HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

26 ઑક્ટોબર, 2014

Though of the day

ચંદ્ર અને ચંદન કરતાં પણ સજ્જનોની સંગતિ વિશેષ શીતળ હોય છે.

સૈનિક શાળા-બાલાચડીમાં પ્રવેશ મેળવવા તા.૬ ડિસેમ્બર સુધીમાંઅરજીકરવી.
શાળાની વેબસાઇટ www.ssbalachadi.org પર વિગતો ઉપલબ્ધય
રક્ષા મંત્રાલય દ્વારા સને ૧૯૬૧માં સૌરાષ્ટ્રઉમાં જામનગર પાસે બાલાચડી ખાતે સૈનિક શાળાની સ્થાપના કરવામાં આવી હતી. આ શાળામાં CBSE અભ્યા સક્રમનું અંગ્રેજી માધ્યસમમાં શિક્ષણ આપવામાં આવે છે. અંદાજે ૩૦૦ એકર વિસ્તાપરમાં ફેલાયેલી સૈનિક શાળામાં આવાસની સંપૂર્ણ સુવિધા ધરાવે છે. શિક્ષણ અને ઇત્તર પ્રવૃત્તિ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુ રહેલો છે.
સૈનિક શાળા સોસાયટી દ્વારા દર વર્ષે જાન્યુઆરીમાં અખિલ ભારતીય સૈનિક શાળા પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૫-૧૬માં ધો.૬ અને ધો.૯માં પ્રવેશ મેળવવા માટે આગામી તા.૪ જાન્યુદઆરી-૨૦૧૫ના રોજ અખિલ ભારતીય સૈનિક શાળા પ્રવેશ પરીક્ષા યોજાશે, જે બાલાચડી ઉપરાંત અમદાવાદઅનેસુરતખાતેલેવામાંઆવશે.
ધો. ૬ માટે તા.૨ જુલાઇ-૨૦૦૪ થી તા.૧ જુલાઇ-૨૦૦૫ અને ધો.૯ માટે તા.૨ જુલાઇ-૨૦૦૧ થી તા.૧ જુલાઇ-૨૦૦૨ દરમિયાન જન્મે લ હોય તેવા પુરૂષ ઉમેદવારો પ્રવેશ માટે લાયક ગણવામાં આવશે. પ્રવેશ અંગેના ફોર્મ તા.૧૫ ઓક્ટોબર-૨૦૧૪ થી તા.૨૯ નવેમ્બકર-૨૦૧૪ સુધી સૈનિક શાળા-બાલાચડી અથવા વેબસાઇટ પર પણ મળી રહેશે. શાળાને લગતી તમામ માહિતી વેબસાઇટ www.ssbalachadi.org પર ઉપલબ્ધ૫ છે અને અરજી ફોર્મ પણ ડાઉનલોડ કરી શકાશે, તથા ઇ-મેલઇ આઇ.ડી. ssbjam11@gmail.com છે.
પ્રવેશ મેળવવા ઇચ્છુaક વિદ્યાર્થીઓએ અરજીપત્રક સાથે સામાન્યે કેટેગરીના તથા સુરક્ષાકર્મીઓના બાળકો હોય તેવા વિદ્યાર્થીઓએ રૂ.૪૦૦ અને એસ.સી./એસ.ટી. કેટેગરીના વિદ્યાર્થીઓએ રૂ.૨૫૦નો ડિમાન્ડો ડ્રાફ્ટ જોડી તા.૬ડિસેમ્બર-૨૦૧૪સુધીમાંમોકલવાનુંરહેશે.
સૈનિક શાળામાં અભ્યા્સ કરતા વિદ્યાર્થીઓને, વાલીની આવક અને મેરીટના આધારે અંદાજે રૂ.૧૭,૫૦૦ થી રૂ.૪૨ હજાર સુધીની શિષ્યકવૃત્તિ મળી શકે છે. આ શાળામાં ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ માટે ૬૭ ટકા તથા ૨૫ ટકા સુરક્ષાદળના કર્મચારી-નિવૃત્ત કર્મચારી તથા એસ.સી.-એસ.ટી. વિદ્યાર્થીઓ માટે બેઠકો આરક્ષિત રાખવામાં આવેલ છે. માહિતી અને જાણકારીના અભાવે વિદ્યાર્થીઓ પ્રવેશ અને સૈનિક શાળાના શિક્ષણની સુંદર તક ચૂકી ન જાય તેવી તકેદારી રાખી આગોતરી જાણ કરવામાં આવે છે.

