HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

14 ઑક્ટોબર, 2014

List Of INSPIRE AWARD SCHEME-2014-15-Guj

Though of the day

ભલાઈ ક્યારેય નિષ્ફળ જતી નથી છેલ્લે ભલું કરનારનું ભલું જ થાય છે.


List of Selected Students under the INSPIRE Award Scheme for the Year 2014-15Name of the State :Gujarat

Know your school students name who is selected in INSPIRE AWARD
Download : Click here
ધોરણ૧થી૮માં એમસીક્‍યુ પદ્ધતિ ટૂંકમાં અમલી બનશે
તમામ જિલ્લામાં પરીક્ષાની નવી પદ્ધતિનો અમલ થશે : પરિપત્ર જારી કરી તમામ જિલ્લાઓમાં આવેલી સ્‍કુલોને સૂચના આપવામાં આવી : નવા આયોજન ઉપર વિચારણા

ગુજરાત રાજ્‍યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-૧ થી ૮ની પરીક્ષાઓમાં એમસીક્‍યુ આધીરીત પરીક્ષા પદ્ધતિ દાખલ કરવાનો નિર્ણય કરવામાં આવ્‍યો છે. આ અંગે ગુજરાત કાઉન્‍સીલ ઓફ એજ્‍યુકેશન રિસર્ચ એન્‍ડ ટ્રેનિંગના નિયામકે સત્તાવાર પરિપત્ર જારી કરી ધોરણ-૧ થી ૮માં પરીક્ષામાં એમસીક્‍યુ આધારીત પ્રશ્‍ન પુછવા તમામ જિલ્લામાં સૂચના આપી દેવામાં આવી છે.

   ગુજરાત રાજ્‍યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-૧ થી ૮માં એમસીક્‍યુ આધારીત પરીક્ષા પદ્ધતિનો તમામ જિલ્લામાં એક સાથે અમલ કરવાનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ અંગે ગુજરાત કાઉન્‍સીલ ઓફ એજ્‍યુકેશન રિસર્ચ એન્‍ડ ટ્રેનિંગના નિયામક આરબી પુરોહીતે જણાવ્‍યું હતું કે પ્રાથમિક શાળાઓને ધોરણ-૧ થી ૮ની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને ઓબ્‍જેક્‍ટીવ પ્રશ્‍નો, જોડણી સહિત એમસીક્‍યુ ટાઈપના પ્રશ્‍નો પુછવા સૂચના આપવામાં આવી છે.
   પરીક્ષા લેવાનો મુખ્‍ય હેતુ વિદ્યાર્થીઓ અભ્‍યાસ પ્રત્‍યે ગંભીર થાય છે પરંતુ વિદ્યાર્થીઓ ભવિષ્‍યમાં સ્‍પર્ધાત્‍મક પરીક્ષામાં સારી રીતે પ્રદર્શન કરી શકે તે માટે નવો પરિપત્ર જારી કરાયો છે. જેનો રાજ્‍યની તમામ સરકાર અને સ્‍વનિર્ભર પ્રાથમિક શાળાઓએ ફરજીયાત અમલ કરવાનો રહેશે. આ ઉપરાંત દરેક શાળાએ ધોરણ-૩ થી ૮નું સત્તાવાર અભ્‍યાસક્રમમાંથી મુલ્‍યાંકન કરવાનું રહેશે.  એક સત્રનો અભ્‍યાસક્રમ બીજા સત્રમાં પુછી શકાશે નહીં. આ ઉપરાંત ગુજરાત કાઉન્‍સીલ ઓફ એજ્‍યુકેશન રિસર્ચ એન્‍ડ ટ્રેનિંગના પરિપત્રમાં જણાવ્‍યા પ્રમાણે ધોરણ-૩ થી ૭ના વર્ષાતે અપાતા પ્રગતિપત્રકમાં માત્ર ગ્રેડનો ઉલ્લેખ કરવાનો રહેશે જ્‍યારે ધોરણ-૮ના પ્રગતિપત્રકમાં ગુણ અને ગ્રેડ બંનેનો ઉલ્લેખ કરવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે પ્રાથમિક શાળાઓમાં લાંબા સમયથી એમસીક્‍યુ આધારીત પ્રશ્‍નપત્ર અંગે વિચારણા ચાલી રહી હતી તેને હવે મંજુરી મળીગઈ છે.
પાસપોર્ટ ડિપાર્ટમેંટ રજૂ કરશે 'ઈ પાસપોર્ટ'
ફોરેન મિનિસ્ટ્રીએ પાસપોર્ટને લઈને નવો પ્રયોગ શરૂ કરી દીધો છે. બધુ બરાબર રહેશે તો આવનારા સમયમાં લોકોના હાથમા નોર્મલ પાસપોર્ટના સ્થન પર ઈ પાસપોર્ટ રહેશે. આ ઈલેક્ટ્રોનિક પાસપોર્ટમાં લાગેલ એક નનાકડીથી ચિપમાં પાસપોર્ટ હોલ્ડર્સની સંપૂર્ણ ડિટેલ મળી જશે. 
 ઈ પાસપોર્ટને લાગૂ કરવા માટે શરૂઆતી તૈયારીશો પણ શરૂ થઈ ગઈ છે . જો કે આ પહેલા પાસપોર્ટમાં એપ્લીકેટ્સની ફોટોને અટેચ કરવાને બદલે ફોટોને સ્કેન કરી પ્રિંટ કરવાની ફરિયાદો મળતી હતી. 

