HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

3 ઑક્ટોબર, 2014

ॐ તત્વજ્ઞાનતત્વજ્ઞાન


એ ત્રણ માત્રા અ ઉ મ નો બનેલો છે . નું ઉચ્ચારણ કરીએ ત્યારે આ ત્રણે અલગ નથી પડતી તેથી એ પૂર્ણ પરબહ્ર્મ પરમાત્માનું શબ્દ પ્રતિક છે .

નો પ્રથમ પાદ : વૈશ્વાનર , સ્થૂળ શરીર , જાગ્રત અવસ્થા , વિરાટ ન નામ , ઉપભોગ સ્વરૂપ ઋગ્વેદ કાર રૂપ છે .

નો દ્વિતીય પાદ : હિરણ્યગર્ભ , સુક્ષ્મ શરીર , સ્વપ્ન અવસ્થા , તૈજસ નામ , સ્વયં પ્રકાશ સ્વરૂપ યજુર્વેદ કાર રૂપ છે .

નો તૃતીય પાદ : પ્રાજ્ઞ , કારણ શરીર , સુષુપ્તિ અવસ્થા , ઈશ્વર નામ , આનંદ સ્વરૂપ , સામવેદ કાર રૂપ છે .

નો ચતૃર્થ પાદ : તૂર્ય , નિરાકાર , નિર્ગુણ અવસ્થા , બ્રહ્મ નામ , સમાધિ  સ્વરૂપ અથર્વવેદ બ્રહ્મજ્ઞાન અર્ધમાત્રા છે .

આત્મવિશ્વાસ

મારી નજર પત્થરને મીણ કરે છે,
પહાડોને ઉથલાવીને ખીણ કરે છે
ડરાવે છે ભોળા ખલાસીને સાગર,
 
મારાં હલેસા સમંદરને ફીણ કરે છે.

જીવનમાં સફળતા મેળવવા આત્મવિશ્વાસએ ગુરૂચાવી છે.આપણાં માટે કોઇ કામ અશક્ય નથી; પણ તેના માટે આત્મવિશ્વાસની જરૂર પડે છે;આત્મવિશ્વાસ કોઇ પણ અઘરાં કામને આસાન બનાવે છે.

 
હવે ઇન્‍ટરનેટ દ્વારા પસ્તી પણ વેચી શકાશે 

internet

માણસનો સમય અને મહેનત બચાવવા હાલ ઇન્‍ટરનેટનો ઉપયોગ વધતો જાય છે તેથી દરેક ક્ષેત્રમાં તેનો પ્રવેશ થયો છે. હવે પસ્‍તીવાલા ડોટ કોમ પર તમને પસ્‍તીના ભાવ પણ મળશે અને તમારા ધરેથી પસ્‍તી પણ લઈ જશે. આ વેબસાઇટ ૨૦૧૦ થી વડોદરા શહેરમાં કાર્યરત છે અને પ્રગતિના પંથે છે. હવે આજથી, ૨જી ઓક્‍ટોબર, ૨૦૧૪થી અમદાવાદ સહિત આણંદ, નડિયાદ, સુરતમાં પસ્‍તીવાલા ડોટ કોમનું વિસ્‍તરણ થઈ રહ્યો છે. ૨જી ઓક્‍ટોબરથી અમદાવાદમાં પ્રારંભ થઈ રહ્યો છે. દરેક શહેરોમાં આ અંગેનું તંત્ર ગોઠવાઈ ગયુ છે. પસ્‍તી લેવા માટે વાહનો, કર્મચારી, ફોન અને ઇન્‍ટરનેટની વ્‍યવસ્‍થા થઈ ચુકી છે.
પસ્‍તીવાલા ડોટ કોમ ની સાથે વહેવાર કરવાથી પારર્દશિતા ખરા ભાવની માહિતી મળશે અને વજનની ચોરી નહીં થાય. ધરમાં રહેલો પસ્‍તીનો નકામો માલસામાન લેવા આવનાર ફેરીયાને સારૂ વળતર આપીને પસ્‍તીવાલા ડોટ કોમ સહયોગ રૂપ થશે.રાજ્‍યના એક ઉદ્યોગ સાહસીક કંપનીના એમડી શ્રી પરેશ પારેખે આવો અનોખો વિચાર આવતા તેણે ‘પસ્‍તીવાલા ડોટ કોમ' નામની વેબસાઇટ શરૂ કરી છે અને તમે ઇચ્‍છો ત્‍યારે તમે તેમને પસ્‍તી લઈ જવા માટે બોલાવી શકો. સૌથી મોટી વાત તો એ છે કે પસ્‍તીના ભાવો રોજ રોજ બદલાય છે. તેની માહિતી પણ ગ્રાહકને મળી રહે તે માટે એફએમ રેડીયોમાં ભાવની જાહેરાત થતી રહેશે. પસ્‍તી, બોર્ડ, પુઠા જેવો કાગળનો નકામો કચરો કાઢવાનો પ્રશ્‍ન માત્ર ગળહિણીઓને જ નથી પણ  વેરહાઉસ કંપનીઓ, ઉદ્યોગો, પ્રીન્‍ટીંગ પ્રેસ, પેકેઝિંગ હાઉસ સહિત જેમને પણ આ પ્રશ્‍ન હશે તેમના જગ્‍યાએથી પસ્‍તી લઈ જવામાં ‘પસ્‍તીવાલા ડોટ કોમ' ધણું ઉપયોગી થઈ પડશે આના કારણે હાલના ફેરીયાઓને કોઈ નુકસાન થવાનું નથી કારણ કે તેમને તો વ્‍યાજના ચક્કરમાંથી મૂક્‍તિ મળવાની છે અને તેમનો પણ સહકાર લેવામાં આવશે. કંપનીના ડાયરેક્‍ટર મનીષ પટેલે વધુમાં જણાવ્‍યું હતુ કે હાલની ઝડપી જીંદગીમાં ધરના નાના મોટા કામ માટે કલાકોનો સમય જાય તે ફાવે તેવું નથી. એક ફોન કે મેઇલ કરોને ધરે ર્સવિસ મળે તે ઉત્તમ છે.


Get Update Easy