નમો લક્ષ્મી યોજના નવા શૈક્ષણિક વર્ષ 2024-25 એટલે નવા સત્રમાં ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીનીઓ (કન્યાઓ) ને આ શિષ્યવૃત્તિનો લાભ મળવાનો છે.
1. દરેક વિદ્યાર્થીનીઓના માતા(મમ્મી)ના બેંક એકાઉન્ટ ખોલવાના છે જેમના મમ્મીના બેંક એકાઉન્ટ ખોલેલા હોય એમને બેંક પાસબુક ની નકલ શાળાના કાર્યાલયમાં જમા કરાવવી.
2. તમામ વિદ્યાર્થીનિઓને લાભ મળવાનો હોવાથી ફરજિયાત મમ્મીના ખાતા સત્વરે વેકેશન દરમિયાન ખોલાવી દેવા.
3. ધોરણ 9 માં દર મહિને 500 એટલે 10 મહિનાના 5000 હજાર એવી રીતે ધોરણ 10માં દર મહિને 500 એટલે 10 મહિનાના 5000 હજાર ધોરણ 9અને10 ના કુલ 10000 હજાર મળશે. ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કરે એટલે બીજા 10000 હજાર એમ કુલ માધ્યમિક શિક્ષણ પૂરું કરવાથી 20000 હજાર સહાય મળવાપાત્ર થશે
4. એવી રીતે ધોરણ 11 માં દર મહિને 750 એટલે 10 મહિનાના 7500 એવી રીતે ધોરણ 12માં દર મહિને 750 એટલે 10 મહિનાના 7500 ધોરણ 11અને12 ના કુલ 15000 હજાર મળશે. ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કરે એટલે બીજા 15000 હજાર એમ કુલ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂરું કરવાથી 30000 હજાર સહાય મળવાપાત્ર થશે.
5. નમો લક્ષ્મી યોજના દ્વારા વિદ્યાર્થીનીઓને ધોરણ 9 થી 12 સુધી કુલ 50000 હજારની સહાય મળવાપાત્ર છે.
6. આ યોજના દ્વારા દર માસે માતાના ખાતામાં DBT થી સીધા જમા કરવામાં આવશે, જે દીકરીના માતા હયાત ન હોય તેને તેના પોતાના ખાતાની વિગત આપવાની થશે.
7. માતાના બેંક ખાતા આધાર કાર્ડ સાથે લિંક અને સિડિંગ થયેલા હોવા જોઈએ. જેની ખાત્રી બેંકમાં કરી લેવી.
આ યોજના આ વર્ષથી અમલમાં આવેલ છે એટલે કે આપણી દીકરી હવેથી ૨૦૨૪-૨૫ થી
ધોરણ 9 માં ૫૦૦ x ૧૦ = ૫,૦૦૦/-
ધોરણ ૧૦ માં ૫૦૦ x ૧૦ = ૫,૦૦૦/-
ધોરણ ૧૦ પાસ થયેથી ૧૦,૦૦૦/-
ધોરણ ૧૧ માં ૭૫૦ x ૧૦ = ૭,૫૦૦/-
ધોરણ ૧૨ માં ૭૫૦ x ૧૦ = ૭,૫૦૦
ધોરણ ૧૨ પાસ થયેથી ૧૫,૦૦૦
આમ, કુલ ૫૦,૦૦૦/- ની સહાય સરકાર તરફથી દરેક ધોરણમાં તબક્કાવાર અભ્યાસ પૂર્ણ કરવાથી મેળવી શકાશે.
પહેલા swift ચેટ અપડેટ કરી પછી લિંક ખોલો એટલે મેનુ થશે