શ્રીકૃષ્ણ ભજન : શ્રીકૃષ્ણ: શરણં મમ:(જુઓ વીડિયો)
શ્રીકૃષ્ણ: શરણં મમ:, શ્રીકૃષ્ણ: શરણં મમ:
શ્રીકૃષ્ણ: શરણં મમ:, શ્રીકૃષ્ણ: શરણં મમ:
કદમ્બ કેરી ડાળો બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:
જમુના કેરી પાળો બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:
વ્રજ ચોરાસી કોશ બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:
કુંડ કુંડની સીડીઓ બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:
કમલકમલ પર મધુકર બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:
ડાળ ડાળ પર પક્ષી બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:
વૃંદાવનના વૃક્ષો બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:
ગોકુળિયાની ગાયો બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:
કુંજ કુંજ વન ઉપવન બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:
વ્રજભૂમિના રજકણ બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:
રાસ રમંતા ગોપી બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:
ધેનુ ચરાવતા ગોપો બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:
વાજાં ને તબલામાં બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:
શરણાઈ ને તંબૂરમાં બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:
નૃત્ય કરંતી નારી બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:
કેસર કેરી ક્યારી બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:
આકાશે - પાતાળે બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:
ચૌદ લોક બ્રહ્માંડે બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:
ચન્દ્ર સરોવર ચોકે બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:
પત્ર પત્ર શાખાએ બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:
આંબ - લીંબુ ને જાંબુ બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:
વનસ્પતિ હરિયાળી બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:
જતીપુરાના લોકો બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:
મથુરાજીના ચોબા બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:
ગોવર્ધનને શિખરે બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:
ગલી ગલી ગહેવરવન બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:
વેણુ સ્વર સંગીતે બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:
કળા કરંતા મોર બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:
પુલિન કંદરા મધુવન બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:
શ્રી યમુનાજીની લહેરો બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:
આંબા ડાળે કોયલ બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:
તુલસીજીના ક્યારા બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:
સર્વ જગતમાં વ્યાપક બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:
વિરહીજનનાં હૈયાં બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:
કૃષ્ણ વિયોગે આતુર બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:
વલ્લભી વૈષ્ણવ સર્વે બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:
મધુર વીણા વાજિંત્રો બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:
કુમુદિની સરોવરમાં બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:
ચન્દ્ર સૂર્ય આકાશે બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:
તારલિયાના મંડળ બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:
અષ્ટ પ્રહર આનંદે બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:
રોમરોમ વ્યાકુળ થઈ બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:
મહામંત્ર મન માંહે બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:
જુગલ ચરણ અનુરાગે બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:
શ્રીકૃષ્ણ સ્મરણ
सकृन्मनः कृष्णापदारविन्दयोर्निवेशितं तद्गुणरागि यैरिह।
न ते यमं पाशभृतश्च तद्भटान् स्वप्नेऽपि पश्यन्ति हि चीर्णनिष्कृताः॥
જે
મનુષ્ય ફક્ત એકવાર શ્રીકૃષ્ણના ગુણોમાં પ્રેમ કરનારા પોતાના ચિત્તને
શ્રીકૃષ્ણના ચરણ કમળમાં લગાવી દે છે, એ પાપોથી છૂટી જાય છે, પછી તેને પાશ
હાથમાં લેતા યમદૂતોના દર્શન સપનામાં પણ નથી થતા.
શ્રીકૃષ્ણના ચરણ કમળમાં લગાવી દે છે, એ પાપોથી છૂટી જાય છે, પછી તેને પાશ
હાથમાં લેતા યમદૂતોના દર્શન સપનામાં પણ નથી થતા.
अविस्मृतिः कृष्णपदारविन्दयोः
क्षिणोत्यभद्रणि शमं तनोति च।
सत्वस्य शुद्धिं परमात्मभक्तिं
ज्ञानं च विज्ञानविरागयुक्तम्॥
શ્રીકૃષ્ણના
ચરણ કમળનુ સ્મરણ સદા બની રહે તો તેનાથી પાપોનો નાશ, કલ્યાણની પ્રાપ્ર્તિ,
અંત: કરણની શુધ્ધિ, પરમાત્માની ભક્તિ અને વૈરાગ્યયુક્ત જ્ઞાન-વિજ્ઞાનની
પ્રાપ્તિ આપમેળે જ થઈ જાય છે.
ચરણ કમળનુ સ્મરણ સદા બની રહે તો તેનાથી પાપોનો નાશ, કલ્યાણની પ્રાપ્ર્તિ,
અંત: કરણની શુધ્ધિ, પરમાત્માની ભક્તિ અને વૈરાગ્યયુક્ત જ્ઞાન-વિજ્ઞાનની
પ્રાપ્તિ આપમેળે જ થઈ જાય છે.
पुंसां कलिकृतान्दोषान्द्रव्यदेशात्मसंभवान्।
सर्वान्हरित चित्तस्थो भगवान्पुरुषोत्तमः॥
ભગવાન પુરૂષોત્તમ શ્રીકૃષ્ણ જ્યારે ચિત્તમાં વિરાજે છે, ત્યારે તેના પ્રભાવથી કળયુગના બધા પાપ અને દ્રવ્ય, દેશ અને આત્માના દોષ નષ્ટ થઈ જાય છે.
शय्यासनाटनालाप्रीडास्नानादिकर्मसु।
न विदुः सन्तमात्मानं वृष्णयः कृष्णचेतसः॥
શ્રીકૃષ્ણને
પોતાનુ સર્વસ્વ સમજનારા ભક્ત શ્રીકૃષ્ણમા એટલા તન્મય રહેતા હતા કે સૂતા,
બેસતા, હરતા, ફરતા, વાતચીત કરતા, રમતા, સ્નાન કરતા અને ભોજન વગેરે કરતા
સમયે તેમને પોતાનો હોશ જ રહેતો નહોતો.
પોતાનુ સર્વસ્વ સમજનારા ભક્ત શ્રીકૃષ્ણમા એટલા તન્મય રહેતા હતા કે સૂતા,
બેસતા, હરતા, ફરતા, વાતચીત કરતા, રમતા, સ્નાન કરતા અને ભોજન વગેરે કરતા
સમયે તેમને પોતાનો હોશ જ રહેતો નહોતો.
एनः पूर्वकृतं यत्तद्राजानः कृष्णवैरिणः।
जहुस्त्वन्ते तदात्मानः कीटः पेशस्कृतो यथा॥