HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

21 ઑગસ્ટ, 2014

વિજ્ઞાન પ્રદર્શન માટેનાએન્ટ્રી-ફોર્મ માટે

આજનો સુવિચાર:-
જ્ઞાન કરતાં કલ્પના વધારે અગત્યની છે.

-આલ્બર્ટ આઈંસ્ટાઈન
 વિજ્ઞાન પ્રદર્શન માટેનાએન્ટ્રી-ફોર્મ માટે 
અહીં ક્લિક કરો -pdf ફાઇલ 
         ક્લિક કરો-word ફાઇલ  
ગણિત-વિજ્ઞાન પ્રદર્શન-2014-15 માટે માર્ગદર્શક સૂચનો માટે
અહીં ક્લિક કરો  -પીડીએફ ફાઇલ-1 
        ક્લિક કરો  -પીડીએફ ફાઇલ-2


https://lh6.googleusercontent.com/-nAOFBgM3dKQ/UEytvSMgmnI/AAAAAAAAAP0/b9kZMnX_eJQ/s720/84.jpg

સોલાર સીસ્ટમથી પાકોને નુકશાનથી બચાવી શકાય છે

ઉપર આકાશ અને નીચે ધરતી, દિવસ રાતની મહેનત એ ધરતી પુત્રોનું જીવન છે. ખેતર એ તેમની કર્મ ભૂમિ છે. પણ બદલાતા જતાં સમયમાં સમયના સથવારે ચાલવાનું પણ હવે ખેતરોના કર્મયોગીઓ શીખવા લાગ્યાથ છે. સોલાર સીસ્ટમમથી હવે ભૂંડ કે રોઝડાના કારણે પાકોને નુકશાનથી બચાવી શકાય છે. પાકોને ડ્રીપ ઇરીગેશનથી ૩ દિવસે બે કલાક પાણી આપીને પાણીને અછતને નિવારી શકાય છે. સરકારની અનેક લાભદાયી સ્કી મોથી ઓછા ખર્ચે અધધધ ખેત ઉત્પાદન મેળવી શકાય તેમ છે. અને આવા એક ધરતી પુત્ર છે જામનગરના એક આધુનિક યુવાન ખેડૂત ભાવેશ ગોઢાણિયા.

યુવાન અને પ્રગતિશીલ ખેડૂત ભાવેશ ગોઢાણિયાએ તેની ૬૫ વિદ્યા જમીનમાં ૫૨ વિધા દાડમનું વાવેતર ત્રણેક મહિના પહેલા કર્યુ. એટલે કે કૂલ ૮ હજાર દાડમનું વાવેતર થયું છે. અને ૧૨ વિદ્યામાં ઢોરનો ચારો, શાકભાજી વાવેલા છે. થોડા વર્ષો અગાઉ તેમની મોટીખાવડીમાં આવેલ જમીન જમીન સંપાદનમાં જતી રહતા તેના બદલે તેમણે જામનગર જિલ્લાનું જીવાપર ગામે જમીન ખરીદી. અને થોડાક વર્ષોથી તેમણે પોતાની પરંપરાગત કપાસ, મગફળી અને એરંડાની ખેતી છોડી દીધી છે. તેમણે કેટલાક જોખમો સાથે દાડમની ખેતીનો પ્રયોગ પોતાની જમીન ઉપર કર્યો છે. ક્ષારવાળી જમીન હોવાથી તેમણે ક્ષાર છુટુ પાડવાનું મશીન પણ વસાવ્યુજ છે. ખેતરમાં નિયમિત ત્રણ લોકો કામ કરે છે.

તેમના આ પ્રયોગમાં તેમને જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા રાજય સરકારની કેટલીક સહાયો પ્રાપ્યત થઇ છે. સંપૂર્ણ ખેતરમાં ડ્રીપ ઇરીગેશન માટે રૂ.૩ લાખ અને સોલાર ફેંન્સીંયગ માટે રૂ.દસ હજારની સહાય મળી છે. દાડમના રોપામાં બાગાયત વિભાગ દ્વારા સબસીડી મળી છે. સમજો કે રોપા વિનામૂલ્યે જ પડયા છે.

અન્ય‍ રાજયની તુલનાએ ગુજરાતમાં ખેતી માટે અનેક સહાયો મળે છે. ટપક સિંચાઇ પધ્ધાતિ, સોલાર સિસ્ટલમ માટે અડધો અડધ સહાય રાજય સરકાર આપે છે જેથી આર્થિક ઉપાર્જન વધુ મેળવી શકાય છે તેમ કહી શ્રી ભાવેશભાઇ વધુમાં કહયુ હતું કે જામનગર જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો(પીઠડિયા, ધુળેશિયા)ની આધુનિક ખેતીએ મને દાડમના વાવેતરની પ્રેરણા આપી છે. શ્રી ભાવેશભાઇ કહે છે કે તેઓને અછત નથી નડતી કારણ કે સંપૂર્ણ ડ્રીપ ઇરીગેશનના કારણે તેઓ દર ત્રણ દિવસે દોઢ કલાક છોડને પાણી આપવાની જરૂર પડે છે.

દાડમના ઝાડ ૮ ફુટ ઉંચા હોય છે તે ૧૫ વર્ષ સુધી ઉભા રહે છે. આંબના છોડની જેમ જ તેની માવઝત કરવાની રહે છે.

ગુજરાતી સાહિત્ય : સંત કબીરના દોહા (સાંભળો વીડિયો)



બડા હુઆ તો ક્યા હુઆ, જૈસે પેડ ખજૂર
પંથી કો છાયા નહી ફલ લાગે અતિ દૂર
દુ:ખમે સુમિરન સબ કરે ,સુખમે કરે ન કોય ,
જો સુખમે સુમિરન કરે ,દુખ કાહે કો હોય .
બુરા જો દેખન મેં ચલા બુરા ન મિલિયા કોય ,
જો દિલ ખોજા આપના, મુજ્સા બુરા ન કોય.
ચીન્તાસે ચતુરાઈ ઘટે, દુખસે ઘટે શરીર,
પાપ સે ઘટે લક્ષ્મી ,કહ ગયે દાસ કબીર.
સાઈ ઇતના દીજિયે ,જામે કુટુમ સમાય ,
મેં ભી ભૂખા ન રહું, સાધુ ન ભૂખા જાય.
મેરા મુજમે કછુ નહિ, જો કુછ હૈ સો તોર,
તેરા તુજકો સૌપતે ,ક્યા જાયગા મોર.
માટી કહે કુમ્ભારકો ,તું ક્યા રોન્દે મોય ,
એક દિન ઐસા આયગા ,મેં રોન્દુગી તોય.
કસ્તુરી કુંડલ બસે ,મૃગ ખોજે બન માંહી,
ઐસે ઘટ ઘટ મેં રામ હૈ,દુનિયા દેખે નાહી.
ચલતી ચક્કી દેખ કર દિયા કબીરા રોય
દુઈ પાટન કે બીચમે સાબુત ભયા ન કોય
પત્થર પુજે હરિ મીલે , તો મૈ પૂજું પહાડ
ઇસસે તો ચક્કી ભલી ,પીસી ખાય સંસાર .
પોથી પઢી પઢી જગ મુઆ, પંડિત ભયા ન કોય
ઢાઈ અક્ષર પ્રેમકા ,પઢે સો પંડિત હોય.
પ્રેમ ન બાડી ઉપજે , પ્રેમ ન હાટ બિકાય
રાજા-પરજા જેહી રુચે, સીસ દેઈ લે જાય. 

Get Update Easy