HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

12 ઑક્ટોબર, 2014

સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના 72માં જન્મ દિવસે જાણો તેમની અજાણી વાતો

Though of the day

I’ve missed more than 9000 shots in my career. I’ve lost almost 300 games. 26 times I’ve been trusted to take the game winning shot and missed. I’ve failed over and over and over again in my life. And that is why I succeed.  -Michael Jordan
 

સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના 72માં જન્મ દિવસે જાણો તેમની અજાણી વાતો

સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના 72માં જન્મ દિવસે જાણો તેમની અજાણી વાતો
બોલિવૂડના શહેંશાંહ અમિતાભ બચ્ચનનો જન્મ 11ઓક્ટોબર 1942ના દિવસે થયો હતો તે દિવસે રવિવાર હતો. હિન્દી ભાષાના પ્રિષ્ઠિત કવિ શ્રી હરીવંશારય બચ્ચન અને તેજી બચ્ચનના દામ્પત્યના છોડ ઉપર ખીલેલું એ પ્રથમ પુષ્પ હતું. .
બોલીવુડનાં શહેંશાહ અમિતાભ બચ્ચનનો આજે જન્મ દિવસ છે. અમિતાભ બચ્ચને સમગ્ર દેશ આજે તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યું છે. 72 વર્ષના અમિતાભે પોતાના અભિનયથી પોતાની ઉંમરને પણ પોતાના કદ સામે વામણી સાબિત કરી છે. તેમના વ્યક્તિત્વમાં જીવનના તે બધા રંગો છે કે જે પામવા માણસને સદીઓ લાગી જાય છે. આર. બાલ્કીની નજરે તો અમિતાભ સમંપૂર્ણ તો છે જ, તો પોતાના પરિવારની નજરે પણ તેઓ સન્માનિત વ્યક્તિ છે.
અમિતાભનું સંયમિત અને આદર્શ જીવન જ છે કે જે તેમને સમકાલીન કલાકારો કરતાં આગળ કરે છે. તેનું તાજુ દૃષ્ટાંત છે કે તેમનાથી નાની વાયમાં પણ નાના લોકો કાં તો કામમાંથી નિવૃત્ત થઈ ચુક્યા છે કાં પછી પલંગ ઉર છેલ્લા શ્વાસ ગણી રહ્યાં છે. જ્યારે અમિતાભ આજે પણ હોટ સીટ પર બેઠાલા લોકોને હોટ લાગે છે.
એવું નથી કે અમિતાભને સફળતા કોઈક જાદુઈ છડીને પગલે મળી છે. તેની પાછળ તેમની દિવસ-રાતની સખત મહેનત છે કે જેને પગલે 6 ફુટ 2 ઇંચનો લાંબો માણસ આજે સદીનો મહાનાયક બની ચુક્યો છે. તેઓ એક બેમિસાલ એક્ટર, સારા વિલન, આદર્શ પતિ, આઇડલ પિતા, સન્માનનીય સસરા, ઉત્કૃષ્ટ રજુઆતકર્તા અને એક બહુ સારાં ભારતીય છે.
દર્શકોના સ્નેહને પોતાના કરિયરનો બેસ્ટ એવોર્ડ ગણતાં અમિતાભે ઘણાં પુરસ્કારો જીત્યાં છે. તેમાં ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને બાર ફિલ્મફેર પુરસ્કારનો સમાવેશ થાય છે. તેમની નામે સૌથી વધુ સર્વશ્રેષ્ઠ અભિનેતા ફિલ્મફેર એવોર્ડનો રેકોર્ડ છે. જો તેમના સાર્થક અભિનયની વાત કરવા બેસીશું તો કદાચ એક આખી સદી ઓછી પડશે. બસ એટલું જ કહી શકાય છે કે અમિતાભ બેમિસાલ, બહેતરીન અને લાજવાબ છે.