હાર્ટ અટેક અને સ્‍ટ્રોકના ખતરાને ટાળી શકાય છે
લાઈફ સ્‍ટાઈલમાં નોંધપાત્ર ફેરફાર કરીને તથા ડાઈટમાં મીઠાના પ્રમાણને ઓછું કરવાથી રાહત મળી શકેઃ રિપોર્ટ
   વોશિંગ્‍ટન,: હાર્ટ અટેક અને સ્‍ટ્રોકના હુમલાને કેટલાક લાઇફ સ્‍ટાઇલમાં ફેરફાર કરીને રોકી શકાય છે. તાજેતરમાં આ રોગનો ખતરો વધારે જોવા મળે છે. આના માટે ખરાબ લાઇફ સ્‍ટાઇલ મુખ્‍યરીતે જવાબદાર છે. યુએસ  સેન્‍ટર ફોર ડિસીસ કંટ્રોલ એન્‍ડ પ્રવેન્‍સન દ્વારા કરવામાં આવેલા નવા અભ્‍યાસમાં દાવો કરવામાં આવ્‍યો છે કે દર વર્ષે હાર્ટ એટેક અને સ્‍ટ્રોકના કારણે થઈ રહેલા ચાર મોત પૈકીના એક મોતને હેલ્‍થી લાઈફ સ્‍ટાઈલ બનાવીને રોકી શકાય છે. સાથે સાથે જો લોકો લાઈફ સ્‍ટાઈલને હેલ્‍થી બનાવે તો અન્‍ય ધણી બિમારીઓ પણ રોકી શકાય છે.
   ધૂમ્રપાનને રોકીને, વધારે શારીરિક પ્રવળત્તિ હાથ ધરીને તથા ભોજનમાં મીઠાનું ઓછું પ્રમાણ જાળવીને સ્‍ટ્રોક અને હાર્ટનારોગને રોકી શકાય છે. સ્‍વસ્‍થ્‍ય જીવન પ્રણાલીને જાળવવા માટે કોમ્‍યુનિટી ફેરફાર પણ જરૂરી બની ગયા છે જેમાં યોગ્‍ય જગ્‍યાએ કસરત અને ધૂમ્રપાન મુક્‍ત વાતાવરણ ખૂબ જરૂરી છે. હાઈબ્‍લડપ્રેશર અને ઊંચા કોલેસ્‍ટેરોલ અને ડાયાબિટીસને રોકીને પણ બિમારીઓને ટાળી શકાય છે. નવા અભ્‍યાસમાં જાણવા મળ્‍યું છે કે રોકી શકાય તેવા હાર્ટ એટેક અને સ્‍ટ્રોકના કારણે ૬૦ ટકા લોકોના મોત ૬૫ વર્ષથી નીચેના લોકોમાં થાય છેપુરુષોમાં આ સંભાવના મહિલાઓની સરખામણીમાં બે ગણી વધુ છે પરંતુ આને રોકી શકાય છે. સીડીસી દ્વારા કેટલીક ભલામણો આ સંદર્ભમાં કરવામાં આવી છે. આમા જણાવવામાં આવ્‍યું છે કે જો જરૂર હોય તો એસ્‍પીરીંગ થેરાપી, બ્‍લડપ્રેશર કંટ્રોલ, કોરેસ્‍ટેરોલની જાળવણી જેવા મુદ્દા પર તબીબ સાથે વાત કરવી જોઈએ. ધૂમ્રપાન છોડવા માટે નિષ્‍ણાંતની મદદ લેવી જોઈએ. જો કોઈ વ્‍યક્‍તિ ધૂમ્રપાન કરતી નથી તો તેની શરૂઆત કરવાની જરૂર નથી. ઓછામાં ઓછા ૧૦ મિનિટ સુધી વોકિંગ પણ કરવાની જરૂર છે. દિવસમાં ત્રણ વખત ૧૦ મિનિટ વોકિંગ અથવા તો સપ્તાહમાં પાંચ દિવસ વોકિંગની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત હેલ્‍થી ડાઈટનો ઉપયોગ કરવા પણ કહેવામાં આવ્‍યું છે.

 

Get Update Easy