HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

7 મે, 2014

TET-1 TET-2 HTAT Programmehttp://htat.automategovernment.net/htat/Index.aspx

 
પ્રાપ્ત થતી માહિતી મુજબ ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા. ૮મી મે ના રોજ સવારે ૧૧ થી ૨ કલાક દરમિયાન ગુજકેટની પરીક્ષા યોજવાની છે. ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ પછી મેડીકલ અને પેરામેડીકલ અભ્‍યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે ફરજીયાત એવી આ ગુજકેટની પરીક્ષામાં બોર્ડ દ્વારા ફિઝિક્‍સ, કેમીસ્‍ટ્રી અને બાયોલોજી વિષય પર આધારીત પ્રશ્‍નો પૂછવાનાં છે. આ પરીક્ષા માટેની તમામ તૈયારીઓને શિક્ષણ બોર્ડ દ્વારા આખરી ઓપ આપવામાં આવ્‍યો છે. બોર્ડની યાદીમાં જણાવ્‍યા મુજબ રાજ્‍યનાં ૩૩ જિલ્લા મથકો સહીત કુલ ૩૪ સ્‍થળોએ આ ફરીક્ષા લેવામાં આવનાર છે. જે અંતર્ગત દરેક પરીક્ષા સેન્‍ટર ખાતે વિદ્યાર્થીઓને બેઠક વ્‍યવસ્‍થાની ફાળવણી કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. ગુજકેટની પરીક્ષામાં ગેરરીતી રોકવા માટે આ વખતે ખાસ પરીક્ષા સેન્‍ટરો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્‍યો છે. આ ઉપરાંત મામ કેન્‍દ્રો પર વિડીયોગ્રાફી કરવાનો નિર્ણય કરાયો છે. તમામ કેન્‍દ્રો પર કલાસ વન અધિકારી સુપરવિઝન કરશે. આ ઉપરાંત પરીક્ષા કેન્‍દ્રો પર ચુસ્‍ત બંદોબસ્‍તના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓને તકલીફ ન પડે તે માટે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે સવારે ૮ થી રાત્રીના ૮ વાગ્‍યા સુધી કંટ્રોલરૂમ શરૂ કરાશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના સેમેસ્‍ટર-૩ અને ૪ નાં અભ્‍યાસક્રમ પર આધારીત ૧૨૦ બહુવિકલ્‍પીય પ્રશ્‍નો ધરાવતું પ્રશ્‍નપત્ર ઓએમઆર પદ્ધતિ મુજબ પુછવામાં આવશે.

Get Update Easy