જીપીએસસીની મેઈન પરીક્ષા લેવામાં આવશે. જેમાં ૧૧૦૦ જેટલા
ઉમેદવારોને ઉતીર્ણ કરવામાં આવશે. જે ઉમેદવારોને ગ્રુપ ડિસ્કસન અને પર્સનલ
ઈન્ટરવ્યૂમાં ભાગ લેવાની તક આપવામાં આવશે આ સાથે જ જીપીએસસીની પ્રિલીમરી
પરીક્ષાનું જનરલ કેટેગરીનું કટ ઓફ ૧૯૭ માર્ક રહે તેવી શક્યતા વ્યક્ત
કરાઈ રહી છે જ્યારે ઓબીસી કેટેગરીનું કટ ઓફ ૧૯૧ માર્ક, એસસી કેટેગરીનું કટ
ઓફ ૧૭૬ માર્ક અને એસટી કેટેગરીનું કટ ઓફ ૧૬૨ માર્ક રહે તેવી શક્યતા
નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જીપીએસસીએ સૌપ્રથમ વખત
માઈનસ માર્કસ પદ્ધતિ દાખલ કરી છે જે અંતર્ગત એક પ્રશ્નનો જવાબ ખોટો
આપવામાં આવે તો ૦.૩૩ ટકા માર્કસ કાપી લેવામાં આવશે. આ પદ્ધતિનો અમલ પ્રથમ
વખત કરવામાં આવ્યો હોવાથી કેટલાક ઉતાવળીયા ઉમેદવારો માટે તે ધાતક સાબીત
થશે.
બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉ.માધ્યમિક
શાળા ઓં માં ક્લાર્ક ની ભરતી ટુક સમય માં
થશે .દરેક શાળાઓ એ ૩૧/૧૦/૨૦૧૪ ની સ્થિતિએ માહિતી મોકલી આપવી . જેમાં વિદ્યાર્થી
નીસંખ્યા તથા મળવાપાત્ર ક્લાર્ક અને
હાલનું મહેકમ
વિદ્યાર્થી ની સંખ્યા
|
મળવાપાત્ર જગ્યા
|
કુલ સંખ્યા
|
1 થી
300
|
જુનીયર ક્લાર્ક -૧
|
૧
|
301 થી 600
|
જુનીયર ક્લાર્ક -૧
સીનીયર ક્લાર્ક -૧
|
૨
|
601 થી 1000
|
જુનીયર ક્લાર્ક -૨
સીનીયર ક્લાર્ક -૧
|
૩
|
1001 થી 1400
|
જુનીયર ક્લાર્ક -૨
સીનીયર ક્લાર્ક -૨
|
૪
|
1401 થી 2000
|
જુનીયર ક્લાર્ક -૨
સીનીયર ક્લાર્ક -૨
હેડકલાર્ક -૧
|
૫
|
2000 થી ઉપર
|
જુનીયર ક્લાર્ક -૨
સીનીયર ક્લાર્ક -૨
હેડકલાર્ક -૧
ઓ .એસ. -૧
|
૬
|