સુવિચાર
તુજ તારો શ્રેષ્ઠ મિત્ર છે, તારાથી ભિન્ન એવા બીજાને મિત્ર કેવી રીતે બનાવી શકે
સોક્રેટિસે પ્રવચન કરનારાઓને ધાતુના ઘડા સાથે સરખાવેલા અને કહેલું એ ઘડો તમે ટકોરા મારો તો મજાનો રણકાર આપ્યા કરશે પણ કોઇ હાથ લગાડે કે અવાજ બંઘ.
કદીય ક્રોધ ન કરનાર વ્યક્તિ ક્યાં તો મહાત્મા હોય કે મહાકાયર.
ગુજરાતના જોવા લાયક સ્થળો
અહી ક્લિક કરો
સોમવારનો દિવસ ભારત માટે ઐતિહાસિક બની ગયો છે, કેમ કે આ દિવસે ઇસરોને મંગળયાનનું સૌથી મહત્ત્વનું એન્જિન સ્ટાર્ટ કરવામાં સફળતા મળી હતી. આ એન્જિન શરૂ થતાં જ હવે મંગળયાન મંગળ ગ્રહનાં ઓરબીટ એટલે કે ક્ષેત્રમાં પ્રવેશ કરવા માટે આગળ વધી ગયું છે. સોમવારે બપોરે ૨.૩૦ કલાકે એન્જિન માત્ર ચાર સેકન્ડ માટે શરૂ કરવામાં આવ્યું, આ સફળતાથી ઇસરોના વૈજ્ઞાાનિકોમાં આનંદ જોવા મળ્યો હતો. આ અગ્નિ પરીક્ષા પસાર કર્યા પછી હવે ૨૪મી સપ્ટેમ્બર ભારત માટે ઐતિહાસિક દિવસ હશે, કેમ કે આ દિવસે આપણું મંગળયાન મંગળ ગ્રહનાં ઓરબીટમાં પ્રવેશ કરશે.ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો)એ જારી કરેલાં નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે એન્જિન શરૂ થઇ ગયું હોવાથી હવે એ ઐતિહાસિક ઘડી નજીક આવી રહી છે જ્યારે ૨૪મી સપ્ટેમ્બરે યાન મંગળનાં ઓરબીટમાં પ્રવેશ કરશે. ૫ નવેમ્બર ૨૦૧૩ના રોજ જ્યારે મંગળયાન લોન્ચ કર્યું ત્યારે તેનું એન્જિન શરૂ કરવામાં આવ્યું હતું, જે બાદ એટલે કે ૩૦૦ દિવસ સુધી તેને બંધ રાખવામાં આવ્યું હતું, તેથી વૈજ્ઞાાનિકોને ચિંતા હતી કે ફરી આ એન્જિન શરૂ થશે કે કેમ પણ હવે તેઓ ચિંતામુક્ત છેે. ઇસરોએ જણાવ્યું હતું કે એન્જિન ટેસ્ટ એક ટ્રાયલ હોય છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૪મી સપ્ટેમ્બરે સવારે ઇસરોનાં મથકમાં હાજર રહેશે અને સમગ્ર સ્થિતિનું જીવંત પ્રસારણ નિહાળશે. વડા પ્રધાન ઐતિહાસિક મિશન બદલ વૈજ્ઞાાનિકોને પ્રોત્સાહન આપવા જાતે હાજર રહેશે.૪ સેકન્ડ માટે જ એન્જિન કેમ સ્ટાર્ટ કરાયું?મંગળયાન હાલ લગભગ ૨૨ કિમી પ્રતિ સેકન્ડની ઝડપે આગળ વધી રહ્યું છે, આટલી ઝડપે આગળ વધી રહેલાં આ યાનને જો મંગળની ગુરુત્વવાળી કક્ષામાં કે ઓરબીટમાં પ્રવેશ કરાવવું હોય તો યાનની ગતિ ઘટાડવી જરૂરી છે. યાનનું મુખ્ય એન્જિન આ ગતિને ધીમી પાડવામાં મદદ કરશે. મંગળયાનનું એન્જિન શરૂ થાય છે કે કેમ તે ચકાસવા માટે જ તેને માત્ર ચાર સેકન્ડ માટે શરૂ કરવામાં આવ્યું અને બંધ કરી દેવાયું.બુધવારે યાન તસવીર મોકલશેઇસરોના વૈજ્ઞાાનિક વી. કોટેશ્વર રાવે જણાવ્યું હતું કે અમે હવે મિશનની નજીક છીએ, જેવું યાન મંગળના ઓરબીટમાં પ્રવેશ કરશે ત્યારે કેમેરા શરૂ કરી દેવામાં આવશે, અને તસવીર મળશે. તેમણે જણાવ્યું હતું કે હાલ યાનમાં કોઇ પણ પ્રકારની ખામી નથી, સોમવારે અમારો આત્મવિશ્વાસ વધ્યો હતો કેમ કે, એન્જિન શરૂ કરવું તે એક મહત્વનો ટેસ્ટ હતો. બુધવારે કેમેરા શરૂ થતા જ યાન મંગળ ગ્રહની કલર તસવીર લેશે અને ઇસરોને કર્ણાટક સ્થિત પોતાના સેન્ટરે સેન્ડ કરશે.પ્રથમ પ્રયાસે મંગળની કક્ષામાં પ્રવેશ કરનાર ભારત પહેલો દેશ બનશેઅત્યાર સુધી અમેરિકા, રશિયા, યુરોપિયન સ્પેસ એજન્સીએ અનેક પ્રયત્નો બાદ મંગળની કક્ષામાં પ્રવેશ કર્યો હતો, એટલે કે પ્રથમ પ્રયત્ને જ પ્રવેશ કરવામાં હજુ સુધી કોઇ દેશને સફળતા નથી મળી, જો ભારતનું મંગળયાન ૨૪મી સપ્ટેમ્બરે પ્રથમ પ્રયત્ને મંગળમાં પ્રવેશ કરશે તો ભારતનાં નામે આ એક રેકોર્ડ બની જશે.
હવે શું થશે?
૨૪મી સપ્ટેમ્બરે એન્જિનને ફરી શરૂ કરવામાં આવશે, જેથી યાનની ગતિ ધીમી પડે અને સૂર્યની કક્ષામાંથી મંગળયાન મંગળની કક્ષામાં પ્રવેશ કરશે. સોમવારે માત્ર ચાર સેકન્ડ માટે એન્જિન શરૂ કરાયું હતું, જેથી યાનની ગતિ થોડી ધીમી પડી હતી, હવે ૨૪ સપ્ટેમ્બરે એન્જિનને ૨૪ મિનિટ સુધી શરૂ કરવામાં આવશે, આ દિવસ પણ એક ટેસ્ટ સમાન જ હશે, કેમ કે પ્રથમ પ્રયત્નથી જ મંગળમાં પ્રવેશ કરવો મોટાભાગના દેશો માટે મુશ્કેલ સાબિત થયો છે.