ચંદ્રમાંને સોમરૂપી પિતૃ બધા પ્રકારની
ઔષધિયોનો સ્વામી અને જીવ જગતના મનનો અધિકારી કહેવામાં આવ્યો છે. પ્રાણીઓના
જીવનમાં રોગ આરોગ્ય, હાનિ-લાભ, જીવન મરણના પ્રકાર, યશ-અપયશ ની સીધો સંબંધ
જાતકોની જન્મકુંડળીઓમાં ચદ્રમાંની સ્થિતિથી છે. શરૂઆતમાં બધી તિથિયોના
અધિપતિ સૂર્યદેવે તિથિયોને અન્ય દેવતાઓમાં વહેંચી દીધી.
જેમા અમાસના અધિપતિ અમાવસ નામક પિતરને
બનાવવામાં આવ્યા. આ પિતરોમાં સોમ અને અગ્નિષ્વાત સર્વોપરિ કહેવામાં આવ્યા
છે. આ જ સોમના દિવસ જ્યારે અમાવસ્યા તિથિ પડે છે તો સોમવતી અમાસ કહેવામાં
આવે છે. ચંદ્રમાનુ જળ પ્રત્યે ચુંબકીય પ્રભાવ રહે છે. જેનો સંબંધ જીવોમાં
ઉપસ્થિત દ્રવ પદાર્થ રૂપી રક્તથી છે. તેથી આ દિવસે અન્ય દિવસો કરતા વધુ
વૈરાગ્યનો ભાવ પ્રબળ રહે છે.
આ દિવસ માનસિક દોષોથી મુક્તિ મેળવવા માટે
ઉત્તમ માનવામાં આવ્યો છે. આ દિવસે પિતૃદોષમાં મુક્તિના નિમિત્ત માટે
કરવામાં આવેલ પિંડદાન,તર્પણ, શ્રાદ્ધ, દાન-પુણ્ય વગેરેનુ વિશેષ મહત્વ રહે
છે. મૌનવ્રત રાખવુ અને પીપળની પૂજા સાથે 109 પરિક્રમા કરવાથી કષ્ટોથી પણ
મુક્તિ મળે છે. પીપળને વિષ્ણુ સ્વરૂપ માનવામાં
આવે છે. સોમવાર ભગવાન રુદ્રને પણ અતિ પ્રિય છે. તેથી સોમવતી અમાસના દિવસે રુદ્રાભિષેક કરવાથી શિવની અતિ કૃપા મળે છે.
Download Hall Tickets of HTAT
Hall Tickets are available from tomorrow 2:00 pm.(26/8/2014, 2:00 pm)
બાળક સતત મહેનત કરતું
હોય,
દિવસ-રાત પુસ્તકોમાં જ મોં રાખીને બેસી રહેતું હોય તોપણ કેટલીક વાર ધાર્યું પરિણામ નથી આવતું અથવા તો તે જેટલી મહેનત કરે છે તે પ્રમાણમાં તેને માર્ક્સ નથી મળથા. બાળક મહેનત કરે છે છતાં તેને જોઈએ તેટલી સફળતા નથી મળતી એ જોઈને પેરેન્ટ્સ દુઃખી થઈ જતાં હોય છે, પણ આ નિષ્ફળતા પાછળ બાળકની નબળી યાદશક્તિ જવાબદાર હોય છે. જો બાળકની યાદશક્તિ ઓછી હોય તો વધુ મહેનતે ઓછું ફળ મળે છે. આ સમસ્યામાં બાળકની મેમરી સ્કિલ વધારવી બહુ જ અનિવાર્ય બની જાય છે. એવી અનેક પ્રવૃત્તિ છે જેનાથી બાળકની મેમરી સ્કિલ વધારી શકાય છે.
ભાષા શીખવો
યાદશક્તિ ઓછી હોવી તે
એક કુદરતી ખામી છે. જોકે આવા બાળક પ્રત્યે બાળપણથી પેરેન્ટ્સ થોડું વિશેષ ધ્યાન આપે તો મેમરી સ્કિલને ડેવલપ
કરી શકાય છે. ભાષા માઇન્ડને એક્સરસાઇઝ કરાવવામાં મુખ્ય
ભાગ ભજવે છે. જો બાળકને નવી ભાષા
શીખવવામાં આવે તો તેનાથી તેનું મગજ થોડું સક્રિય બને છે અને તેનાથી માઇન્ડ કોઈ એક વિષય પર એકાગ્ર થવાનું શીખે છે.
