HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

5 જૂન, 2014


મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ સરકાર તેના પહેલા જ બજેટથી સરકારી નોકરીઓ માટે જાહેરાતો કરવા જઇ રહી છે. ગુજરાતમાં લગભગ આઠ વર્ષના લાંબા ગાળા પછી વર્ગ-૧ અને વર્ગ-૨ના ખાલી પદો માટે ભરતી અભિયાન આરંભાશે. પહેલા તબક્કે પોલીસ, મહેસૂલ, પંચાયત, આરોગ્ય, પુરવઠા અને સહકાર જેવા વિભાગોમાં ૩૫૧ ઓફિસરોની ભરતી માટે ગુજરાત જાહેર સેવા આયોગ- જીપીએસસી ટૂંક જ સમયમાં જાહેરાત પ્રસિદ્ધ કરીને યુવા બેરોજગારોને આકર્ષશે. જીપીએસસીને વર્ગ-૧ની ૫૯ અને વર્ગ-૨ની ૨૯૨ જગ્યા ભરવા મંજૂરી આપી દેવાઈ છે. ૮ વર્ષ પછી ભરતી અભિયાન આરંભનાર સરકારે ઉંમરની મર્યાદામાં કોઈ જ છૂટછાટ જાહેર કરી નથી. જૂના નિયમ મુજબ વય મર્યાદા ૩૦ વર્ષ સુધીની જ રહેશે. અનામતનો ક્વોટા યથાવત રહેશે. નોંધનીય છે કે, યુપીએસસીએ તાજેતરમાં સિવિલ સર્વિસિઝ માટે ૩૨ વર્ષની વયમર્યાદા જાહેર કરી છે.
નાણાં વિભાગના સત્તાવાર સુત્રોમાંથી મળતી વિગતો મુજબ આગામી ૧૦ વર્ષમાં રાજ્ય સરકારના ૨૬થી વધારે વિભાગો, ૫૩થી વધારે બોર્ડ- નિગમ અને કોર્પોરેશન, ગ્રાન્ટેડ સંસ્થાનો, એકમોમાં ૨.૫૩ લાખ જગ્યા ભરવામાં આવશે. જેમાંથી ૧.૫૩ લાખ જગ્યા સરકારી વિભાગો અને ૧ લાખ બોર્ડ- કોર્પોરેશન જેવા એકમોમાં દર વર્ષે તબક્કાવાર ભરવામાં આવશે. તેના માટે ''ગવર્નમેન્ટ રિક્રુટમેન્ટ કેલેન્ડર'' પણ તૈયાર કરી દેવાયુંુ છે. ટેકનોલોજી, ઈ-ગર્વનન્સને કારણે સરકારમાં બદલાયેલી સિસ્ટમ, મહિલા બાળ કલ્યાણ, ન્યુટ્રીશન પ્રોગ્રામ, સ્કિલ ડેવલપમેન્ટ, પર્યાવરણ, કોસ્ટલ રિઝિયન જેવા અનેક નવા વિભાગો-પ્રભાગોને ધ્યાને લઈને તૈયાર થઈ રહેલી નવી કેડરો માટે વર્ષ ૨૦૧૪ના અંત સુધીમાં ગુજરાત સરકાર ૩૬,૦૦૦ જેટલી જગ્યાઓ ભરશે. સામાન્ય વહીવટ વિભાગના ઉચ્ચ અધિકારીએ કહ્યુંુ હતુંુ કે ''આ વર્ષે ૧૬,૦૦૦ નોકરીઓ માટેનું પ્લાનિંગ થઈ ગયું છે. લોકસભા ચૂંટણી પહેલાથી જ પંચાયત, મહેસૂલના તલાટી જેવી જગ્યાઓ માટે પરીક્ષાઓ પણ લેવાઈ ચૂકી છે. આવતા વર્ષે ૨૦૧૫ દરમિયાન ૨૦,૪૦૦ જેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે ''
એક દાયકા સુધી બાંધ્યા વેતને સરકારી નોકરીઓ આપનાર ગુજરાત સરકારે સમયાનુસાર કેટલીક જૂની કેડરો રદ્દ કરી છે. ટેકનોલોજીથી ઈ-ગર્વનન્સ સિસ્ટમને કારણે લાયકાતના ધોરણો પણ બદલ્યા છે. ગવર્નમેન્ટ રિક્રુટમેન્ટ કેલેન્ડર મુજબ એક જ વર્ષમાં જાહેરાતથી લઈને પરીક્ષા અને નિમણૂકો આપવામાં આવશે.


 I.T.I. ADMISSION ( આઈ .ટી.આઈ.એડમિશન ૨૦૧ માટે અહી કિલક કરો

Get Update Easy