- રજીસ્ટર્ડ થયેલી ખાનગી અનુદાનિત માધ્યમિક શાળાઓ તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યની ભરતી પ્રક્રિયા વર્ષ-૨૦૧૭
- બિનસરકારી અનુદાનિત મા. અને ઉ.મા. શાળા/આચાર્ય પસંદગી અંગે સૂચનાઓ માટે અહીં ક્લિક કરો
- બિનસરકારી અનુદાનિત મા. અને ઉ.મા. શાળા/આચાર્ય પસંદગી યાદી:
22/06/2018
જુન-૨૦૧૮ થી ધો.૯ થી ૧૨ ના વર્ગ વધારા / ક્રમીક વર્ગની દરખાસ્ત બાબતZIP ફાઈલ CLICK HERE
.http://cos.gujarat.gov.in/
રાજ્યભરના સરકારી કર્મચારીઓની જીપીએફ સ્લિપ રાજકોટથી રવાના
ગુજરાત સરકારના જીપીએફ ધારકોની વર્ષ ૨૦૧૭-૧૮ની જીપીએફ સ્લિપ તા.૧૯-૦૬-૨૦૧૮થી સબંધિત ઉપાડ/પગાર અધિકારીઓને મોકલવાની શરૂઆત થઈ ગઈ છે. જીપીએફ ધારકોની સ્લિપ માટે તા.૨૮-૦૨-૨૦૧૮ના રોજ જે ઓફિસમાં ફરજ બજાવતા હતા તે ઓફિસના ઉપાડ-પગાર અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે.જી.પી.એફ ધારકોને જાણ કરવામાં આવે છે કે, સ્લિપ સ્વીકારતી વખતે સ્લિપનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરી અને જો ભૂલ કે વિસંગતતા હોય તો જીપીએફ સ્લિપ પાછળ આપેલ સૂચના મુજબ ઉચિત આધાર પુરાવા શેડ્યુલ/ચલણની કોપી સાથે અથવા જી.પી.એફ ખાતા ધારકોને તેમના ખાતામાં કોઈ ભૂલ કે ફરિયાદ કે અન્ય કોઈ વણ ઉકેલ સમસ્યા હોય તો તેના નિવારણ અંગે ગીતા રધુ (આઇ.એ.એસ), ડેપ્યુટી અકાઉન્ટેન્ટ જનરલશ્રી, પ્રધાન મહાલેખાકારશ્રીની કચેરી-ગુજરાત, રાજકોટ-૩૬૦૦૦૧ પર તથા વેબસાઈટ http://www.agguj.cag.gov.in/ ઉપર ઓનલાઈન ફરિયાદ નિવારણ પ્રણાલીનો ઉપયોગ કરી શકાશે.
જીપીએફ ખાતાની ઓનલાઇન સ્થિતિ (online status) જોવા માટે ઈ-જીપીએફની સુવિધા વેબસાઈટ http://www.agguj.cag.gov.in૫ર મળી શકશે તેમ જ વર્ષ દરમિયાન જીપીએફ ધારકોના ખાતામાં થતા વ્યવહારોની જાણકારી તેમના મોબાઈલ નંબર ઉપર એસ.એમ.એસ દ્વારા સુવિધા આપવાનું વિચારાધીન છે તે માટે જીપીએફ ધારકોએ પોતાના મોબાઈલ નંબર, કાર્યાલયના રેકર્ડ મુજબ સાચી જન્મતારીખ, જી.પી.એફ ખાતા નંબર, સીરિઝની સબંધિત માહિતી પોસ્ટ/ઈમેઈલના માધ્યમથી જાણ કરવાની રહેશે તેમ, સિનીયર એકાઉન્ટ ઓફિસરની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.