આ બધી જ બાબતો મેમરી સ્કિલ ડેવલપ
કરવામાં મદદરૂપ બને છે.
માઇન્ડ ગેઇમ
આજકાલ એવી અનેક ગેઇમ બજારમાં મળે છે જેમાં બાળકના માઇન્ડને સારી એવી એક્સરસાઇઝ મળે છે. મગજના જ્ઞાનતંતુને મજબૂત બનાવવા માટે આવી ગેઇમ બાળકને ગમ્મત સાથે માઇન્ડ પાવર પણ આપે છે. આ પ્રકારની ગેઇમ માઇન્ડને વિટામિન પૂરંુ પાડવા જેવું કામ કરે છે. આ માટે શરૂઆતમાં બાળકને સરળ ગેઇમ આપવી, જે વધુ જટિલ ન હોય. પછી સ્ટેપ બાય સ્ટેપ થોડી કોમ્પ્લિકેટેડ ગેઇમ આપવી જેથી તેનું માઇન્ડ ધીરે ધીરે ડેવલપ થતું જશે. આવી ગેઇમ રમવાથી બાળકમાં એક પ્રકારનો કોન્ફિડન્સ પણ ક્રિએટ થશે, જેનો ફાયદો લર્નિગ પ્રોસેસમાં જોવા મળશે.
પઝલ્સ
એવી ઘણી પઝલ્સ હોય છે, જેનાથી બાળક વિચારતાં શીખે છે. તેની થિન્કિંગ પ્રોસેસ હેલ્ધી બને છે. કોયડાનો ઉકેલ મેળવવા માટે તે એક વિષય પર ઊંડાણપૂર્વક વિચારતાં શીખે છે અને જ્યારે તે કોયડાનો ઉકેલ મેળવી લે છે ત્યારે તેને પોતાની જાત પર વિશ્વાસ બેસે છે. એવી અનેક પઝલ્સ હોય છે, જે ખરેખર ચેલેન્જિંગ હોય છે. બાળક રમતમાં ને રમતમાં કોયડાના ઉકેલ માટે જેટલું વિચારે છે તેટલું જ તેના માઇન્ડ પાવર માટે સારું સાબિત
થાય છે.
કોર્ડિનેટિંગ એક્ટિવિટી
કોર્ડિનેટિંગ એક્ટિવિટી પણ મેમરી વધારે છે. કોર્ડિનેટિંગ એક્ટિવિટી એટલે એવી પ્રવૃત્તિ, જેમાં માઇન્ડની સાથે હાથ-પગની પણ જરૂર પડે છે. આ માટે બાસ્કેટ બોલ, ક્રિકેટ, વોલીબોલ, વીડિયો ગેઇમ જેવી રમતો પણ બાળકને રમાડવા માટે પ્રોત્સાહિત કરો, જેનાથી પણ તે એક વિષય પર ધ્યાન કેન્દ્રિત કરતા શીખશે અને તેની મેમરી સ્કિલ પણ વધારી શકાશે.
યોગ અને મેડિટેશન
યોગ અને મેડિટેશનથી પણ
માઇન્ડ પાવરને વધારી શકાય
છે. વહેલી સવારમાં બાળકને જગાડીને તેને ટેરેસ પર કે ઘરના
આંગણામાં સુંદર શાંત વાતાવરણમાં
પ્રકૃતિના સાંનિધ્યમાં મેડિટેશન કરાવવાની આદત પાડો. તેનાથી મગજની શક્તિ વધે છે અને મેમરી સ્કિલ આપોઆપ ડેવલપ થાય છે.
તદુપરાંત યોગનો પણ સહારો
લઈ શકાય. નાદ યોગ જેમાં સંગીતના તરંગો સાથે ધ્યાન કરાવવામાં આવે છે, જે પણ માનસિક શાંતિ આપવાની સાથે બાળકના માઇન્ડને પ્રફુલ્લિત
કરીને મેમરીને વધારે છે.
|