નાનકડી ચિપમાં સંપૂર્ણ માહિતી 
યોજના મુજબ 'ઈ પાસપોર્ટ'માં મ્બુ જીબીનો એક ચિપ રહેશે. આ પાસપોર્ટ વર્તમાન પાસપોર્ટની જેવો જ રહેશે.  ઈ પાસપોર્ટમાં એક ચિપ લાગેલી હશે. જેમા પાસપોર્ટ અધિકારીના ડિઝિટલ સિગ્નેચર ઉપરાંત બાયોમેટ્રિક માહિતી સહિત પાસપોર્ટ ધારકની બધી માહિતી જેવી કે નામ, જેંડર, ડેટ ઓફ બર્થ અને એક ડિઝિટલ ફોટો ચિપનો સમાવેશ થશે. બીજી બાજુ ચિપમાં પાસપોર્ટ ધારકની આંગળીના નિશાનનો પણ સમાવેશ હશે.  
 સેફ્ટીના હેતુથી બેસ્ટ 

ફોરેન મિનિસ્ટ્રી દ્વારા ઈ પાસપોર્ટ લાવવાનો હેતુ નિશ્વિત રૂપે સુરક્ષા સુવિદ્યાઓમાં સુધાર કરવાનો છે. પ્રેજંટ ટાઈમમાં જે પાસપોર્ટ રજુ કરવામાં આવી રહ્યો છે તેનાથી અનેક ઘણો વધુ ઈ પાસપોર્ટ સુરક્ષિત રહેશે. બીજી બાજુ ચિપમા લાગેલ હોવાને કારણે પાસપોર્ટ સાથે કોઈપણ પ્રકારની છેડછાડ કરવી શક્ય નહી રહે. એટલુ જ નહી ઈ પાસપોર્ટ દ્વારા એયરપોર્ટ જેવા સ્થાનો પર ભૌતિક સત્યાપન કરવામાં સરળતા રહેશે. 
 ટિકિટની જરૂર નહી પડે 
આની ખાસ વાત એ રહેશે કે પાસપોર્ટના માધ્યમથી બુક કરવામાં આવેલ એયર ટિકિટ હોટલની બુકિંગ કે પછી અન્ય કોઈ કામ માટે ઉપયોગમાં કરવામાં આવેલ ઈ પાસપોર્ટની ચિપમાં સંપૂર્ણ રેકોર્ડ રહેશે. જ્યારે ઈ પાસપોર્ટ સ્વૈપ કરવામાં આવશે કે તેનો સંપૂર્ણ રેકોર્ડ સામે આવી જશે. મતલબ એયર ટિકિટ કે પછી અન્ય કોઈ વસ્તુની બુકિંગ સ્લીપ ભૂલી જવાનુ ટેંશન નહી રહે.

Get Update Easy