
!…રાખડીના બંધનમાં આજ બંધાય જા…!

એને ન સમજ ફુલની એક પાંખડી
સમજ બહેનની હેતની પાંપણો
ધાગાને ન સમજ એક તાંતણો

રાખડીના બંધનમાં આજ બંધાય જા
હૈયાના હેતસાગરમાં આજ સમાય જા
બહેની માંગે ભાઈની આજ રક્ષા
એક દિ’ ભાઈ કરશે મારી સુરક્ષા

તે કરી છે મારી આકરી ચાકરી
પહેરી લે મારા હૈયાની સાંકરી
ભાઈ લઈ લે મીઠી મધુરી સુખડી
મલકાવી દે ભાઈ એકવાર મુખડુ

રત્નકણિકા

“ પત્થર સાથે પત્થર ટકરાય તો કંકર બને,
અને જે કંકર સહી લે તે શંકર કહેવાય.”

ભ………..જેનો ભૂમિ પર કાબુ હોય,
ગ………..જેનો ગગન પર કાબુ હોય,
વા……….જેનો વાયુ પર કાબુ હોય,
ન………..જેનો નીર પર કાબુ હોય તે……………..!