HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

24 ઑગસ્ટ, 2014

  New Paripatra for Private candidates (of GSOS)

 New HSC Science Semester I and Semester III Oct 2014 Examination

 New 2nd Semester Avlokan Programme extension date on 23.8.2014 

દેશભરની શાળાઓમાં મોબાઇલ ઝામર (મોબાઇલ ફોન સિગ્નલને રોકનાર) લગાડવાની તૈયારી

શાળાઓમાં મોબાઇલનો ઉપયોગ રોકવાનો સરકારનો પ્રયાસ :  આ માટે કેબિનેટ સચિવે ૨૭મીએ માનવ સંશાધન વિકાસ મંત્રાલયના અધિકારીઓની એક બેઠક બોલાવી છે.સુત્રોના જણાવ્‍યા પ્રમાણે બેઠકમાં તમામ શાળાઓમાં કાયમી સ્‍વરૂપે ઝામર લગાવવાનો નિર્ણય લેવાય શકે છે. આ બેઠકમાં માનવ સંશાધન વિકાસ મંત્રાલય, માહિતી અને ટેકનોલોજી મંત્રાલય, દિલ્‍હી સરકાર તથા રાજયોના પ્રતિનિધીઓ અને સીબીએસઇના ઓફીસરોને પણ બોલાવવામાં આવ્‍યા છે.સામાન્‍ય રીતે પ૦ મીટરના દાયરામાં મોબાઇલ ફોન સિગ્નલને રોકનાર ઝામર ૨૦ થી ૨પ હજાર રૂપિયામાં મળે છે. શાળાઓ માટે તે લગાડવાનું બહુ મોંઘુ નહી ગણાય.મોબાઇલ ઝામર લગાવવાથી પરીક્ષા ઉપરાંત બીજી કેટલીક ગેરરીતીઓ પણ અટકાવી શકાશે.શાળાઓમાં મોબાઇલનો દુરૂપયોગ ડામવા માટે હવે મોદી સરકારે કમર કસી છે.

Get Update Easy