જીવલેણ વાયરસના ફેલાવાને રોકવા માટે તમામ પગલા લેવાઈ રહ્યા છે ત્યારે કેટલાક દેશોએ ઇમરજન્સીની પણ જાહેરાત કરી છે. ૧૦૦૦થી વધુ લોકોના મોત થયા બાદ હવે ડબલ્યુએચઓ દ્વારા આજે વૈશ્વિક આરોગ્ય સંકટ તરીકે આને જાહેર કરીને ચિંતા વધારી દીધી છે. ડબલ્યુએચઓ દ્વારા તેની તાકીદની બેઠકમાં બે દિવસ સુધી વાતચીત કર્યા બાદ એક નિવેદન જારી કરવામાં આવ્યું હતું. ડબલ્યુએચઓનું કહેવું છે કે, પશ્ચિમ આફ્રિકામાં ઇબોલા વાયરસની અસર ખુબ જ ગંભીરરીતે દેખાઈ રહી છે. જિનિવામાં વિશ્વ આરોગ્ય સંસ્થાની બેઠક યોજાઈ હતી. હવે આને વૈશ્વિક આરોગ્ય સંકટ તરીકે જાહેર કરીને મદદ કરવાની પણ વાત કરવામાં આવી છે. લાઇબેરિયા, નાઇઝિરિયા અને અન્ય દેશોમાં સાવચેતીના પગલા લેવાઈ રહ્યા છે. આને વિશ્વ સંકટ તરીકે જાહેર કરવા માટે વ્યાપક વિચારણા થઇ હતી. દરમિયાન સાઉદી અરેબિયાનું કહેવું છે કે, તે ઇબોલાગ્રસ્ત ત્રણ દેશો લાઇબેરિયા, ગિની અને સિઇરા લિયોનના નાગરિોકને હજ માટે વિઝા આપશે નહીં. દેશના તમામ વિમાની મથકો અને બંદર ઉપર તબીબોની ટુકડી ગોઠવવામાં આવી છે. ભારત દ્વારા પણ સાવચેતીના પગલા લેવાઈ રહ્યા છે.
HTML Blog Setting -
ચાલતી પટ્ટી
9 ઑગસ્ટ, 2014