વિધા સહાયક ધો-1થી5ની ભરતી માટે અહી ક્લિક કરો |
ગુણોત્સવ-5
ધો-2થી5ના સ્વમૂલ્યાકન પેપર
Download : Click here
ભારતને સુપરપાવર બનાવશે 'મોદી મંત્ર' : અબજોના હથિયાર અહીં બનાવીને વેચો
છેલ્લા એક દાયકાથી ભારત તેના જુના થઈ ગયેલા એરક્રાફ્ટ્સને નવા હાઇટેક
હેલિકોપ્ટરથી રિપ્લેસ કરવા માટે યોગ્ય ડીલની શોધ કરી રહ્યું છે. બીજા
દેશોમાંથી આવા એરક્રાફ્ટ અને બીજા યુદ્ધના શસ્ત્રો ખરીદવાના મોટાભાગના
સોદામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય અથવા તો વધારે પૈસા આપીને નબળી
ગુણવત્તાવાળા એરક્રાફ્ટ ખરીદવામાં આવતા હોય એવી ચર્ચા થતી રહેતી હોય છે.
જોકે હવે પરિસ્થિતિમાં સારો એવો ફેરફાર થયો છે. આ ઓગસ્ટ મહિનામાં નવી
મોદી સરકારે પોતાના શસ્ત્રો વેચવા માટેની વિદેશી કંપનીઓની તમામ અરજીઓ રદ
કરીને ઘરઆંગણે જ હાઇટેક હેલિકોપ્ટર્સ બનાવવાનો બોલ્ડ નિર્ણય લીધો છે.
છેલ્લા કેટલાક મહિનાઓમાં ભારતે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને સબમરીન વેચવાના
બે પ્રસ્તાવ રદ કરીને એને ભારતમાં જ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ મહત્વનો
નિર્ણય મોદી સરકારની 'મેઇક ઇન ઇન્ડિયા'ના ભાગરૂપે લેવામાં આવ્યો છે.
મોદી સરકારનો આ નિર્ણય અત્યંત મહત્વનો છે કારણ કે હાલમાં ભારત આખી
દુનિયામાં બીજા દેશોમાંથી સૌથી વધારે હથિયારો ખરીદતો દેશ છે. આખી દુનિયામાં
જેટલી હથિયારોની નિકાસ થાય છે એનો 14 ટકા હિસ્સો તો એકલું ભારત જ ખરીદે
છે. ભારત કરતા ચીનની હથિયારની તાકાત અનેકગણી વધારે હોવા છતાં કડવી હકીકત એ
છે કે ચીન જેટલા હથિયારોની આયાત કરે છે એના કરતા ભારત ત્રણ ગણા હથિયારો
વધારે આયાત કરે છે.
એક અંદાજ પ્રમાણે આગામી સાત વર્ષોમાં ભારત લગભગ 120 બિલીયન ડોલર જેટલી
મોટી રકમ હથિયારોની આયાત પાછળ ખર્ચ કરશે એવી ધારણા છે. ભારતીય આર્મીના
આધુનિકીકરણથી અમેરિકન કંપનીઓને અબજો ડોલરનો બિઝનેસ મળે એમ છે. ભારતના સરહદ
પર પાકિસ્તાન અને ચીન સાથેના તણાવપૂર્ણ સંબંધો તેમજ અફઘાનિસ્તાન બોર્ડર પર
ભારેલા અગ્નિ જેવી સ્થિતિને કારણે ભારતને સંરક્ષણ બજેટમાં કાપ મુકવો બિલકુલ
પોસાય એમ નથી.
ભારત અત્યાર સુધી રશિયા પાસેથી મોટા પ્રમાણમાં હથિયાર ખરીદતુ હતું પણ
અમેરિકાએ હવે આ આ મામલામાં રશિયાને પાછળ મુકી દીધું છે. એક આંકડા પ્રમાણે
છેલ્લા ત્રણ વર્ષમાં ભારતે લગભગ 14 બિલિયન જેટલી રકમના શસ્ત્રોની આયાત કરી
છે જેમાં 5 બિલિયન ડોલર જેટલી રકમના હથિયારો માત્ર અમેરિકા પાસેથી જ
ખરીદવામાં આવ્યા છે જ્યારે રશિયા પાસેથી ખરીદેલા શસ્ત્રોની કિંમત અંદાજે 4
બિલિયન ડોલહ જેટલી થાય છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ભારત અને
અમેરિકાના સંબંધો ગાઢ બને એમાં શસ્ત્રોનું આ સમીકરણ મહત્વનો રોલ ભજવી શકે
છે.
જોકે મોદી સરકારના એક નિર્ણયે સમગ્ર પરિસ્થિતિની દિશા બદલાવી દીધી છે.
હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત પરથી હથિયારોની આયાત કરતા દેશનું લેબલ
દૂર કરી દેવા માગે છે અને ઘરઆંગણે જ આ હથિયારોનું ઉત્પાદન કરવા માગે છે.
વડાપ્રધાનનો ઇરાદો તો ભારતના પાડોશી દેશ ચીનની જેમ જ ભારતને હથિયારોની આયાત
કરતા દેશને બદલે હથિયારોની નિકાસ કરતો દેશ બનાવવાનો છે અને આ દિશામાં સઘન
પ્રયાસો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે.
જોકે હાલમાં ભારતીય આર્મીમાં નવા હેલિકોપ્ટર્સ, સબમમરીન, કોમ્બેટ જેટ,
માઇનસ્વીપર્સ જેવી આધુનિક સાધનોની તો કમી છે જ પણ સાથેસાથે પુરતા પ્રમાણમાં
દારૂગોળો અને ગ્રેનેડ પણ નથી. આ સિવાય સૈનિકોની જરૂરિયાત માટેના
બુલેટપ્રુફ જેકેટ, રાઇફલ, નાઇટ વિઝન ઇક્વિપમેન્ટ, કોમ્બેટ બુટ અને
હેલ્મેટની ભારે કમી છે ત્યારે સૌથી વધારે શસ્ત્રો આયાત કરનાર દેશમાંથી
શસ્ત્રો નિકાસ કરનાર દેશ બનવાની સફળ સરળ નહીં હોય એટલું ચોક્કસ છે.