જીવનનો કક્કો
ક
– કર્મ કરતા રહો
ખ
– ખરાબ ન બનો
ગ – ગર્વ ન કરો
ઘ
– ઘમંડ ન કરો
ચ
– ચિડાશો નહિ
છ
– છળ- કપટથી દુર રહો
જ
– જબરા બનો
ઝ
– ઝગડો ન કરવો
ઠ
– ઠગાઇ ન કરો
ડ
– ડરપોક ન બનો
ઢ
– ભણવામાં ઢ ન રહો
ત
– તિરસ્કાર કોઇનો ન કરશો
થ
– થોડામાં સંતોષ માનો
દ
– દયાવાન બનો
ધ
– ધગશ રાખો
ન
– નમ્ર બનો
પ
– પારકી પંચાત ન કરો
ફ
– ફુલણશી ન બનો
બ
– બહાદુર બનો
ભ
– ભારરૂપ ન બનો
મ
– મધુર બનો
ય
– યશ મેળવો
ર
– રમુજી બનો
લ
– લાલચુ ન બનો
વ
– વિદ્યાવાન બનો
શ
– કોઇને શત્રુ ન માનશો
ષ
– ષડયંત્ર ન કરો
સ
– સત્ય બોલો
હ
– હસતા રહો
ળ
– આળસ ન કરશો
ક્ષ
– ક્ષત્રિય બનો
જ્ઞ
– જ્ઞાની બનો