CLICK HERE |
ક્વિઝ અંગે
ગુજરાત સ્ટેમ ક્વિઝ એક એવી પ્રવૃત્તિ છે કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો ત્રિવેણી સંગમ છે. આ પ્રવૃત્તિનું માળખું ઇન્ફોર્મલ સાયન્સ લર્નિંગને ધ્યાને લઈને ઘડવામાં આવ્યું છે. જોકે આ ક્વિઝ સ્પર્ધાત્મક છે પરંતુ સાથો સાથ દરેક સ્પર્ધકમાં સ્ટેમ શિક્ષણનું નિરૂપણ પણ કરે છે.
ગુજરાત સ્ટેમ ક્વિઝનું ધ્યેય વિદ્યાર્થીઓમાં સ્ટેમ વિષે ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવાનું છે. આ ક્વિઝમાં ગુજરાત રાજ્યના કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) વિદ્યાર્થીઓ ભાગ લઇ શકે છે. આ કવીઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં સ્ટેમ બાબતે ભાગ લેવામાં, જ્ઞાનમાં અને જાગૃતિમાં અભિવૃદ્ધિ થશે.
ભાગ લેવા માટેની લાયકાત
આ ક્વિઝમાં ગુજરાત રાજ્યના કોઈપણ બોર્ડ અથવા માધ્યમના ધોરણ 9 થી 12
ના વિદ્યાર્થીઓ / વિદ્યાર્થીનીઓ ભાગ લઈ શકે છે. કોઈ પણ પ્રકારની નોંધણી ફીઝ
રાખવામાં આવેલ નથી.
ગુજરાત સ્ટેમ ક્વિઝના ઉદ્દેશો
· એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય
· ઇન્ફોર્મલ સાયન્સ લર્નિંગને મહત્વ આપવું
· સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ સ્ટેમ શિક્ષણનું નિરૂપણ પણ કરવું
· વિદ્યાર્થીઓમાં સ્ટેમ વિષે ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી
· કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) વિદ્યાર્થીઓને આવરવા
· કવીઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં સ્ટેમ બાબતે ભાગ લેવામાં, જ્ઞાનમાં અને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી
વિષય / અભ્યાસક્રમ
સાયન્સ, ટેક્નોલોજી, ઇજનેરી અને ગણિત (સ્ટેમ) ક્ષેત્રે હાલના વિકાસ અને વલણો પર આધારિત પ્રશ્નો પૂછવામાં આવશે. ક્વિઝના પ્રશ્નો મુખ્યત્વે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરના રહેશે.