તેઓની જિંદગીમાં ઘણીવાર ઉતાર-ચડાવ જોવા મળ્યા હતા. આમાં ‘કુલી’ના સેટ પર તેમને નડેલો અકસ્માત હોય કે પછી તેઓ દ્વારા સ્થાપવામાં આવેલી એબીસીએલ કંપની હોય કે જે ખોટમાં જતાં તેઓને આર્થિક મુસીબતનો સામનો કરવો પડયો હતો. ત્યાર પછી તેઓને ‘કેબીસી’ દ્વારા ફરીથી નામના તેમજ આર્થિક પરિસ્થિતિમાંથી બહાર લાવવામાં મદદ મળી છે.
અમિતજીની વાસ્તવિક અટક “શ્રીવાસ્તવ” છે પરંતુ પિતાએ બચ્ચન નામ અપનાવતાં તેમણે એ જ અટક રાખી છે. તેઓએ સૌપ્રથમ કોલકાતાની શો એન્ડ વેલેસ શિપિંગ કંપનીમાં એક એક્ઝિકયુટિવ તરીકે નોકરી કરી હતી. તેમને તેમના પહાડી અવાજને કારણે ઓલ ઇન્ડિયા રેડિયોમાં બે વાર રિજેક્ટ કરવામાં આવ્યા હતા.
અમિતાભ બચ્ચનની અજાણી વાતો
કટરા શહેરમાં ડૉ. બ્રારનાં નર્સિંગ હોમમાં શ્રીમતી તેજી હરિવંશરાય બચ્ચન નામની મહિલાએ એક બાળકને જન્મ આપ્યો હતો અને તેમની નોર્મલ ડીલીવરી હતી. સાડા આઠ મહિને અવતરેલા બાળકના વજનની વાત કરીએ તો તાજા જન્મેલા બાળકનુ વજન સાડા આઠ પૌંડ હતું અને એના દેહની લંબાઈ હતી 52 સેન્ટિમીટર હતી.
તેજીએ બાળકને જન્મ આપતા અમરનાથ અને પંતજી એમ બે કવિ હોસ્પિટલમાં આવ્યા હતા. નવજાત બાળક બરાબર તેજીજીની બાજુમાં સુતુ હતુ. પંતજી અપલક નેત્રે એને જોઇ રહ્યા હતા અને એમના મોંમાંથી શબ્દો સરી પડ્યાં.'' બચ્ચન, એ કેટલો શાંત છે! જાણે ધ્યાનમગ્ન અમિતાભ!'' આ સમયે તેજીજીનાં મનમાં આ નામ ચોંટી ગયું. જો કે, બચ્ચનજીના બીજા એક મિત્ર અમરનાથ ઝાનું એવું સુચન હતું કે, 1942ની આઝાદીની લડાઇને ધ્યાનમાં રાખીને આ બાળકનું નામ રાખવું જોઇએઃ ઇન્કિલાબ આઝાદ પરંતુ માતા-પિતા બન્નેએ પળવારમાં નિર્ણય લઇ લીધો કે ''આપણાં દીકરાનું નામ તો અમિતાભ જ રહેશે.''
અમિતાભની જીંદગીમાં આવેલી સૌ પ્રથમ છોકરીનું નામ સુનિલા હતુ ત્યારે અમિત હજુ કિશોરાવસ્થામાં હતો. આ અલ્હાબાદની વાત છે અમિતનો એક ગાઢ મિત્ર હતો; નરેશ ક્રિશ્ચિયન. સુનિલા નરેશની બહેન હતી. એ ખૂબસૂરત હતી. અમિત એનાં ઘરે જતો ત્યારે સુનિલા એના માટે પિયાનો વગાડતી હતી. આ સંબંધ આગળ વધે તે પહેલા જ સુનિલાનું મૃત્યુ થયુ.
અમિતાભ અને તેમના નાના ભાઈ અજિતાભ વચ્ચે સાડા ચાર વરસનો ફરક છે. અમિતાભની જીંદગીનાં સૌ પ્રથમ બે ગાઢ મિત્રો હતા જેમાં નરેશ પોલ દાસ અને શશી મુર્ખજીનુ નામ મોખરે છે.
અમિતાભ બચ્ચનને પોતાની ચોથી વર્ષગાંઠ યાદ રહી ગઈ છે કારણકે આ પાર્ટીમાં ઈન્દિરા ગાંધી પોતાના બે વર્ષના પુત્ર રાજીવ ગાંધીને ધોબીના વેશમાં લાવ્યા હતા અને અમિતે લશ્કરી જવાનનો યુનિફોર્મ ધારણ કર્યો હતો. ચાર વર્ષના અમિતે બે વર્ષના રાજીવને પ્રેમપૂર્વક આવકાર્યો અને પોતાનો ડાબો હાથ લંબાવીને રાજીવના જમણા હાથ સાથે મેળવી દીધો.
અમિતાભનુ નામ બોર્ફોસ કાંડમાં સંડોવાયુ હતું. અમિતાભે 1988માં અલ્હાબાદ બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીતી હતી. તેમના પિતાએ તેમને સવાલ કર્યો હતો, “બેટા!, આખો દેશ કહે છે કે, તે બોફોર્સ તોપના સોદામાં દલાલી ખાધી છે. શું વાત સાચી છે?” પિતાના આ સવાલ પર અમિતાભે સંસદપદનો અંતે ત્યાગ કરી દીધો હતો.
 

Get Update Easy