HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

19 જૂન, 2026

 આ ગીત ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ (School Enrollment Drive) દરમિયાન ગવાતું એક વિશેષ અને લોકપ્રિય ગીત છે.::

'આજ વગડાવો વગડાવો રૂડા શરણાઈ ને ઢોલ...

આજ વગડાવો વગડાવો રૂડા શરણાઈ ને ઢોલ...

આજે મારે આંગણીએ રૂડો પ્રવેશોત્સવ જી રે...

આજે સરસ્વતીના મંદિરે પ્રવેશોત્સવ જી રે...

કુમકુમ તિલક કરી બાળકોનું સ્વાગત કરીએ જી રે...

આવ્યા બાલ ગોપાલ એમને ફૂલડે વધાવીએ જી રે..

મારે આંગણીએ રૂડો પ્રવેશોત્સવ જી રે...

આજ વગડાવો વગડાવો રૂડા શરણાઈ ને ઢોલ...

આજ વગડાવો વગડાવો રૂડા શરણાઈ ને ઢોલ...

પાટી ને પેન બાળકોના હાથમાં શોભે જી રે...

ભણી ઘણીને આગળ વધશે ગુજરાત જી રે..

આજ મારે આંગણીએ રૂડો પ્રવેશોત્સવ જી રે...

આજ વગડાવો વગડાવો રૂડા શરણાઈ ને ઢોલ...

બાળવાટિકાએ દીકરો-દીકરી ભણે હળીમળી જી રે...

આજ સરસ્વતીના મંદિરે પ્રવેશોત્સવજી રે...

આજ વગડાવો વગડાવો રૂડા શરણાઈ ને ઢોલ...

રાત-દિન ખૂબ મહેનત કરતા શિક્ષકો અમારા,

પ્રેમ હૂંફથી સંસ્કારનું ચિંતન કરતા જી રે...

ઉજ્વળ ભારતના ભવિષ્યનું એ ઘડતર કરતા જી રે...

આજ મારે આંગણીએ રૂડો પ્રવેશોત્સવ જી રે...

આજ વગડાવો વગડાવો રૂડા શરણાઈ ને ઢોલ...

આજ વગડાવો વગડાવો રૂડા શરણાઈ ને ઢોલ...


Get Update Easy