સ્વામી વિવેકાનંદ ની જન્મ જયંતી
“ઊઠો ,જાગો અને
ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો”
સ્વામી વિવેકાનંદ (૧૨ જાન્યુઆરી ૧૮૬૩–૪ જુલાઇ, ૧૯૦૨), જન્મે નરેન્દ્રનાથ દત્ત
૧૯મી
સદીના ગુઢવાદી સંત રામકૃષ્ણના પરમ શિષ્ય રામકૃષ્ણ મિશનના સ્થાપક છે.
યુરોપ અને અમેરિકામાં વેદાંત અને યોગના
જન્મદાતા
ગણવામાં આવે છે અને તેમને
પરસ્પરની આસ્થા ઉભી કરવાનો તથા ૧૯મી સદીના અંતે હિન્દુધર્મને વિશ્વકક્ષાએ માન્યતા અપાવવાનો
શ્રેય આપવામાં આવે છે. આધુનિક ભારતમાં હિન્દુધર્મના પુનરોદ્ધારમાં વિવેકાનંદને મુખ્ય પરિબળ સમા ગણવામાં
આવે છે.તેઓ "અમેરિકાના ભાઈઓ તથા બહેનો" સંબોધન સાથેના તેમના પ્રવચનથી
વધુ જાણીતા બન્યા છે તે
ભાષણ દ્વારા તેમણે શિકાગો ખાતે વિશ્વ ધર્મ
પરિષદમાં સન 1893માં હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યુ
હતું.
20મી સદીના ભારતના ઘણા નેતાઓ અને
તત્વચિંતકોએ વિવેકાનંદની અસરનો સ્વીકાર કર્યો છે. સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર
જનરલ ચક્રવર્તી
રાજગોપાલાચારીએ એક વખત નોંધ્યુ હતું કે "વિવેકાનંદે હિન્દુ ધર્મને
બચાવ્યો અને ભારતને બચાવ્યુ."સુભાષ ચંદ્ર બોઝના જણાવ્યા
અનુસાર વિવેકાનંદ "આધુનિક ભારતના ઘડવૈયા છે" અને મોહનદાસ ગાંધી માટે વિવેકાનંદના પ્રભાવથી
"તેમના દેશપ્રેમમાં હજારગણી વૃદ્ધિ" થઈ હતી. 12મી જાન્યુઆરીએ તેમની
યાદમાં તેમના જન્મદિવસને ભારતમાં રાષ્ટ્રીય
યુવક દિનની ઉજવણી કરવામાં આવે છે. આ સૌથી ઉત્તમ શ્રદ્ધાંજલિ હતી કારણ કે
સ્વામી વિવેકાનંદના મોટાભાગના લખાણો ભારતીય
યુવાઓ વિશે હતા અને તેમાં આધુનિક વિશ્વમાં
સંપૂર્ણપણે જોડાઈને ભારતના પ્રાચીન મૂલ્યોને કઈ
રીતે જાળવી રાખવા તે અંગે સૂચન હતા.
11 સપ્ટેમ્બર 1883ના રોજ શિકાગોના
આર્ટ ઈન્સ્ટિટ્યુટ ખાતે ધર્મ સંસદની શરૂઆત થઈ.. આ દિવસે
વિવેકાનંદે પોતાનું પ્રથમ ટૂંકુ વક્તવ્ય આપ્યું. તેમણે ભારત અને હિન્દુ ધર્મ વિશે વાત કરી.શરૂઆતમાં થોડો
ગભરાટ અનુભવતા હોવા છતાં તેમણે વિદ્યાના દેવી સરસ્વતી ને પ્રણામ કરીને પોતાનું વક્તવ્ય , "અમેરિકાના
ભાઈઓ અને બહેનો!" સાથે શરૂ કર્યુ. આ શબ્દો માટે સાત હજારની મેદનીએ ઉભા થઈને તાળીઓ પાડીને તેમનું
સન્માન કર્યુ અને બે મિનિટ સુધી આ સન્માન
ચાલ્યુ. ફરી જ્યારે શાંતિ સ્થપાઈ ત્યારે તેમણે
પોતાનું વક્તવ્ય શરૂ કર્યુ. સૌથી યુવાન રાષ્ટ્રોમાંના એકનું અભિવાદન કરતાં તેમણે આ રાષ્ટ્ર વિશે જણાવ્યુઃ "વિશ્વમાં સાધુઓની
સૌથી પ્રાચીન પરંપરા, વેદની
સન્યાસી પરંપરા, ધર્મ કે જેણે વિશ્વને સહનશીલતા અને વૈશ્વિક સદભાવ શીખવ્યો છે."અને તેમણે આ સંદર્ભે ભગવદ ગીતા ના
બે ફકરા ટાંક્યા—"જેવી રીતે બે વિભિન્ન પ્રવાહોનો સ્રોત
અલગ-અલગ ઠેકાણે હોય છે પણ તેનું પાણી સમુદ્રમાં
ભેગુ થાય છે, તેવી રીતે હે પ્રભુ, માણસની વિવિધ
પ્રથાઓ અલગ-અલગ ભલે લાગતી હોય, પરંતુ તે તમામ રસ્તાઓ તારા સુધી લઈ આવે છે!" અને "જે કોઈ પણ મારી પાસે આવે છે, ભલે
ગમે તે સ્વરૂપમાં આવે, હું તેના
સુધી પહોંચુ છું; તમામ પુરુષો સમગ્ર માર્ગ પર સંઘર્ષ કરતા રહે છે, પરંતુ
આ તમામ રસ્તાઓ આખરે મારા સુધી લઈને આવે છે."ટૂંકું વક્તવ્ય હોવા છતાં,
સંસદનો
સાર તથા વસુધૈવ કુટુમ્બકમની ભાવના તેમાં અભિવ્યક્ત થતી હતી.
વિવેકાનંદના જણાવ્યા મુજબ રામકૃષ્ણ
પાસેથી તેમણે મેળવેલ મહત્વનો ઉપદેશ "જીવ એ શિવ છે" હતો.(દરેક
વ્યક્તિમાં ઈશ્વર વસે છે).આ તેમનો મંત્ર બની ગયો હતો અને તેમણે દરિદ્રનારાયણની સેવા - (ગરીબ)
મનુષ્યોની સેવા દ્વારા ઈશ્વર સેવાનો વિચાર સૌ પ્રથમ રજૂ કર્યો હતો.જો દરેક
પદાર્થમાં રહેતા બ્રાહ્મણ વચ્ચે ખરેખર ઐક્ય હોય તો પછી
ક્યા આધાર પર આપણે પોતાની જાતને વધારે સારી કે
ખરાબ કહી શકીએ કે પછી અન્ય લોકો કરતાં બહેતર કે ખરાબ ગણી શકીએ? - આ પ્રશ્ન તેઓ વારંવાર પોતાની જાતને પૂછતા. આખરે તેઓ એવા નિષ્કર્ષ
પર આવ્યા કે આ ભિન્નતા એકાકારના પ્રકાશમાં અનઅસ્તિત્વ
સાથે ભળી જાય છે અને એક સાધક મોક્ષમાં આનો અનુભવ કરે છે. ત્યાર બાદ જે ઉદભવે
છે તે આ ઐક્યથી અજાણ
રહેલા દરેક જીવ માટેની કરુણા અને તેમને મદદ કરવાની દ્રઢતા છે.
સ્વામી વિવેકાનંદ ની 150 ની જન્મજયંતી ની ઉજવણી પ્રસંગે કૃષક અભ્યુદય વિધ્યામંદિર દ્વારા અર્પણ | આચાર્ય શ્રી કે.બી.પટેલ |